ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / કર્ણાટકના મુખ્યમંત્રી બદલાશે? શિવકુમાર સીએમ બનશે નવા CM, 21 અથવા 26 મીએ શપથ ગ્રહણની વકી

ફેરફાર / કર્ણાટકના મુખ્યમંત્રી બદલાશે? શિવકુમાર સીએમ બનશે નવા CM, 21 અથવા 26 મીએ શપથ ગ્રહણની વકી

Published By: Priyankka Triveddi

Last Updated: 12:31 PM, 1 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM તરીકેના કાર્યકાળને અઢી વર્ષ પૂરા થતાં મુખ્યમંત્રી રાજીનામું આપશે અને આગામી 21 કે 26 નવેમ્બરના રોજ નવા CM તરીકેના શપથ ડેપ્યુટી CM લેશે તેવી અટકળો ચાલી રહી છે.

ADVERTISEMENT

Politics News:સરકારમાં સત્તા પરિવર્તનની અટકળો તેજ બની છે. આગામી 21 કે 26 નવેમ્બરના રોજ હાલના ડેપ્યુટી CM, મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ શકે છે તેવી મીડિયામાં ચર્ચા તેજ બની છે.

કર્ણાટક કોંગ્રેસ સરકારમાં નેતૃત્વ પરિવર્તનનો મુદ્દો ઝડપથી ચર્ચામાં આવ્યો છે. મીડિયા અહેવાલો મુજબ નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના નેતૃત્વમાં નવી સરકારની રચના અંગે અટકળો ચાલી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે શિવકુમાર આ મહિનાની 21 કે 26 નવેમ્બરે મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. હાલની સિદ્ધારમૈયા સરકાર 20 નવેમ્બરે અઢી વર્ષ પૂર્ણ કરી રહી છે અને આ તારીખને સત્તા વહેંચણી ફોર્મ્યુલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સિદ્ધારમૈયાનો પ્રતિભાવ

જ્યારે વિધાનસભામાં પત્રકારોએ સિદ્ધારમૈયાને પૂછ્યું કે શિવકુમાર 21 કે 26 નવેમ્બરે શપથ લેશે કે નહીં, ત્યારે તેમણે ગુસ્સાથી જવાબ આપ્યો.,

“તમને આ કોણે કહ્યું? શું શિવકુમારે કહ્યું?”

એમ કહીને તેઓ ચાલ્યા ગયા. આ પ્રતિભાવ પછી બંને નેતાઓ વચ્ચે તણાવની અટકળો વધુ વેગ પામી છે. રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે કે શિવકુમારે મુખ્યમંત્રી બનવા માટે સમયમર્યાદા નક્કી કરી છે, જોકે તેમણે જાહેરમાં સિદ્ધારમૈયા વિરુદ્ધ ક્યારેય બોલ્યા નથી.

“2028 સુધી સિદ્ધારમૈયા જ CM રહેશે”

સિદ્ધારમૈયાના સમર્થક અને ગૃહમંત્રી બી.ઝેડ. જમીર અહેમદ ખાને જણાવ્યું કે સિદ્ધારમૈયા 2028 સુધી મુખ્યમંત્રી રહેશે. તેમણે એવી ચર્ચાઓને ફગાવી દીધી કે જો શિવકુમારને મુખ્યમંત્રી પદ ન મળે તો તેઓ ભાજપમાં જઈ શકે છે. જમીરે કહ્યું કે કોંગ્રેસ શિવકુમારના લોહીમાં છે અને મુખ્યમંત્રી બનવાની તેમની ઇચ્છા સ્વાભાવિક છે, પણ હાલ પદ ખાલી નથી.

વધુ વાંચો: 'પહેલા હું માંસાહારી હતો, ગંગા સ્નાન પછી એવા ચમત્કારો થયા કે શાકાહારી બની ગયો'

vtv app promotion

દલિત મુખ્યમંત્રીની માંગ પણ ઉઠી

આ વચ્ચે સિદ્ધારમૈયાના સ્થાન પર દલિત મુખ્યમંત્રી બનાવવાની માંગ પણ ઉઠી છે. સમાજ કલ્યાણ મંત્રી એચ.સી. મહાદેવપ્પાએ જણાવ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તેમણે ભાર મૂક્યો કે “કોઈ એવું નથી કહેતો કે દલિત મુખ્યમંત્રી ન બની શકે.” દલિત નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમનું આંદોલન ચાલુ રહેશે, પરંતુ અંતિમ નિર્ણય હાઈકમાન્ડ પર નિર્ભર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Siddaramaiah DK Shivakumar Karnataka Politics

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ