બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું લાતુરમાં નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Last Updated: 10:23 AM, 12 December 2025
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું શુક્રવારે લાતુરમાં 90 વર્ષની વયે અવસાન થઈ ગયું. લાંબી બીમારી બાદ તેમણે પોતાના જ ઘર દેવઘરમાં અંતિમ શ્વાસ લીધા. બીમારીના કારણે તેમની ઘરે જ સારવાર ચાલી રહી હતી.
ADVERTISEMENT
#WATCH | Latur, Maharashtra: Congress leader and former Union Home Minister Shivraj Patil passed away at his residence in Latur today
— ANI (@ANI) December 12, 2025
(Visuals from his residence in Latur) pic.twitter.com/C1SPaTAatf
શિવરાજ પાટીલે તેમની લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન કેન્દ્ર સરકારમાં અનેક મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા. તેઓ લોકસભાના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીમંડળમાં અનેક મહત્ત્વના પદ પર રહ્યા હતા. શિવરાજ પાટીલે લાતુર લોકસભા બેઠક સાત વખત જીતી હતી. તેમના નિધન પર કોંગ્રેસ પાર્ટીએ દુઃખ વ્યક્ત કર્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું - "ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજ પાટિલજીના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે અને પાર્ટી માટે એક અપૂરણીય ક્ષતિ છે. જનસેવા પ્રત્યેનું તેમનું સમર્પણ, રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના સમગ્ર પાટિલ પરિવાર, તેમના શુભચિંતકો અને સમર્થકો સાથે છે."
ADVERTISEMENT
पूर्व केंद्रीय मंत्री और वरिष्ठ कांग्रेस नेता शिवराज पाटिल जी के निधन का समाचार अत्यंत दुखद है और पार्टी के लिए एक अपूरणीय क्षति है।
— Rahul Gandhi (@RahulGandhi) December 12, 2025
जनसेवा के प्रति उनका समर्पण, राष्ट्र के लिए उनके योगदान हमेशा याद किए जाएंगे।
इस दुख की घड़ी में मेरी संवेदनाएं पूरे पाटिल परिवार, उनके…
તેમના નિધન બાદ સમગ્ર મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય રાજકારણમાં શોકનું વાતાવરણ છે. ભારતીય રાજકારણમાં શિવરાજ પાટિલ એક શાંત, સંયમિત અને ખૂબ જ મહેનતુ નેતા તરીકે જાણીતા હતા. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું - "શ્રી શિવરાજ પાટિલજીના અવસાનથી દુઃખ થયું. તેઓ એક અનુભવી નેતા હતા, તેમણે તેમના જાહેર જીવનમાં લાંબા વર્ષો દરમિયાન ધારાસભ્ય, સાંસદ, કેન્દ્રીય મંત્રી, મહારાષ્ટ્ર વિધાનસભા તેમજ લોકસભાના સ્પીકર તરીકે સેવા આપી હતી. તેઓ સમાજના કલ્યાણમાં યોગદાન આપવા માટે ઉત્સાહી હતા. વર્ષો સુધી મારી તેમની સાથે ઘણી વાતચીત થઈ છે, જેમાં સૌથી તાજેતરની વાતચીત થોડા મહિના પહેલા થઈ હતી, જ્યારે તેઓ મારા નિવાસસ્થાને આવ્યા હતા. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર સાથે છે. ૐ શાંતિ."
ADVERTISEMENT
Saddened by the passing of Shri Shivraj Patil Ji. He was an experienced leader, having served as MLA, MP, Union Minister, Speaker of the Maharashtra Assembly as well as the Lok Sabha during his long years in public life. He was passionate about contributing to the welfare of… pic.twitter.com/muabyf7Va8
— Narendra Modi (@narendramodi) December 12, 2025
ADVERTISEMENT
શિવરાજ પાટીલનો જન્મ 12 ઓક્ટોબર 1935ના રોજ લાતુર જિલ્લાના ચાકુરમાં થયો હતો. શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમણે પહેલા આયુર્વેદનો અભ્યાસ કર્યો અને પછી મુંબઈ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો. તેમની રાજકીય સફર 1967માં શરૂ થઈ, જ્યારે તેમણે 1967થી 1969 સુધી લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કામ કર્યું. આ શરૂઆત આગળ જઈને લાંબી રાજકીય કારકિર્દીનો પાયો બની.
1980માં તેઓ પહેલીવાર લાતુર લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા અને એ પછીથી સતત સાત વાર એ જ બેઠક પરથી જીતીને સંસદ પહોંચ્યા. આ જ કારણ છે કે તેમણે મહારાષ્ટ્રના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંથી એક માનવામાં આવે છે. શિવરાજ પાટીલે 1991થી 1996 સુધી લોકસભાના સ્પીકર તરીકે સેવા આપી. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે લોકસભાના આધુનિકીકરણ, કોમ્પ્યુટરાઇઝેશન, કાર્યવાહીનું જીવંત પ્રસારણ અને નવી લાયબ્રેરી બિલ્ડિંગના નિર્માણ જેવા કામોને વેગ આપ્યો. આ સમય ભારતીય સંસદના ટેકનોલોજીકલ અને વહીવટી પરિવર્તનનો મહત્ત્વપૂર્ણ સમયગાળો માનવામાં આવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
2004માં લોકસભામાં હાર્યા પછી પણ તેમણે રાજ્યસભાથી ગૃહમંત્રીનું પદ અને કેન્દ્ર સરકારમાં જવાબદારીઓ સંભાળી હતી. પરંતુ વર્ષ 2008માં મુંબઈમાં આતંકી હુમલો થયો હતો. એ સમયે શિવરાજ પાટિલ દેશના ગૃહમંત્રી હતા. દેશની સુરક્ષામાં ચૂકને લઈને ઘણી ટીકાનો સામનો પણ કરવો પડ્યો હતો. આ જ કારણ છે કે તેમણે નૈતિક જવાબદારી તરીકે રાજીનામુ આપી દીધું હતું. પછી તેમને પંજાબના ગવર્નર અને ચંડીગઢના પ્રશાસક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે 2010થી 2015 સુધી સેવાઓ આપી.
આ પણ વાંચો: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું લાતુરમાં નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
શિવરાજ પાટિલે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના કાર્યકાળમાં પણ સરકારમાં મહત્ત્વપૂર્ણ વિભાગોનું કામ સંભાળ્યું હતું, તેમણે રક્ષા, વાણિજ્ય, સાયન્સ એંડ ટેકનોલોજી, પરમાણુ ઉર્જા, ઈલેક્ટ્રોનિક્સ અને અંતરીક્ષ જેવા મહત્ત્વપૂર્ણ વિભાગોમાં રાજ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.