બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : પહાડોમાં શું બન્યું? કપલનું રહસ્યમયી હનીમૂન, ખાઈમાંથી મળી હસબંડની લાશ, વાઈફ હજુ પણ ગુમ
Last Updated: 09:22 AM, 3 June 2025
હનીમૂન પરથી ગુમ થયેલ મધ્યપ્રદેશના ઈન્દોરના કપલ રાજા રઘુવંશી અને સોનમને લઈને એક મોટા સમાચાર સામે આવ્યાં છે. મેઘાલયના શિલોંગમાં 23 મેથી ગુમ થયેલ આ કપલમાંથી હસબંડ રાજા રઘુવંશીની લાશ મળી છે જ્યારે તેની પત્ની સોનમ હજુ પણ લાપત્તા છે. આશંકા છે કે પહાડી વિસ્તારમાં કપલની હત્યા કરીને લાશ ફેંકી દેવાઈ છે અથવા તો તેમની સાથે બીજી કોઈ દુર્ઘટના બની હોઈ શકે છે.
ADVERTISEMENT
My friend raja and sonam raghuvanshi from Indore who were in Meghalaya on a honeymoon have gone missing in East Khasi Hills district
— Ritik Yadav (@RitikY20767) May 29, 2025
The Government of Meghalaya is urged to take prompt and decisive action to locate the missing couple@CMO_Meghalaya@BJP4Meghalaya @MeghalayaPolice pic.twitter.com/n4FRjDCDyZ
23મેના દિવસે ગુમ થયું હતું કપલ
ADVERTISEMENT
મધ્યપ્રદેશના ઈન્દોરના નવ પરિણીત યુગલ મેઘાલયના શિલોંગમાં 23 મેથી ગુમ થયું હતું. રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ રઘુવંશી નામનું આ કપલ લગ્ન કરીને હનીમૂન મનાવવું આ કપલ અચાનક પહાડોમાં ગુમ થઈ ગયું હતું. પોલીસે તેમની શોધખોળ માટે 5 ટીમો બનાવી છે જેણે મેપિંગ કરીને સર્ચ ઓપરેશન શરુ કરી દીધું છે જેમાં ઝાડીઓ પાસેના ખાડામાં બે બેગ પડી હોવાનું મળી આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે કપલની બેગ છે.
Indore Couple Missing In Shillong: Husband's Body Foung In Gorgre, Wife Still Missing#Indore #MadhyaPradesh #Shillong #indorecouplemissing #MPNews pic.twitter.com/cT7ZzrI4Fo
— Free Press Madhya Pradesh (@FreePressMP) June 2, 2025
ADVERTISEMENT
શું હતો મામલો
રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના લગ્ન 11મી મેના રોજ થયા હતા. આ પછી, તેઓ તેમના હનીમૂન ઉજવવા માટે બહાર ગયા. તે 20 મેના રોજ ઇન્દોરથી બેંગલુરુ પહોંચ્યાં અને ત્યાંથી ગુવાહાટી અને કામાખ્યા દેવીના દર્શન કર્યા. આ પછી, 23 મેના રોજ, તેઓ મેઘાલયની રાજધાની શિલોંગ જવા રવાના થયા. રાજા અને સોનમ શિલોંગ પહોંચ્યા ત્યાં સુધી તેમના પરિવારના સંપર્કમાં રહ્યા. પરંતુ 23 મે પછી તેમનો સંપર્ક તૂટી ગયો હતો.
ADVERTISEMENT
શું બોલ્યાં એસપી વિવેક સિમ
એસપી વિવેક સિમના જણાવ્યા અનુસાર, રાજા અને સોનમ જ્યાં ગયા હતા તે સ્થળોનું સંપૂર્ણ મેપિંગ કરવામાં આવ્યું હતું. એવું બહાર આવ્યું કે આ દંપતી એક પ્રવાસી માર્ગદર્શક સાથે નોંગરિયાટ ગામમાં 'લિવિંગ રૂટ્સ બ્રિજ' ની મુલાકાતે ગયું હતું. તેણે ત્યાં રાત વિતાવી હતી. મંગળવાર, 27 મેના રોજ સૂર્યાસ્ત પછી શોધ અને બચાવ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. બુધવાર, 28 મેના રોજ વધુ લોકો સાથે શોધ હાથ ધરવામાં આવશે. અધિકારીઓએ અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ પાસે કોઈ માહિતી હોય તો તેણે તાત્કાલિક આગળ આવવું જોઈએ.
ADVERTISEMENT
મામલો અમિત શાહ સુધી પહોંચ્યો
ADVERTISEMENT
કપલના અચાનક ગાયબ થવાનો મામલો ગંભીર બની ગયો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવથી લઈને ગૃહમંત્રી અમિત શાહ સુધી, બધાએ આ મામલાની નોંધ લીધી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ મામલે મેઘાલયના સીએમ કોનરાડ સંગમા સાથે વાત કરી છે. દરમિયાન, ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે તેમણે આ મામલો ગૃહમંત્રી અમિત શાહના ધ્યાન પર લાવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.