ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / BIG BREAKING : અમદાવાદ પ્લેન ક્રેશના ચાર જ દિવસ બાદ કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત

ઉત્તરાખંડ / BIG BREAKING : અમદાવાદ પ્લેન ક્રેશના ચાર જ દિવસ બાદ કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત

Last Updated: 08:26 AM, 15 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પ્લેન ક્રેશના ચાર દિવસ બાદ ઉત્તરાખંડના કેદારનાથ એક હેલિકોપ્ટર ક્રેશ થતાં 7 લોકોના મોત થયાં હતા.

ADVERTISEMENT

અમદાવાદ પ્લેન ક્રેશના ચાર દિવસ બાદ હવે બીજી મોટી હવાઈ દુર્ઘટના બની છે. ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં રવિવારે કેદારનાથ રૂટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં 7 લોકોના મોત થયાં હતા. આ હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતું, ગૌરીકુંડ અને ત્રિજુગીનારાયણ નારાયણ વચ્ચે ખરાબ હવામાનને કારણે તે ક્રેશ થયું હતું.

તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન

આ દુર્ઘટના બાદ તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન શરુ કરી દેવાયું હતું. NDRF અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઉત્તરાખંડના ADG Law and Order ડૉ. વી. મુરુગેશન પણ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

મૃતક 7 લોકોમાં 2 વર્ષનું બાળક પણ સામેલ

હેલિકોપ્ટરમાં કુલ સાત લોકો સવાર હતા. આ દુ:ખદ અકસ્માતમાં સાતેય લોકોના મોત થયા છે, મૃતકોમાં એક 23 મહિનાનો બાળક પણ છે. NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.

ઘાસ કાપતી મહિલાઓએ હેલિકોપ્ટર ક્રેશની જાણ કરી

ગૌરીકુંડ ઉપર ઘાસ કાપતી નેપાળી મૂળની મહિલાઓએ હેલિકોપ્ટર ક્રેશની જાણ કરી હતી. મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં એક છોકરીનો પણ સમાવેશ થાય છે. હેલિકોપ્ટર ગૌરી માઈ ખાર્ક ઉપરના જંગલમાં પડી ગયું છે. SDRF ટીમ હવે ઘટનાસ્થળે પહોંચી રહી છે. હેલિકોપ્ટર અકસ્માતમાં BKTC કર્મચારી વિક્રમ સિંહ રાવત પણ ઘાયલ થયા હતા.

વધુ વાંચો : પ્લેન ક્રેશમાં પત્ની-પુત્રીના મોત બાદ એકલા બચેલાં અમદાવાદી અશોક સાથે બન્યું ભારે હેરાનીભર્યું, જાણીને આંચકો લાગશે

તાજેતરના સમયમાં ઘણા હેલિકોપ્ટર ક્રેશ

આ ચારધામ યાત્રા દરમિયાન, વિવિધ ધામો પર હેલિકોપ્ટર ઘણી વખત ક્રેશ થયા છે. ઉપરાંત, હેલિકોપ્ટરનું ઘણી વખત ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં, એક હેલિકોપ્ટર રસ્તાની વચ્ચે ક્રેશ થયું હતું. ચારધામ યાત્રાની શરૂઆતમાં, એક હેલિકોપ્ટર પણ એક વખત ક્રેશ થયું હતું, જેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતોને ધ્યાનમાં રાખીને, કેદારનાથ રૂટ પર હેલિકોપ્ટરની ટ્રીપની સંખ્યા ઘટાડવામાં આવી છે. દરરોજ 60 હેલિકોપ્ટર ટ્રીપ ઘટાડવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સરેરાશ હેલિકોપ્ટર દરરોજ 200 થી 250 ટ્રીપ કરે છે. સતત અકસ્માતો બાદ DGCA એ આ નિર્ણય લીધો છે. DGCA એ કેદારનાથ રૂટ પર કડક નિયમો લાગુ કર્યા છે. આ નવા આદેશ મુજબ, ગુપ્તકાશીથી હેલિકોપ્ટર કલાકમાં બે વાર ઉડાન ભરશે. હેલિકોપ્ટર 8 કલાકમાં કુલ 16 વખત ઉડાન ભરી શકશે.

અમદાવાદ પ્લેન ક્રેશના ચાર દિવસ બાદ બીજી મોટી હવાઈ દુર્ઘટના

ઉલ્લેખનીય છે કે 12 જુને અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું જેમાં 275થી વધુ લોકોના મોત થયાં હતા. આ ઘટનાના ચાર દિવસ બાદ બીજી મોટી હવાઈ દુર્ઘટના બનતાં દેશમાં ખરેખર ચિંતાનું મોજું ફેલાયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

kedarnath helicopter NEWS kedarnath helicopter crash kedarnath helicopter crash news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ