બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મૃતદેહ લઈને જતી એમ્બ્યુલન્સ પિકઅપ સાથે અથડાઈ, પાંચ લોકોના કમકમાટીભર્યા મોત

દુખદ / મૃતદેહ લઈને જતી એમ્બ્યુલન્સ પિકઅપ સાથે અથડાઈ, પાંચ લોકોના કમકમાટીભર્યા મોત

Priyankka Triveddi

Last Updated: 11:10 AM, 15 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રવિવારની સવારે એક્સપ્રેસ વે પર એક ગંભીર અકસ્માત થયો હતો. એમ્બ્યુલન્સમાં જઈ રહેલા 6 માંથી 5 લોકો મોતને ભેટયા હતા.

Purvanchal Express Way Accident: રવિવારે વહેલી સવારે એક્સપ્રેસ વે પર એમ્બ્યુલન્સ પાછળથી આવતા પિકઅપ ટ્રક સાથે અથડાઈ હતી. આ ટક્કત એટલી ગંભીર હતી કે એમ્બ્યુલન્સના ટુકડા થઈ ગયા હતા. આ એમ્બ્યુલન્સમાં 2 ડ્રાયવર ઉપરાંત 5 મુસાફરતો જઈ રહ્યા હતા અને તેમાંથી 5 નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી છે. આ ઘટના રવિવારે સવારે લગભગ 5.30 આસપાસ બની હોવાનું સામે આવ્યું છે

આ અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માતની જાણ થતાં જ DM સંજય કુમાર ચૌહાણ, SP અપર્ણા રજત કૌશિક, યુપીડીએ ટીમ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાહત અને બચાવ કાર્ય બાદ વાહનોને હટાવી લેવામાં આવ્યા હતા અને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માતનું કારણ વધુ ઝડપ અને ડ્રાઇવરને ઊંઘ આવી રહી હોવાનું માનવામાં આવે છે.

આ અકસ્માત ઉત્તરપ્રદેશના અમેઠીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર થયો હતો. જ્યાં મૃતદેહ લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સ પિકઅપ વાં સાથે અથડાઇ હતી. અને 5 મૃતકો માંથી 2 એમ્બ્યુલન્સના ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં રાજકુમાર, રવિ, ફુલો, આબિદ અને સરફરાઝનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. જ્યારે શંભુ રાય ગંભીર રીતે ઘાયલ થયા. પ્રાથમિક સારવાર બાદ તેમને જિલ્લા હોસ્પિટલ અને ત્યારબાદ એઈમ્સ રાયબરેલીમાં રિફર કરવામાં આવ્યા.

મળતી માહિતી મુજબ હરિયાણાના ફિરોઝપુરમાં રહેતા અશોક શર્માના મૃત્યુ પછી તેમના મૃતદેહને બિહારના સમસ્તીપુર સ્થિત તેમના વતન ગામ લઈ જવામાં આવી રહ્યો હતો. એમ્બ્યુલન્સમાં તેમના પુત્ર રાજકુમાર શર્મા ઉર્ફે સતીશ શર્મા (26), રામભદ્રપુરના રહેવાસી, તે જ ગામના રવિ શર્મા (28), રવિ ટોલા, હાથૌડીના રહેવાસી, સંબંધી ફુલો શર્મા (45) અને પૂર્ણાહી ગામનો રહેવાસી શંભુ રાય (46) મુસાફરી કરી રહ્યા હતા. હરિયાણાના નુહ જિલ્લાના આબિદ (28) અને સરફરાઝ (30) પણ તેમની સાથે હતા.

વધુ વાંચો: પ્લેન ક્રેશ બાદ લાશોની સોંપણી શરુ, મહિલાની પહેલી ડેડબોડી પરિવારને સોંપાઈ, દફનવિધિમાં આંસુનો દરિયો

Vtv App Promotion 2

મૃતકો વિશેની માહિતી

1.રાજકુમાર શર્મા ઉર્ફે સતીશ શર્મા પુત્ર અશોક શર્મા, રહે રામ ભદ્રપુર પોલીસ સ્ટેશન કલ્યાણપુર જિલ્લો સમસ્તીપુર બિહાર.

2.રવિ શર્મા પુત્ર બલરામ, નિવાસી રામ ભદ્રપુર પોલીસ સ્ટેશન કલ્યાણપુર જિલ્લો સમસ્તીપુર બિહાર.

3.સરફરાઝ નલ્હાર હરિયાણાનો રહેવાસી.

4.ફિરોઝપુર પોલીસ સ્ટેશન અને જિલ્લા નૂહ હરિયાણાના રહેવાસી હમીદનો પુત્ર આબીદ.

5.મૃતક રામ પ્રસાદ શર્માનો પુત્ર ફુલો શર્મા, રવિ ટોલા પોલીસ સ્ટેશન હથૌરી જિલ્લો સમસ્તીપુર બિહાર નિવાસી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amethi News Ambulance Pickup van accident Accident on purvanchal expressway,
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ