ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભારત / પ્લેન ક્રેશ બાદ લાશોની સોંપણી શરુ, મહિલાની પહેલી ડેડબોડી પરિવારને સોંપાઈ, દફનવિધિમાં આંસુનો દરિયો
Last Updated: 10:08 AM, 15 June 2025
ADVERTISEMENT
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલા મુસાફરોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ડીએનએ દ્વારા પુષ્ટિ થયા બાદ, ખેડા જિલ્લાના ડાકોરના રહેવાસી પૂર્ણિમાબેન પટેલનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો છે. મૃતદેહ તેમના ઘરે પહોંચતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મોટી સંખ્યામાં લોકો અંતિમ સંસ્કારમાં જોડાયા હતા અને અશ્રુભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી હતી. ભીની આંખોથી તેમને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ, તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ડાકોર સ્મશાનગૃહ લઈ જવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
પૂર્ણિમાબેન પટેલ દીકરાને મળવા લંડન જતાં હતા
પૂર્ણિમા પટેલ દીકરાને મળવા લંડન જતા હતા. તેઓ પણ અમદાવાદમાં ક્રેશ થયેલી હતભાગી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં હતા અને મોતને ભેટ્યાં હતા.
ADVERTISEMENT
ડીએનએ મિલાનનું કામ ધમધોકાર ચાલુ
ADVERTISEMENT
હાલમાં લાશોની ઓળખવિધિ માટે ડીએનએ ટેસ્ટ કરાઈ રહ્યાં છે, ઓળખ થયા બાદ પરિવારને લાશ સોંપવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ