ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / રાધિકા યાદવ પર પિતાએ લગાવ્યા હતા અનેક પ્રતિબંધ, લવ જેહાદના એંગલ પર ખુલાસો

ખુલાસો / રાધિકા યાદવ પર પિતાએ લગાવ્યા હતા અનેક પ્રતિબંધ, લવ જેહાદના એંગલ પર ખુલાસો

Published By: Nidhi Panchal

Last Updated: 09:25 AM, 13 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રીય ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા કેસમાં નિત્ય નવનવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે તેની નજીકની મિત્ર હિમાંશિકા સિંહે ખુલીને વાત કરી છે અને પિતા પર ગંભીર આરોપો લગાવ્યા છે.

ADVERTISEMENT

હરિયાણાના ગુરુગ્રામમાં બનેલો ટેનિસ ખેલાડી રાધિકા યાદવનો હત્યા કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. દરરોજ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે અને હવે રાધિકાની સૌથી નજીકની મિત્ર ગણાતી હિમાંશિકા સિંહ રાજપૂત, જે પોતે પણ ટેનિસ ખેલાડી છે, એણે આ કેસ પર મોટું નિવેદન આપ્યું છે. હિમાંશિકાએ એક વિડીયો શેર કરીને જણાવ્યું કે રાધિકા ઘરમાં ઘણી બધી પ્રતિબંધો હેઠળ જીવી રહી હતી. તેણે પોતાનું જીવન જીવવામાં સ્વતંત્રતા નહોતી. વિડીયો કોલ પર પણ તે કહેતી કે તે હિમાંશી સાથે જ વાત કરી રહી છે, કેમ કે તેને દરેક વખતે જણાવવું પડતું કે તે કોની સાથે વાત કરી રહી છે.

radhika-2

રાધિકા યાદવની હત્યા ગુરુગ્રામના સેક્ટર-57 વિસ્તારમાં સુશાંત લોક ફેઝ-2માં થઈ હતી. પોલીસે તપાસમાં ખુલ્યું હતું કે રાધિકાના પિતા દીપક યાદવ તેના ટેનિસ એકેડેમી ચલાવવાને લઈ ગુસ્સામાં હતા. રિપોર્ટ અનુસાર, પિતાએ રાધિકાને ટેનિસ એકેડેમી બંધ કરવાની વારંવાર વાત કરી હતી, પણ રાધિકા એ વાત સાંભળતી નહોતી. અંતે, દીપક યાદવએ પોતાની જ પુત્રીને પાંચ ગોળી મારી દીધી, જેમાંથી ચાર ગોળી વાગી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તેનું મૃત્યુ થઈ ગયું હતું.

વીડિયોમાં સ્પષ્ટા

પોલીસએ દીપક યાદવની ગુનાના સ્થળેથી જ ધરપકડ કરી હતી અને હાલમાં તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. હિમાંશિકા સિંહે તેના વીડિયોમાં આ હત્યા પાછળ લવ જેહાદના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે આ દિશામાં કોઇ પુરાવા નથી. તેણે કહ્યું કે રાધિકા બહુ સમયથી દબાણ હેઠળ હતી. તેના પિતા તેના કપડા, મિત્રો અને જીવનશૈલી વિશે સતત ટીકા કરતા હતા. તેણે પોતાના અનુભવ શેર કરતાં કહ્યું કે રાધિકા ખુદને ઘરમાં ગૂંગળાયેલી મહેસૂસ કરતી હતી. તે હંમેશા કહેતી કે તેના પર કોઇ નિયંત્રણ નથી, છતાં બધું નિયંત્રિત હતું.

શું કહ્યું છે હિમાંશિકા સિંહે જોવો વીડિયો

તેના પિતા જ તેના દુશ્મન

રાધિકા એક પ્રતિભાશાળી ખેલાડી હતી. તે નાની ઉંમરે સફળતા મેળવી રહી હતી અને તેણે પોતાની ટેનિસ એકેડેમી પણ શરૂ કરી હતી. હિમાંશિકા અનુસાર, તે ખૂબ મહેનતી હતી અને વિદ્યાર્થીઓ પણ તેને ખૂબ પસંદ કરતાં હતા. પરંતુ તેના પિતા અને કેટલાક લોકો તેની સફળતાથી ઈર્ષ્યા કરતા હતા. અંતે, તેના પિતાએ તેને જિંદગીથી દૂર કરી નાખી.

app promo3

આ પણ વાંચો : VIDEO: ભાજપના નેતાએ સ્મશાનમાં રંગ મહેલ ખડો કર્યો? હાઇવે બાદ હવે સ્મશાનમાં રંગરેલિયા

આ કેસ અનેક પ્રશ્નો ઉભા કરે છે શું પરિવારના દબાણથી એક યુવાન પ્રતીભાવાન યુવતીનું જીવન છીનવી શકાય? શું આપણો સમાજ હજી પણ મહિલાની સ્વતંત્રતાને સ્વીકારી શકતું નથી? પોલીસની આગળની તપાસમાં વધુ ખુલાસાઓ સામે આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Himanshika Singh mrdr case Radhika Yadav Case

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ