બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:18 PM, 30 December 2025
Amit Shah at West Bengal: ગૃહમંત્રી અમિત શાહ હાલ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે અને ઇલેક્શન પહેલા આ યાત્રા ખૂબ મહત્ત્વની રહેશે. અમિત શાહે કલક્તામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને જેમાં એમણે BJPની સરકારમાં વિકાસ ઝડપી થશે તેમ કહ્યું હતું અને સાથે હાલની TMC સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે
ADVERTISEMENT
" બંગાળમાં ઘૂસણખોરી કરતાં લોકોને પકડી પકડીને બહાર નિકાળીશું, વિકાસને ઝડપી કરીશું અને બંગાળની સંસ્કૃતિ અને વિરાસતને ફરીથી જીવંત કરીશું."
હોમ મિનિસ્ટર અમિત શાહે કહ્યું કે બંગાળની સીમામાં ચાલી રહેલી ઘૂસણખોરી માત્ર એક રાજ્યની જ નહીં પરંતુ આખા દેશની સુરક્ષાને લાગતો મામલો છે. તેમણે જોર આપીને કહ્યું કે આ દેશની સંસ્કૃતિ અને સુરક્ષાને બચવવા માટે બંગાળની સીમાઓની સીલ કરે તેવી સરકારની બંગાળને જરૂર છે. શાહે દાવો કર્યો કે આ કામ TMC નહીં કરી શકે આ માત્ર BJP જ જ કરી શકે છે.
ADVERTISEMENT
Live from the press conference in Kolkata, West Bengal.
— Amit Shah (@AmitShah) December 30, 2025
পশ্চিমবঙ্গের কলকাতা থেকে সরাসরি সাংবাদিক সম্মেলন। https://t.co/cpiLQd4IKO
અમિત શાહે કહ્યું કે
ADVERTISEMENT
" 14 વર્ષોથી ભ્રષ્ટાચાર બંગાળની ઓળખ બનેલું છે. 15 એપ્રિલ 2026 પછી જ્યારે બંગાળમાં ભાજપની સરકાર બનશે ત્યારે બંગ ગૌરવ, બંગ સંસ્કૃતિ અને તેના પુનર્જાગરણની અમે શરૂઆત કરીશું. વિવેકાનંદજી, બંકિમ બાબુ, ગુરુદેવ ટાગોર અને શ્યામા પ્રસાદ મુખર્જીના સપનાનું બંગાળ બનાવવાની કોશિશ કરીશું. "
ગૃહમંત્રીએ કહ્યું કે " TMCના 15 વર્ષના શાસનમાં ભય, ભ્રષ્ટાચાર, કુશાસન અને ખાસ કરીને ઘૂસણખોરોના લીધે બંગાળની જનતા ડરેલી છે. અમે બંગાળની જનતાને આશ્વાસન આપવા માંગીએ છીએ અને પ્રોમિસ પણ કરીએ છીએ કે મોદીજીના નેતૃત્વમાં ભાજપ સરકાર આવતાની સાથે જ અંહિયાની વિરાસતને ફરી જીવંત કરશે, વિકાસની ગંગા ફરી ઝડપથી વહેશે અને ગરીબ કલ્યાણને પ્રાથમિકતા મળશે. આજે 30 ડિસેમ્બરનો દિવસ દરેક ભારતીય માટે એક ખાસ ગૌરવનો દિવસ છે કારણ કે આજના દિવસે જ 1943 માં બંગાળની ભૂમિએ સુપુત્ર, દેશના મહાન સ્વતંત્ર સેનાની સુભાષ ચંદ્ર બોઝે પોર્ટબ્લેરમાં આઝાદ ભારતનો ધ્વજ ફરકાવ્યો હતો. આ એક રીતે આપણી આઝાદીના સંગ્રામમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. વર્ષો પચ્ચી આજે જ્યારેએ અમે બંગાળને જોઈએ છીતે ત્યારે બંગાળ માટે 30 ડિસેમ્બરથી લઈને એપ્રિલ સુધીનો સમય મહત્ત્વપૂર્ણ છે. "
ADVERTISEMENT

ADVERTISEMENT
વધુમાં પ્રેસને સંબોધતા અમિત શાહે કહ્યું કે એપ્રિલમાં બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભી, ભ્રષ્ટાચાર, કુશાસન અને ઘૂસણખોરીની જગ્યાએ વિકાસ, વિરાસત અને ગરીબ કલ્યાણની એક મજબૂત સરકાર બનાવવા માટે બંગાળની જનતાનો સંકલ્પ અમે કોઈ શકીએ છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.