બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાને કરી ગર્લફ્રેન્ડ સાથે સગાઈ, નવી દુલ્હનની થશે વાડ્રા ફેમિલીમાં એન્ટ્રી
Last Updated: 11:16 AM, 30 December 2025
Priyanka Gandhi Son Engaged: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને બિઝનેસમેન રોબર્ટ વાડ્રાના દીકરા રેહાનની સગાઈની ખબર સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રેહાન વાડ્રાએ સાત વર્ષથી ડેટ કરી રહેલી તેની ગર્લફ્રેન્ડ અવીવા બેગને હાલમાં જ પ્રપોઝ કર્યું છે અને અવીવાએ આ સંબંધને મંજૂરી પઆન આપી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને પરિવારોએ આ સંબંધને અનુમતિ આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અવીવા બેગ અને તેનો પરિવાર દિલ્હીમાં રહે છે.
ADVERTISEMENT
રેહાન અને અવીવાના લગ્નની તારીખને લઈને હજુ સુધી કોઈપણ પ્રકારની ઓફિશિયલ જાણકારી સામે આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્નને લઈને નિર્ણય બંને પરિવારની અરસપરસની સહમતી અને સુવિધા અનુસાર નક્કી કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી કેરળના વાયનાડ લોકસભા સીટથી સાંસદ છે. તેમણે પેટા ચૂંટણીમાં જીત મેળવી હતી. ઇલેક્શન દરમિયાન દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં તેમણે તેમની અને તેમના પતિની સંપતિ વિશે જાણકારી આપી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
પ્રિયંકા ગાંધી દ્વારા રજૂ કરવામાં આવેલા એફિડેવિટ અનુસાર તેમના પતિ રોબર્ટ વાડ્રાની કુલ સંપત્તિ 65.54 કરોડ રૂપિયા છે જેમાં 37.9 કરોડ કરન્ટ એસેટ અને 27.64 કરોડની ફિક્સ એસેટ છે. આ ઉપરાંત તેમના નામ પર 10 કરોડ રૂપિયાનું દેવું પઆન છે. આ એફિડેવિટ અનુસાર રોબર્ટ વાડ્રા પાસે 2.18 લાખ કેશ છે તો અલગ-અલગ બેન્કોમાં તેમના લગભગ 50 લાખ રૂપિયા જમા છે. આ સાથે જ તેમણે ઘણી લોન પઆન લીધી છે જેની રકમ લગભગ 34 કરોડ રૂપિયા આસપાસ કહેવામાં આવી રહી છે.
ADVERTISEMENT

રોબર્ટ વાડ્રાને મોંઘી કાર અને બાઈક્સનો શોખ છે. તેમની પાસે કુલ 3 વેહિકલ છે જેમાં 53 લઆખ રૂપિયાની ટોયોટા લેન્ડ ક્રૂઝર પણ સામેલ છે. રોબર્ટ વાડ્રા બિઝનેસમેન છે. તેમનો હેન્ડીક્રાફ્ટસ આઇટમ્સ અને કસ્ટમ જ્વેલરીનો બિઝનેસ છે. તેમની કંપનીનું નામ 'આરટેક્સ એક્સપોર્ટ' છે. આ ઉપરાંત તેઓ રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ સક્રિય છે અને ઘણી કંપનીઓમાં પણ રોકાણમાં તેમની ભાગીદારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.