બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / નવાવર્ષે વૃંદાવન જતાં ભક્તો સાવધાન, મંદિર પ્રશાસને જાહેર કરી માર્ગદર્શિકા, યાત્રા સ્થગિત કરવા અપીલ
Last Updated: 10:10 AM, 29 December 2025
Mathura-Vrindavan News: ઠાકોર શ્રી બાંકે બિહારી મંદિર પ્રશાસને મથુરા વૃંદાવનના દર્શને આવનાર લોકો માટે એક એડવાયઝરી જાહેર કરી છે. મંદિર પ્રશાસન અને મેનેજમેન્ટ કમિટીએ નવાવર્ષ 2026ને ધ્યાનમાં રાખીને ભક્તો માટે એક મહત્ત્વનો નિર્ણય લઈને એક દિશાનિર્દેશ જાહેર કર્યો છે. પ્રશાસને 29 ડિસેમ્બર 2025 ( સોમવાર) થી લઈ 5 જાન્યુઆરી 2026 (સોમવાર) સુધી વૃંદાવનમાં ભારે ભીડ થવાની સંભાવના દર્શાવી છે. સુરક્ષાના હેતુસર બહારથી આવતા ભક્તો માટે આ સમય દરમિયાન ભીડને ટાળવા માટે અનુરોધ કર્યો છે. આ અઠવાડિયા દરમિયાન મંદિરમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ અલગ રસ્તાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ પગલું વધતી જતી ભીડને પગલે થનારી સંભવિત ભીડ અને અવ્યવસ્થાને નિયંત્રિત કરવાના ઉદેશ્યથી લેવામાં આવ્યું છે. મંદિર પ્રશાસને 29 ડિસેમ્બરથી લઈ 5 જાન્યુઆરી સુધી યાત્રાળુઓને ખાસ સુરક્ષાના નિયમોનું પાલન કરવા માટે સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
પ્રશાસને અપીલ કરી છે કે ભક્તો તેમની સાથે બેગ કે કોઈ કિંમતી સામાન ના લાવે. ભીડથી બચવા માટે ચપ્પલ અને જૂતાં નક્કી કરેલા સ્થળે જ ઉતારવા જેની વ્યવસ્થા મુખ્ય માર્ગ પર કરવામાં આવી છે. ખસ કરીને પોકેટ માર અને મોબાઈલ ચોરથી સાવધ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. સાથે જ પરિવારજનોને ખિસ્સામાં એડ્રેસ અને ફોન નંબર રાખવાની પણ સૂચના આપવામાં આવી છે જેથી કરીને ખોવાઈ જાય તો મદદ મળી શકે.
ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT
ભીડને ધ્યાનમાં રાખીને બાળકો, વડીલો, દિવ્યાંગ અને હાર્ટ પેશન્ટ અને સગર્ભા સ્ત્રીઓને મંદિર ના જવાની સલાહ આપવામાં આવી છે. ભક્તોને મંદિરમાં ખાલી પેટ ન જવા અને જરૂરી દવા સાથે રાખવા માટે પણ સલાહ આપવામાં આવી છે. કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં કે સમાન ખોવાઈ જવા પર ગેટ નંબર 2 અને પોલીસ ચોંકી પર 'ખોયા-પાયા કેન્દ્ર' પર સંપર્ક કરવા જાણ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.