ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / VIDEO : દીપડાં અને યુવાન વચ્ચે જામ્યું ધીંગાણું! ભડવીરે એકલે હાથે લડીને બચાવ્યો જીવ, ખૌફનાક વીડિયો

યુપી / VIDEO : દીપડાં અને યુવાન વચ્ચે જામ્યું ધીંગાણું! ભડવીરે એકલે હાથે લડીને બચાવ્યો જીવ, ખૌફનાક વીડિયો

Last Updated: 09:48 AM, 26 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકલે હાથે દીપડા સામે લડીને પોતાનો જીવ બચાવનાર એક મર્દ યુવાનનો વીડિયો વાયરલ થયો છે.

ADVERTISEMENT

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં ઈંટના ભઠ્ઠામાં એક મજૂર પર દીપડાએ હુમલો કર્યો હતો. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં જોઈ શકાય છે કે એક યુવાન દીપડાં સામે એકલે હાથે બાથ ભીડી રહ્યો હતો અને તેને જેર કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઈજા છતાં દીપડાને જમીન સાથે ઝકડી રાખ્યો

પીડિતની ઓળખ મિહિલાલ ગૌતમ તરીકે થઈ છે. આ ઘટના ત્યારે બની જ્યારે તે ભઠ્ઠામાં રાખ એકઠી કરી રહ્યો હતો ત્યારે નજીકના ખેતરોમાંથી અચાનક એક દીપડો તેના પર કૂદી પડ્યો. ઈજાઓ થવા છતાં, મિહિલાલ દીપડા સાથે લડ્યો, તેને પોતાના હાથથી ઘણી મિનિટો સુધી જમીન પર પકડી રાખ્યો.

લોકો દીપડાં પર ઈંટોનો ઘા કરવા લાગ્યો

મિહિલાલ જ્યારે એકલે હાથે દીપડાંને જેર કરતો રહ્યો હતો ત્યારે બાજુમાં ઊભેલા લોકોએ દીપડાં પર ઈંટો વરસાવવા લાગ્યાં હતા. આખરે જોર ચાલતાં દીપડો ભાગી ગયો હતો. તેના હુમલામાં 4 લોકો ઘાયલ થયાં હતા.

વધુ વાંચો : દિલ્હીમાં એકલી રહેતી 20 વર્ષની છોકરી સાથે બની અત્યંત ચકચારી ઘટના, દેશમાં વ્યાપી અરેરાટી

દીપડાંને જેર કરીને મિહિલાલે બચાવી લીધો જીવ

મિહિલાલને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને પછી જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, અને હવે તેની હાલત સ્થિર છે. વન વિભાગના અધિકારીઓ ટૂંક સમયમાં પહોંચ્યા અને દીપડાને શાંત કરવામાં અને પકડી લેવામાં સફળ રહ્યા.

વધુ વાંચો : 'વધારે ગ્રાહકો' આકર્ષવા સેક્સ વર્કરે અપનાવ્યો ખૌફનાક માર્ગ, સ્ટોરી વાયરલ થતાં લોકોમાં હેરાની

સંકળાયેલા મુદ્દાઓ

UP leopard attack Lakhimpur Kheri leopard attack Uttar Pradesh news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ