ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / 'વધારે ગ્રાહકો' આકર્ષવા સેક્સ વર્કરે અપનાવ્યો ખૌફનાક માર્ગ, સ્ટોરી વાયરલ થતાં લોકોમાં હેરાની
Last Updated: 08:57 AM, 26 June 2025
ADVERTISEMENT
પાપી પેટ માટે શરીર વેચવાનું કામ કરી રહેલી એક મહિલાએ ચોંકાવી દીધાં છે. આ મહિલા દેહ વેપારમાં ધંધામાં હતી અને તેણે જવાન અને સુંદર દેખાવા માટે એક ખૌફનાક માર્ગ અપનાવ્યો હતો જેની સ્ટોરી વાયરલ થયા બાદ લોકો પણ હેરાનીમાં મૂકાયા હતા.
ADVERTISEMENT
ઉઝબેકિસ્તાનની યુવતીઓને ભારત લવાઈ
યુપીના લખનઉમાં હસરતગંજમાં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે જેમાં ભારે હેરાનીભરી વાતો સામે આવી છે. પોલીસે એવો ખુલાસો કર્યો છે કે ઉઝબેકિસ્તાનની યુવતીઓએ અહીં લાવીને દેહ વેપારમાં ધકેલાઈ દેવાઈ હતી.
ADVERTISEMENT
સાત સર્જરી કરાવી
49 વર્ષીય ઉઝેબેકિસ્તાનની મહિલા જેનું નામ લોકા કાયુમોવા છે તેને જવાન દેખાવા માટે સાત કોસ્મેટિક સર્જરી કરાવી હતી. તેણે ચહેરા, હોઠ, બગલ અને ગુપ્ત ભાગો પર સર્જરી કરાવી હતી અને જવાન દેખાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ડોકટરોએ આવી સર્જરી સામે ચેતવણી આપી છે તે જીવલેણ પણ નીવડી શકે છે.
ADVERTISEMENT
કાયુમોવા ઘણી છોકરીઓને ભારત લાવી હતી
કાયુમોવા રોજગાર આપવાના બહાને ઉઝબેકિસ્તાનથી નેપાળ થઈને ઘણી મહિલાઓને ભારત લાવી હતી. લખનૌ પહોંચ્યા પછી, મહિલાઓને ઉચ્ચ કક્ષાના ફ્લેટમાં રાખવામાં આવી હતી અને કથિત રીતે વેશ્યાવૃત્તિ માટે દબાણ કરવામાં આવ્યું હતું. ગોલ્ફ સિટીમાં ઓમેક્સ R1, ફ્લેટ નંબર 104 પર દરોડા દરમિયાન, બે ઉઝબેક મહિલાઓ, હોલિદા અને નિલોફર, ગેરકાયદેસર રીતે રહેતી મળી આવી હતી.
ADVERTISEMENT
કાયુમોવા સેક્સ રેકેટની સૂત્રધાર
ADVERTISEMENT
બંને મહિલાઓએ પોલીસને જણાવ્યું હતું કે કાયુમોવા સેક્સ રેકેટની સૂત્રધાર હતી અને તેમાં યુવતીઓની તમામ વ્યવસ્થા કરતી હતી અને એક મોટું નેટવર્ક સ્થાપિત કર્યું હતું અને તે રીતે ગ્રાહકોને આકર્ષિત કરતી હતી.
સંકળાયેલા મુદ્દાઓ