બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:08 PM, 15 June 2025
શ્રીરામ જન્મભૂમિ મંદિરના પહેલા માળે આવેલું રામ દરબાર શનિવારથી ભક્તો માટે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મોડી સાંજે આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. મંદિરમાં આવતા ભક્તોને રામ લલ્લા સાથે રામ દરબારના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમ રામ લલ્લાના દર્શન માટે પાસ આપવામાં આવે છે. તેવી જ રીતે રામ દરબારના દર્શન માટે પણ પાસ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ADVERTISEMENT
પહેલે માળે બિરાજમાન છે રામ દરબાર
અયોધ્યામાં રામ મંદિરના પહેલા માળે સ્થાપિત રામ દરબાર હવે ભક્તો માટે ખોલવામાં આવ્યો છે. રામ લલ્લાની જેમ જ અહીં પણ દર્શન માટે પાસ લેવા પડશે. રામ દરબારના દર્શનની વ્યવસ્થા શરૂ કરવાનો નિર્ણય શનિવારે મોડી સાંજે લેવામાં આવ્યો હતો. તેથી શનિવારે ફક્ત બે સ્લોટ (સાંજે 5 થી 7 અને રાત્રે 7 થી 9) માટે મર્યાદિત સંખ્યામાં પાસ જારી કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
दक्षिणे लक्ष्मणो यस्य वामे तु जनकात्मजा।
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) June 5, 2025
पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनम्॥
जिसके दाहिने लक्ष्मण हैं, बाएँ जनकनंदिनी सीता हैं, और जिसके सम्मुख पवनपुत्र हनुमान हैं, मैं उन रघुकुलनंदन श्रीराम को नमस्कार करता हूँ।
On whose right stands Lakshmana, on whose left Sita ji, and… pic.twitter.com/Nbh5lnuKiY
શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દર્શનની પરંપરા હવે એક નવા અને ભવ્ય સ્વરૂપમાં પરિવર્તિત થઈ ગઈ છે. ભક્તો હવે રામ લલ્લાના બાળ સ્વરૂપ જ નહીં. પરંતુ સમગ્ર રામ દરબાર - રાજા રામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના દર્શન કરી શકશે. આ નવી દર્શન વ્યવસ્થા આજથી અમલમાં આવી ગઈ છે. જેના કારણે ભક્તોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
દર્શન માટે 6 સ્લોટ, દરેક સ્લોટમાં 300 ભક્તો
દર્શન સુવિધાને વ્યવસ્થિત અને સુગમ બનાવવા માટે રામ મંદિર ટ્રસ્ટે આખા દિવસને છ ભાગમાં વહેંચ્યો છે. દરેક સ્લોટમાં વધુમાં વધુ 300 ભક્તો દર્શન કરી શકશે. દરેક સ્લોટ માટેનો સમય બે કલાક રાખવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ મુજબ રહેશે ટાઈમ સ્લોટ
ADVERTISEMENT
દરેક સ્લોટમાં દર્શન માટે કુલ 300 પાસ
દરેક સ્લોટમાં કુલ 300 પાસ આપવામાં આવશે. આ પાસ બે સંસ્થાઓ, જિલ્લા વહીવટીતંત્ર અને રામ મંદિર ટ્રસ્ટ વચ્ચે વહેંચવામાં આવ્યા છે. બંનેને દરેક સ્લોટ માટે 150-150 પાસ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT

પાસની બે શ્રેણીઓ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર વચ્ચે દરેક સ્લોટ માટે કુલ 150 પાસ ફાળવવામાં આવ્યા છે. આ પાસને બે શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે. દરેક સ્લોટ માટે 300 પાસમાંથી 150 પાસ જિલ્લા વહીવટીતંત્રને અને 150 પાસ ટ્રસ્ટને આપવામાં આવશે. આમાંથી 100 પાસ ખાસ દર્શન માટે અને 50 પાસ સરળ દર્શન માટે હશે. આ પાસ દ્વારા ભક્તો માટે વધુ સારો અને શાંતિપૂર્ણ દર્શન અનુભવ સુનિશ્ચિત કરવામાં આવશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મીડિયા ઇન્ચાર્જ શરદ શર્માએ જણાવ્યું હતું કે
ભક્તોને વધુ સારો અનુભવ આપવાના ઉદ્દેશ્યથી આ નવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ભક્તોને દર્શનનો વ્યવસ્થિત અને આરામદાયક અનુભવ આપવા માટે આ ખાસ પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે રામલલા સાથે સમગ્ર રામ દરબાર દર્શનાર્થીઓને દેખાશે.

રામ દરબારનો પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ 5 જૂનના રોજ પૂર્ણ થયો હતો. આ પ્રસંગે શ્રી રામના શાહી સ્વરૂપની સાથે, રામ જન્મભૂમિ સંકુલમાં નવા બનેલા આઠ મંદિરોમાં મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામની સાથે, રામ દરબારમાં માતા સીતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. ટ્રસ્ટ અનુસાર મંદિર સંકુલમાં અન્ય દેવતાઓની પણ સ્થાપના કરવામાં આવી છે. ઈશાન ખૂણામાં ભગવાન શિવ, દક્ષિણપૂર્વમાં ભગવાન ગણેશ, દક્ષિણમાં હનુમાનજી, દક્ષિણ પશ્ચિમમાં સૂર્યદેવ, વાયવ્યમાં ભગવતી દેવી, ઉત્તરમાં માતા અન્નપૂર્ણા.
વધુ વાંચો: મૃતદેહ લઈને જતી એમ્બ્યુલન્સ પિકઅપ સાથે અથડાઈ, પાંચ લોકોના કમકમાટીભર્યા મોત

નાગર શૈલીમાં બનેલ ભવ્ય મંદિર
આ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનેલું છે. તેની લંબાઈ 360 ફૂટ, પહોળાઈ 235 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે. તે 2.77 એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને ત્રણ માળની રચનામાં બનેલું છે. તેમાં કુલ 392 કોતરેલા સ્તંભો, 44 દરવાજા અને હિન્દુ દેવી-દેવતાઓની સમૃદ્ધ શિલ્પકૃતિઓ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.