બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વરસાદ સાથે થશે નવા વર્ષનું સ્વાગત, દિલ્હી સહિત 7 રાજ્યો માટે ચેતવણી

હવામાન અપડેટ / વરસાદ સાથે થશે નવા વર્ષનું સ્વાગત, દિલ્હી સહિત 7 રાજ્યો માટે ચેતવણી

Priykant Shrimali

Last Updated: 09:55 AM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update : નવા વર્ષની શરૂઆત સાથે વરસાદ અને કડાકાની ઠંડીનો સંકેત, હવામાન વિભાગે માહિતી આપી છે કે 31 ડિસેમ્બરે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હવામાન બગડી શકે છે

Weather Update : શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હવે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાસ્તવમાં દેશભરમાં કડાકા ઠંડી વચ્ચે હવે નવું વર્ષ આવવાની તૈયારી છે. તે વચ્ચે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર વર્ષના છેલ્લાં દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. આ વરસાદ પછી તાપમાનમાં 3થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે ઠંડી વધુ વધશે.

ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગે માહિતી આપી છે કે 31 ડિસેમ્બરે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હવામાન બગડી શકે છે. દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. વરસાદ બાદ આ વિસ્તારોમાં ઠંડી વધુ તીવ્ર બની શકે છે. આ ઉપરાંત, દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં પણ આગામી કેટલાક દિવસો સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

દિલ્હીમાં કેવું રહેશે હવામાન?

રાજધાની દિલ્હીમાં 30 ડિસેમ્બરની સાંજથી વાદળછાયું આકાશ જોવા મળી શકે છે. 31 ડિસેમ્બરે અહીં હળવો વરસાદ પડી શકે છે. વરસાદના કારણે દિલ્હીમાં ઠંડી વધુ વધી જશે. હવામાન વિભાગ મુજબ અહીં મહત્તમ તાપમાન લગભગ 21 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે.

ઉત્તર પ્રદેશમાં ઠંડી અને ધુમ્મસનો કહેર

ઉત્તર પ્રદેશમાં આગામી દિવસોમાં ઠંડી વધુ કડક બનવાની સંભાવના છે. 1 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હાલ પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં હવામાન મોટાભાગે શુષ્ક રહેશે, પરંતુ ઘણા જિલ્લાઓમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાવાની શક્યતા છે. કેટલાક વિસ્તારો માટે ‘ઠંડા દિવસ’ની ચેતવણી પણ આપવામાં આવી છે.

ઘણા જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસની ચેતવણી

હવામાન વિભાગ અનુસાર, દેવરિયા, ગોરખપુર, બસ્તી, કુશીનગર, મહારાજગંજ, સિદ્ધાર્થનગર અને ગોંડા જેવા જિલ્લાઓમાં ખૂબ જ ગાઢ ધુમ્મસ પડી શકે છે. તે સિવાય લખીમપુર ખેરી, સીતાપુર, બરેલી, પીલીભીત, મુરાદાબાદ અને બિજનૌર સહિત અનેક વિસ્તારોમાં પણ દૃશ્યતા ખૂબ ઓછી રહી શકે છે. લખનઉ, કાનપુર, અયોધ્યા, રાયબરેલી અને આસપાસના વિસ્તારોમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે.

આ પણ વાંચો : GPS કે એન્જિન વગરનું, હાથેથી બનાવેલું પરંપરાગત જહાજ પોરબંદરથી ઓમાન ઉપડ્યું

બિહારમાં પણ હવામાન બગડશે

ઉત્તર પ્રદેશની સરહદે આવેલું બિહાર રાજ્ય પણ હવામાનના પ્રભાવથી બચી શકશે નહીં. મંગળવારથી અહીં હવામાન બદલાવાની શક્યતા છે. પટના સહિત પૂર્વ અને પશ્ચિમ ચંપારણ, સિવાન, ગોપાલગંજ અને છાપરા જેવા જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે. મુઝફ્ફરપુર, દરભંગા, સમસ્તીપુર અને મધુબનીમાં દૃશ્યતા 50 મીટરથી પણ ઓછી થઈ શકે છે, જેના કારણે વાહનચાલકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cold forecast Weather update rain forecast
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ