બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ગોવા અગ્નિકાંડ પછી ઓડિશામાં લાગી આગ, આકાશમાં દેખાયા ધૂમાડાના ગોટેગોટા

ભુવનેશ્વર / ગોવા અગ્નિકાંડ પછી ઓડિશામાં લાગી આગ, આકાશમાં દેખાયા ધૂમાડાના ગોટેગોટા

Vidhata Gothi

Last Updated: 11:22 AM, 12 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhubaneswar Night Club Fire: ગોવા અગ્નિકાંડ પછી હવે ફરી એક વાર એક ક્લબમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ભુવનેશ્વરના સત્ય વિહાર વિસ્તારમાં એક નાઇટક્લબમાં ભીષણ આગ લાગી ગઈ. આખા વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

Bhubaneswar Fire: ગોવામાં નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા. આ ઘટનાને હજુ એક અઠવાડિયુ પણ નથી વીત્યું અને ભુવનેશ્વરના એક નાઇટક્લબમાં ભીષણ આગ લાગી ગઈ. માહિતી પ્રમાણે, શુક્રવારે 12 ડિસેમ્બર 2025એ ભુવનેશ્વરના સત્ય વિહાર વિસ્તારમાં એક નાઈટક્લબમાં ભીષણ આગ લાગી ગઈ. આગ લાગ્યા પછી ઇમારતમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

આગની જ્વાળાઓથી માત્ર નાઈટક્લબને જ નુકસાન નથી થયું, તેની સાથે બાજુમાં આવેલી ફર્નિચરની દુકાન પણ આગળની ચપેટમાં આવી ગઈ. ફર્નિચરની દુકાનમાં લાકડા અને સ્પોન્જ જેવી વસ્તુઓ હોવાના કારણે આગ દુકાનમાં જડપથી ફેલાઈ ગઈ, જેના કારણે નોંધાપાત્ર નુકસાન થયું છે. જો કે આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.

સ્થાનિકોએ જણાવ્યું કે આગ ફાટી નીકળતાં જ પવનની દિશામાં બદલાવાને કારણે ધુમાડો આખા બજાર વિસ્તારમાં ફેલાઈ ગયો, જેને કારણે થોડી મિનિટો માટે દૃશ્યતા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા. ફાયર બ્રિગેડે તાત્કાલિક મોરચો સંભાળ્યો અને આગને અન્ય દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં ફેલાતી અટકાવવાના પ્રયાસો શરૂ કરી દીધા. હાલમાં રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

vtv app promotion

ગોવામાં થયેલી દુર્ઘટના પછી ફરી લાગી આગ

આ ઘટના ગોવામાં નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગના થોડા દિવસો પછી જ ઘટી છે. જણાવી દઈએ કે ગોવામાં નાઇટક્લબમાં લાગેલી આગમાં 25 લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના બાદ, ઓડિશા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ (OFES) એ 100થી વધુ બેઠક ક્ષમતા ધરાવતા તમામ રેસ્ટોરન્ટ્સ અને સ્વતંત્ર સંસ્થાઓનું રાજ્યવ્યાપી ઓડિટ કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું લાતુરમાં નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગોવાની ઘટના અંગે વાત કરીએ તો તંત્રએ કલબના માલિકો સામે તાત્કાલિક કાર્યવાહી કરી અને નાઇટ ક્લબના માલિકો, લુથરા બંધુઓની થાઈલેન્ડમાં ધરપકડ કરવામાં આવી છે. તેમને ગોવા લાવવાની તૈયારી ચાલી રહી છે. આ ઘટના પછી લુથરા બંધુઓ સૌરભ અને ગૌરવના પાસપોર્ટ પણ રદ કરવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhubaneswar Night Club Goa Massive Fire Night Club Fire
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ