ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Videos: અમદાવાદ બ્લાસ્ટ કરતા પણ ભયાનક દુર્ઘટના, રેલવેના પાટા પર આગનો દરિયો વહેતો થયો

ચેન્નઈ / Videos: અમદાવાદ બ્લાસ્ટ કરતા પણ ભયાનક દુર્ઘટના, રેલવેના પાટા પર આગનો દરિયો વહેતો થયો

Published By: Vidhata Gothi

Last Updated: 10:32 AM, 13 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Goods Train Caught Fire: ભયાનક દ્રશ્ય... ધૂ-ધૂ કરીને બળી રહેલા ડીઝલના વેગન. આકાશમાં ધુમાડાના વાદળો. આ દ્રશ્ય તમિલનાડુના ચેન્નઈ નજીક તિરુવલ્લુર રેલ્વે સ્ટેશન પાસેનું છે. અહીં ડીઝલ લઈ જતી માલગાડીના ચાર વેગનમાં અચાનક આગ લાગી ગઈ.

ADVERTISEMENT

Chennai Goods Train Caught Fire: ચેન્નઈ પોર્ટથી ડીઝલ લઈને જતી એક માલગાડીમાં તિરુવલ્લુર નજીક આગ લાગી ગઈ. પ્રારંભિક માહિતી અનુસાર, ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને દરમિયાન આગ લાગી ગઈ. ઘટના બાદ તરત જ ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

આખરે શું થયું?

આ ઘટના તિરુવલ્લુર રેલ્વે સ્ટેશન નજીક બની હતી. આગ પહેલા માલગાડીના એક ટેન્કરમાં લાગી હતી. થોડી જ વારમાં, આગે અન્ય ત્રણ ટેન્કરને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા. ડીઝલ ટેન્કરમાં લાગેલી આગનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ ટેન્કરોમાંથી કેટલી મોટી જ્વાળાઓ નીકળી રહી છે. ચારે બાજુ ધુમાડાના વાદળો છે.

ચાર ડબ્બામાં ભર્યું હતું ડીઝલ

રેલ્વે અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેનમાં ડીઝલ ભરેલું હતું અને આગ લાગી ગયેલા ચાર ડબ્બાને બાકીના 48 ડબ્બાને અલગ કરીને હટાવવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આ અકસ્માતને કારણે, ચેન્નઈ-અરક્કોનમ રેલ્વે વિભાગ પર ટ્રેનોની અવરજવર રોકી દેવામાં દેવામાં આવી છે.

પ્રશાસને ટ્રેનથી દૂર રહેવાની અપીલ કરી

સ્થાનિક વહીવટીતંત્ર અને રેલ્વે અધિકારીઓએ લોકોને ઘટનાસ્થળની નજીક ન જવાની અપીલ કરી છે, કારણ કે ટ્રેનમાં ખૂબ જ જ્વલનશીલ સામગ્રી છે. અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગવાનું કારણ ટ્રેનનું પાટા પરથી ઉતરી જવું છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે, અને અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આસપાસથી હટાવવામાં આવ્યા એલપીજી સિલિન્ડર

જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રતાપે જણાવ્યું કે આગ ઓલવવા માટે ફાયર અને રેસ્ક્યુના ફોમથી સજ્જ ખાસ વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નજીકના રહેણાંક વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને સાવચેતી રૂપે એલપીજી સિલિન્ડર પણ હટાવી દેવામાં આવ્યા છે. રેલ્વે પોલીસ આગના કારણની પ્રારંભિક તપાસમાં રોકાયેલી છે.

vtv app promotion

આ પણ વાંચો: CM ને રાખડી મોકલો અને 1750 રૂપિયા મેળવો સરકારે કરી નવી જાહેરાત

આગને કારણે ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ

દક્ષિણ રેલ્વેએ ટ્વીટ કર્યું કે તિરુવલ્લુર નજીક આગની ઘટનાને કારણે, સલામતીને ધ્યાનમાં રાખીને ઓવરહેડ પાવર સપ્લાય બંધ કરવામાં આવ્યો છે. આ કારણે, ટ્રેન સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મુસાફરોને મુસાફરી કરતા પહેલા અપડેટેડ સ્ટેટસ ચેક કરવાની સલાહ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tiruvallur Railway Station Chennai Train Fire Goods Train Caught Fire

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ