બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / CM ને રાખડી મોકલો અને 1750 રૂપિયા મેળવો સરકારે કરી નવી જાહેરાત

ભેટ / CM ને રાખડી મોકલો અને 1750 રૂપિયા મેળવો સરકારે કરી નવી જાહેરાત

Nidhi Panchal

Last Updated: 09:43 AM, 13 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશ સરકારે લાડલી બહેન યોજના અંતર્ગત મહિલાઓ માટે ખાસ ભેટ અને નાણાકીય સહાયમાં વધારો જાહેર કર્યો છે. રક્ષાબંધનના પાવન અવસરે દરેક બહેનને રૂ. 250ની ખાસ ભેટ મળશે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે શનિવાર, 12 જુલાઈના રોજ રાજ્યની મહિલાઓ માટે એક ખાસ ભેટની જાહેરાત કરી છે. 'લાડલી બહેન યોજના' હેઠળ મળતી સહાય રકમમાં વધારો કરવાની સાથે, મુખ્યમંત્રીએ રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને તમામ 1.27 કરોડ લાડલી બહેનો માટે 250 રૂપિયાની એક વખતની ‘રાખી ભેટ’ જાહેર કરી છે. આ ભેટ 9 ઑગસ્ટ, રવિવારના રોજ રક્ષાબંધન પહેલા વહેંચી આપવામાં આવશે. મુખ્યમંત્રીએ ઉજ્જૈન જિલ્લાના નલવા ગામ ખાતે યોજાયેલા રાજ્યસ્તરીય કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, "રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમ અને બંધનનું પવિત્ર પ્રતિક છે. રાજ્ય સરકાર એ સુનિશ્ચિત કરશે કે દરેક લાડલી બહેનને આ ભેટ સમયસર મળે."

mohan-yadav-2

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે હાલ લાડલી બહેન યોજના હેઠળ મળતી માસિક સહાય રૂ. 1,250 છે, જે હવે ઓક્ટોબર મહિનાથી વધારીને રૂ. 1,500 કરવામાં આવશે. આ વધારો દિવાળી પછી તરત જ, 23 ઓક્ટોબર ભાઈબીજના દિવસે લાગુ થશે. મુખ્યમંત્રીએ વધુમાં રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરતા જણાવ્યું કે લાંબા ગાળે આ સહાય વધારીને મહિનના રૂ. 3,000 સુધી લઈ જવાની યોજના છે.

કાર્યક્રમ દરમિયાન શું કહ્યું ?

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ 26મા હપ્તા રૂપે 1.27 કરોડ લાભાર્થીઓના ખાતામાં રૂ. 1,543.16 કરોડની નાણાકીય સહાય સીધી ટ્રાન્સફર કરી. ઉપરાંત, PM ઉજ્જવલા યોજના હેઠળ 30 લાખથી વધુ મહિલાઓને રૂ. 46.34 કરોડની LPG સબસિડી આપવામાં આવી અને 56.74 લાખ પેન્શન લાભાર્થીઓને રૂ. 340 કરોડ આપવામાં આવ્યા.

app promo3

આ પણ વાંચો : રાધિકા યાદવ પર પિતાએ લગાવ્યા હતા અનેક પ્રતિબંધ, લવ જેહાદના એંગલ પર ખુલાસો

લાડલી બહેન યોજના પ્રારંભિક રીતે પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણે 10 જૂન 2023ના રોજ શરૂ કરી હતી. શરૂઆતમાં આ યોજનાની સહાય માત્ર 1,000 રૂપિયા હતી, જે સમયાંતરે વધારવામાં આવી છે. 2023ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મજબૂત પ્રદર્શન પાછળ લાડલી બહેન યોજના પણ એક મહત્વપૂર્ણ પરિબળ બની હતી. આ નવી જાહેરાત રાજ્ય સરકારના મહિલાઓ પ્રત્યેના કટિબદ્ધતા અને સશક્તિકરણના આશયને વધુ મજબૂત બનાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rakshabandhan Gift Ladli Behna Yojana Mohan Yadav Announcemen
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ