બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:57 PM, 14 October 2025
Rahul Gandhi Visited IPS Puran Kumar Family: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે ચંદીગઢ જઈને IPS અધિકારી વાય. પૂરણ કુમારના પરિવારને મળ્યા. રાહુલ ગાંધીએ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું અને કહ્યું કે આરોપી અધિકારીઓની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. તેમણે કહ્યું કે આ કોઈ એક પરિવારનો મામલો નથી પરંતુ દલિતોની ઓળખ સાથે જોડાયેલો છે. દલિતોને હેરાન કરવાએ ખોટું છે. રાહુલે કહ્યું કે હું પીએમ અને હરિયાણાના મુખ્યમંત્રીને બંને દીકરીઓને આપેલા વચનને પૂર્ણ કરવા અપીલ કરું છું. સરકારે નાટક બંધ કરવું જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે સીએમ નાયબ સૈનીએ પરિવારને ખાતરી આપી હતી કે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ADVERTISEMENT
LoP Shri @RahulGandhi visited the residence of late Shri Y. Puran Kumar (IPS) in Chandigarh today to offer his heartfelt condolences to the bereaved family.
— Congress (@INCIndia) October 14, 2025
Haryana IPS officer Shri Y. Puran Kumar was compelled to take his own life after facing caste-based discrimination.
The… pic.twitter.com/FvJ2V79qEj
રાહુલે વધુમાં કહ્યું કે કે દોષિતની ધરપકડ થવી જોઈએ. આ ફક્ત આત્મહત્યા નથી, પરંતુ એક અસંવેદનશીલ વ્યવસ્થા અને જાતિ ભેદભાવની નિષ્ફળતાનું પરિણામ છે. એક પ્રામાણિક અધિકારી, જેમણે આખું જીવન કાયદા અને ન્યાય માટે કામ કર્યું તેમને આ વ્યવસ્થાએ જ આત્મહત્યા કરવા મંજૂર કર્યા. વાય. પૂરણ કુમાર જેવા અધિકારીઓ આપણી વ્યવસ્થાની કરોડરજ્જુ છે. જો તેમને ન્યાય નહીં મળે, તો તે દરેક પ્રામાણિક અધિકારીનું મનોબળ તૂટી જશે. આ દેશની સમગ્ર વહીવટી વ્યવસ્થાના આત્માનો પ્રશ્ન છે. તેમણે કહ્યું કે આ મુદ્દો સંસદ સત્રમાં પણ ઉઠાવવામાં આવશે.
ADVERTISEMENT
#WATCH | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi arrives at the residence of Haryana IPS officer late Y. Puran Kumar in Chandigarh, who died by suicide, to meet his family pic.twitter.com/yW8OUwyhLF
— ANI (@ANI) October 14, 2025
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ કહ્યું કે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે આ લડાઈ લડશે. તેમણે તે અધિકારીના પત્ની, IAS અમાનિત પી. કુમારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી. આ કેસને દેશવ્યાપી ધ્યાન મળ્યું છે તે જોતાં, રાહુલ ગાંધી આગામી સંસદ સત્રમાં આ મુદ્દો ઉઠાવી શકે છે. તેમની સાથે હરિયાણા મામલાના પ્રભારી બી.કે. હરિપ્રસાદ, પ્રદેશ પ્રમુખ રાવ નરેન્દ્ર સિંહ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડા, સાંસદ દીપેન્દ્ર હુડા, સાંસદ કુમારી શેલજા અને કાર્યકારી પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર ભારદ્વાજ પણ હાજર હતા.

ADVERTISEMENT
રાહુલ ગાંધીએ કહ્યું,
ADVERTISEMENT
"સંદેશ એ છે કે તમે ગમે તેટલા સફળ, બુદ્ધિશાળી કે સક્ષમ હોવ, જો તમે દલિત છો, તો તમને દબાવીને હાંકી કાઢવામાં આવી શકે છે. આ અમારા માટે અસ્વીકાર્ય છે. વિપક્ષના નેતા તરીકે, મારો પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી સૈનીને સંદેશ છે કે અધિકારીની અંતિમયાત્રાને આગળ વધવા દેવામાં આવે અને આ નાટકનો અંત લાવવામાં આવે. હું પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી સૈનીને સ્પષ્ટ સંદેશ આપવા માંગુ છું કે આ કેસમાં આરોપી અધિકારીઓ સામે કાર્યવાહી કરો. તેમની બે પુત્રીઓ, જેમણે પોતાના પિતા ગુમાવ્યા છે, તેઓ ભારે દબાણ હેઠળ છે. કૃપા કરીને આ પરિવાર પરનું દબાણ ઓછું કરો."
વધુ વાંચો: સુશાંત સિંહ રાજપૂતના બનેવી બન્યાં નવા DGP, IPS આપઘાતમાં નામ આવતાં જુના DGPની હકાલપટ્ટી
ADVERTISEMENT

આ એક દલિત દંપતી છે, અને એક વાત સ્પષ્ટ છે કે આ અધિકારીને વર્ષોથી અન્ય અધિકારીઓ દ્વારા વ્યવસ્થિત રીતે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે જેથી તેમનું મનોબળ નીચું થાય અને તેમની કારકિર્દી અને પ્રતિષ્ઠાને નુકસાન થાય. આ ફક્ત એક પારિવારિક મુદ્દો નથી. દેશમાં લાખો દલિત ભાઈ-બહેનો છે અને તેમને ખોટો સંદેશ મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.