બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Air Indiaના વધુ એક પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ, 156 મુસાફરોના જીવ મૂકાયા જોખમમાં

બિગ બ્રેકિંગ / Air Indiaના વધુ એક પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ, 156 મુસાફરોના જીવ મૂકાયા જોખમમાં

Priykant Shrimali

Last Updated: 12:08 PM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Emergency Landing : 156 લોકો મુસાફરો સાથેના એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો વધુ વિગત

Emergency Landing : અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બાદ હવે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. થાઇલેન્ડમાં એર ઇન્ડિયાના એક વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં બોમ્બ હોવાની જાણ થઈ હતી. વિમાનમાં 156 લોકો સવાર હતા. વિમાન થાઇલેન્ડના ફુકેતથી દિલ્હી આવી રહ્યું હતું. આ ઘટના સવારે 9:30 વાગ્યે બની હતી. ફ્લાઇટ નંબર AI-379 હોવાનું કહેવાય છે.

થાઇલેન્ડના ફુકેટમાં એર ઇન્ડિયાના એક વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ફ્લાઇટ ફુકેટથી નવી દિલ્હી આવી રહી હતી, પરંતુ શુક્રવારે બોમ્બની ધમકી બાદ તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાની એક ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. તેમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા.

આ પણ વાંચો : પ્લેન ક્રેશમાં 265 લોકોના મોત વચ્ચે 156 મુસાફરો સાથેના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ, PM મોદી અમદાવાદ એરપોર્ટથી રવાના

રોઇટર્સના અહેવાલ મુજબ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 379 ફુકેટથી નવી દિલ્હી માટે રવાના થઈ હતી. તેમાં 156 મુસાફરો સવાર હતા, પરંતુ ફ્લાઇટ ઉડાન ભર્યા પછી બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ પછી, ફ્લાઇટ આંદામાન સમુદ્રની આસપાસ ફર્યા પછી પાછી ફરી અને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. AOT દ્વારા હજુ સુધી બોમ્બ ધમકીની પુષ્ટિ કરવામાં આવી નથી.

ફુકેટ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇમરજન્સી લેન્ડિંગ પછી, મુસાફરોને ફ્લાઇટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા અને બધા સુરક્ષિત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Emergency Landing
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ