બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પ્લેન ક્રેશમાં 265 લોકોના મોત, PM મોદી દિલ્હી જવા રવાના, ફ્લાઇટનું એક બ્લેક બોક્સ મળ્યું
ગુરુવારે અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા હતા. એરલાઇને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને પુષ્ટિ આપી છે કે, વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો છે.
Ahmedabad Plane Crash : દુર્ઘટના સ્થળે પહોંચી અને પગપાળા સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યા બાદ હવે PM મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા
એર ઈન્ડિયાનો ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળ્યો
June 13, 2025 12:19
અમદાવાદમાં ક્રેશ થયેલી ફ્લાઇટનો ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડર બંને મળી આવ્યા છે. એર ઇન્ડિયાના વિમાન ક્રેશ પાછળનું કારણ ટૂંક સમયમાં બહાર આવશે.
ફ્લાઇટનું એક બ્લેક બોક્સ મળ્યું
June 13, 2025 12:19
અમદાવાદમાં ક્રેશ થયેલા બોઇંગ 787 ડ્રીમલાઇનરનું એક બ્લેક બોક્સ મળી આવ્યું છે. બીજા બ્લેક બોક્સની શોધ ચાલુ છે. આ બ્લેક બોક્સથી ખબર પડશે કે ટેકઓફ પછી તરત જ આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો.
પોસ્ટમોર્ટમ રૂમમાં 70 થી 80 ડોક્ટરોની ટીમ તૈનાત
June 13, 2025 11:57
અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ગઈકાલથી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં 70 થી 80 ડોક્ટરો તૈનાત હતા. અત્યાર સુધીમાં પાંચ મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. આ મૃતદેહોને સંબંધીઓને સોંપવામાં આવ્યા છે. ઓળખાયેલા મૃતદેહોમાં રાજસ્થાનના બે, ગુજરાતના ભાવનગર જિલ્લાના બે અને મધ્યપ્રદેશનો એક મૃતદેહનો સમાવેશ થાય છે.
PM મોદી અમદાવાદ એરપોર્ટથી રવાના
June 13, 2025 11:52
અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈ આજે સવારે અમદાવાદ આવેલ PM મોદી હવે દિલ્હી જવા રવાના થઈ ગયા છે. મહત્વનું છે કે, PM મોદીએ પહેલા ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા હતા. આ સાથે એરપોર્ટ ખાતે સ્વ.વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીને મળી તેમણે સાંત્વના પાઠવી હતી. આ સાથે અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી.
ફલાઇટમાં અમદાવાદના 39 લોકો હતા
June 13, 2025 11:52
ગઇકાલે અમદાવાદથી લંડન જતી ક્રેશ થયેલી ફલાઇટમાં અમદાવાદના 39 લોકો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ 242 યાત્રીઓમાંથી 39 લોકો અમદાવાદના હોવાનું સામે આવ્યું છે.
156 મુસાફરો સાથેના એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ
June 13, 2025 11:45
થાઇલેન્ડમાં એર ઇન્ડિયાના એક વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં બોમ્બ હોવાની જાણ થઈ હતી. વિમાનમાં 156 લોકો સવાર હતા. વિમાન થાઇલેન્ડના ફુકેતથી દિલ્હી આવી રહ્યું હતું. આ ઘટના સવારે 9:30 વાગ્યે બની હતી. ફ્લાઇટ નંબર AI-379 હોવાનું કહેવાય છે.
Reuters reports that, "an Air India flight from Thailand's Phuket to India's capital New Delhi received a bomb threat on Friday and made an emergency landing on the island, airport authorities said." pic.twitter.com/iMwR2DOTci
— ANI (@ANI) June 13, 2025
PM મોદીએ એરપોર્ટ પર સમીક્ષા બેઠક યોજી
June 13, 2025 10:55
#WATCH | Prime Minister Narendra Modi holds a review meeting with the officials at the airport in Ahmedabad in the wake of yesterday's #AirIndiaPlaneCrash.
— ANI (@ANI) June 13, 2025
(Source - DD) pic.twitter.com/V9M0B5RDsb
વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા મુસાફરે ડોક્ટરોને શું કહ્યું?
June 13, 2025 10:45
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમારે અકસ્માત અંગે ડોકટરો સાથે પોતાની વાર્તા શેર કરી છે. ડોકટરોના જણાવ્યા મુજબ વિશ્વાસે કહ્યું કે, જ્યારે અકસ્માત થયો ત્યારે વિમાન તૂટી ગયું અને તે પોતાની સીટ સાથે બહાર આવ્યો અને આમ તે આગમાં લપેટાયો નહીં.
બધા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના : PM મોદી
June 13, 2025 10:42
PM મોદીએ કહ્યું કે, અમદાવાદમાં થયેલી હવાઈ દુર્ઘટનાથી આપણે બધા ખૂબ જ દુઃખી છીએ. આટલી અચાનક અને હૃદયદ્રાવક રીતે આટલા બધા લોકોના જીવ ગયા તે શબ્દોની બહાર છે. બધા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. અમે તેમનું દુઃખ સમજીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે પાછળ રહેલો ખાલીપો આવનારા વર્ષો સુધી અનુભવાશે. ઓમ શાંતિ.
PM Modi says, "We are all devastated by the air tragedy in Ahmedabad. The loss of so many lives in such a sudden and heartbreaking manner is beyond words. Condolences to all the bereaved families. We understand their pain and also know that the void left behind will be felt for… pic.twitter.com/DAx2B62llT
— ANI (@ANI) June 13, 2025
મેં કાટમાળમાંથી વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢ્યા
June 13, 2025 10:39
એક પ્રત્યક્ષદર્શી કહે છે, હું ઘટનાસ્થળથી માત્ર 40 સેકન્ડ દૂર હતો. હું મદદ માટે દોડી ગયો અને મારા મિત્રોને મદદ માટે બોલાવ્યા. મેં કાટમાળમાંથી વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢ્યા, જેમાંથી કેટલાક મારા મિત્રો હતા.
#WATCH | #AhmedabadPlaneCrash | Gujarat | A local who resides near the AI-171 crash site says, "I entered the garden and saw thick smoke coming out (from the building)...I called my friends, around 15-20 of them came. I told them the plane has crashed...Whoever we rescued was… pic.twitter.com/jqq54RfVMX
— ANI (@ANI) June 13, 2025
હજી પણ મળી રહે છે મૃતદેહ
June 13, 2025 10:35
અમદાવાદમાં પ્લેન ક્રેશના સ્થળે આજે વહેલી સવારથી હજી પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ તરફ આજે પણ સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક માનવ અંગો મળી આવ્યા હતા. જેને સિવિલ હોસ્પિટલના PM રૂમ ખાતે લાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે, હજી પણ મૃતદેહ વધી શકે છે.
હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને મળ્યા PM મોદી
June 13, 2025 10:17
PM મોદી અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી
#WATCH | PM Modi meets and enquires about the health condition of those injured in the Air India plane crash in Ahmedabad pic.twitter.com/QCFrmdSEXx
— ANI (@ANI) June 13, 2025
પ્લેન ક્રેશમાં બચી ગયેલ વ્યક્તિને મળ્યા PM મોદી
June 13, 2025 10:13
ગઈકાલના એરઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા છે.
#WATCH | Prime Minister Narendra Modi meets the lone survivor of yesterday's #AirIndiaPlaneCrash.
— ANI (@ANI) June 13, 2025
241 of 242 who were onboard the plane lost their lives. pic.twitter.com/mi8G1QtORs
4 મૃતદેહો પરિવારજનોને સોંપાયા
June 13, 2025 10:09
અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ કે જેમની ઓળખ DNA વિના થઈ છે તેમના પરિવારોને સોંપવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં ચાર મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે.
અંજલિ રૂપાણીને મળ્યા PM મોદી
June 13, 2025 10:06
ગઇકાલે પ્લેન ક્રેશની ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ હવે આજે PM મોદી તેમના પત્ની અંજલિ રૂપાણીએ મળ્યા હતા. PM મોદી ની સાથે હર્ષ સંઘવી, સી.આર.પાટીલ અને રામમોહન નાયડુએ અંજલિ રૂપાણીને સાંત્વના આપી છે.
અકસ્માત અંગે પ્રધાનમંત્રી મોદીની સમીક્ષા બેઠક
June 13, 2025 10:03
વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા. આ પછી પ્રધાનમંત્રી એરપોર્ટ પર સમીક્ષા બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં ઘણા મંત્રીઓ અને અધિકારીઓ હાજર છે.
DGCA એ એર ઈન્ડિયાના CEO ને તપાસ માટે સમન્સ પાઠવ્યું
June 13, 2025 09:53
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (DGCA) એ અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ માટે એર ઈન્ડિયાના CEO ને સમન્સ પાઠવ્યું છે.
બ્રિટિશ હાઈ કમિશનના અધિકારીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
June 13, 2025 09:49
બ્રિટિશ હાઈ કમિશનના અધિકારીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 53 બ્રિટિશ નાગરિકો સવાર હતા. બ્રિટિશ સરકારે આ ઘટના પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
#WATCH | #AirIndiaPlaneCrash | British High Commission officials arrive at domestic airport, Ahmedabad. pic.twitter.com/GOrha3BNvD
— ANI (@ANI) June 13, 2025
PM મોદીએ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી તેની તસવીરો
June 13, 2025 09:49
પીએમ મોદીએ આજે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને જમીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું
Ahmedabad | PM Modi visited the Air India plane crash site and assessed the ground situation today pic.twitter.com/ikJtzTcSvi
— ANI (@ANI) June 13, 2025
#WATCH | PM Modi visited the Air India plane crash site and assessed the ground situation, today
— ANI (@ANI) June 13, 2025
(Video source: DD) pic.twitter.com/nTGGScRIlf
#WATCH | PM Modi visited the #AirIndiaCrash site and assessed the ground situation today.
— ANI (@ANI) June 13, 2025
(Video source: DD) pic.twitter.com/Mamim5HgBm
PM સિવિલ હોસ્પિટલથી રવાના
June 13, 2025 09:43
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલમાં 15 મિનિટ જેટલો સમય રોકાયા હતા. જેમાં 10 મિનિટ સુધી તેઓ ઇજાગ્રસ્તોને મળ્યા હતા. આ તરફ હવે PM સિવિલ હોસ્પિટલથી રવાના થયા છે. સૂત્રો મુજબ તેઓ અહીંથી સીધા એરપોર્ટ જશે. જ્યાં તેઓ સ્વ.વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી સહિતનાને મળશે.
#WATCH | PM Modi leaves from Ahmedabad Civil Hospital after meeting the plane crash victims pic.twitter.com/pU9geHqJb0
— ANI (@ANI) June 13, 2025
પ્રધાનમંત્રી મોદી અંજલિબેન રૂપાણીને મળશે
June 13, 2025 09:41
ગાંધીનગરથી અંજલિબેન સહિત પરિવારના સભ્યો અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા છે. દિલ્હી પરત ફરતી વખતે પ્રધાનમંત્રી સાથે અંજલિબેન મુલાકાત કરશે. અંજલિ રૂપાણી એરપોર્ટ પહોંચ્યા છે.
#WATCH | Ahmedabad | Anjali Rupani, the wife of BJP leader late Vijay Rupani, arrives at the domestic terminal of Ahmedabad airport
— ANI (@ANI) June 13, 2025
BJP leader Vijay Rupani died in the Air India AI-171 plane crash yesterday pic.twitter.com/FBTHZQ8XEH
PM મોદી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગ પહોંચ્યા
June 13, 2025 09:29
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગના ત્રીજા માળ ઉપર પહોંચ્યા છે.
#WATCH | PM Modi visits Ahmedabad Civil Hospital to meet those injured in AI-171 plane crash pic.twitter.com/ebUFXSTT8o
— ANI (@ANI) June 13, 2025
PM મોદી સિવિલ પહોંચ્યા
June 13, 2025 09:19
દુર્ઘટના સ્થળે પહોંચી અને પગપાળા સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યા બાદ હવે PM મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં તેઓ ઇજાગ્રસ્તોને મળશે.
#WATCH | PM Modi arrives at Ahmedabad Civil Hospital to meet those injured in AI-171 plane crash pic.twitter.com/Rj1y7U916f
— ANI (@ANI) June 13, 2025
PM સિવિલ હોસ્પિટલ જવા રવાના
June 13, 2025 09:15
પ્રધાનમંત્રી મોદી આજે દુર્ઘટના સ્થળે પહોંચી અને પગપાળા સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદમાં હવે PM મોદી સિવિલ હોસ્પિટલ જવા રવાના થયા છે.
રામ મોહન નાયડુ પણ પીએમ મોદી સાથે અકસ્માત સ્થળે હાજર
June 13, 2025 09:11
પ્રધાનમંત્રી મોદી અકસ્માત સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમની સાથે સીઆર પાટિલ, હર્ષ સંઘવી, રામ મોહન નાયડુ અને ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે.
પ્રધાનમંત્રી મોદી અકસ્માત સ્થળનું કરી રહ્યા છે નિરીક્ષણ
June 13, 2025 09:11
પ્રધાનમંત્રી મોદી અકસ્માત સ્થળે પહોંચી ગયા છે અને પગપાળા સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા છે. પીએમ મોદી સાથે અન્ય મંત્રીઓ અને અધિકારીઓ પણ હાજર છે.
#WATCH | PM Modi visits the site of AI-171 flight crash in Ahmedabad
— ANI (@ANI) June 13, 2025
The crash claimed the lives of 241 people, including 12 crew members onboard. pic.twitter.com/gCvP229Vcs
રોશની સોનઘારેનું વિમાન દુર્ઘટનામાં મોત
June 13, 2025 09:11
એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં કેબિન ક્રૂ મેમ્બર અને ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર રોશની રાજેન્દ્ર સોનઘારે પણ સામેલ હતી. આ અકસ્માતમાં રોશનીનું મૃત્યુ થયું હતું.
Travel influencer and Air India cabin crew member Roshni Songhare was among those who tragically lost their lives in the Ahmedabad plane crash. 💔#RoshniSonghare #AirIndiaCrash pic.twitter.com/remO1mjoKe
— WhosThat360 (@WhosThat360) June 12, 2025
PM મોદી દુર્ઘટના સ્થળે પહોંચ્યા, મૃતકોના પરિવારજનોને મળશે
June 13, 2025 09:05
PM મોદી અકસ્માતના બીજા દિવસે અમદાવાદ પહોંચ્યા છે. તેઓ સીધા અકસ્માત સ્થળ પર પહોંચ્યા હતા. તેઓ અકસ્માતમાં મૃત્યુ પામેલા ડોક્ટરોના પરિવારજનોને પણ મળશે. તેઓ આ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિને પણ મળશે.
#WATCH | PM Modi's cavalcade has arrived at the site of the AI-171 flight crash that claimed the lives of 241 people, including 12 crew members onboard pic.twitter.com/eMvW0DoY4v
— ANI (@ANI) June 13, 2025
PM મોદીનો કાફલો દુર્ઘટના સ્થળે પહોંચ્યો
June 13, 2025 08:55
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો અકસ્માત સ્થળે પહોંચી ગયો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પણ તેમની સાથે હાજર છે. PM મોદીના આગમન પહેલા જ ઘણા વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
PM મોદી સ્વ. વિજય રૂપાણીના પરિવારને મળશે
June 13, 2025 08:55
પ્રધાનમંત્રી મોદી અકસ્માતમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને મળશે. આ સાથે તેઓ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના પરિવારને પણ મળશે. નોંધનિય છે કે, વિજય રૂપાણી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હાજર હતા અને આ દુર્ઘટનામાં તેમનું નિધન થયું છે.
એર ઈન્ડિયાએ અકસ્માતથી પ્રભાવિત પરિવારો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
June 13, 2025 08:44
એર ઇન્ડિયાએ અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને ગેટવિક એરપોર્ટ પર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટીવ્સ સપોર્ટ સેન્ટર્સ સ્થાપ્યા છે જેથી ફ્લાઇટ AI171 માં મુસાફરી કરતા મુસાફરોના પરિવારો અને પ્રિયજનોની જરૂરિયાતોને પૂરી કરી શકાય. આ સેન્ટર્સ પરિવારના સભ્યોને અમદાવાદની મુસાફરીમાં સુવિધા આપી રહ્યા છે. ભારતની અંદરથી ફોન કરનારાઓ માટે પેસેન્જર હોટલાઇન નંબર: ૧૮૦૦ ૫૬૯૧ ૪૪૪; અને ભારતની બહારથી ફોન કરનારાઓ માટે: +૯૧ ૮૦૬૨૭૭૯૨૦૦
UPDATE: Air India has set up Friends & Relatives Assistance Centres at Ahmedabad, Mumbai, Delhi and Gatwick airports to provide support and take care of the needs of the families and loved ones of those on flight AI171. These centres are facilitating the travel of family members…
— Air India (@airindia) June 13, 2025
વડાપ્રધાન મોદીનો કાફલો એરપોર્ટથી રવાના થયો
June 13, 2025 08:44
પ્રધાનમંત્રી મોદીનો કાફલો એરપોર્ટથી રવાના થઈ ગયો છે. તેઓ અકસ્માત સ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ ઘાયલોને મળવા માટે હોસ્પિટલ જશે. પીએમ મોદી અકસ્માતની સમીક્ષા કરશે.
વિમાનનું બ્લેક બોક્સ મળ્યું
June 13, 2025 08:37
મીડિયા અહેવાલો મુજબ અકસ્માતનો ભોગ બનેલા બોઇંગ વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. હવે આ બોક્સની મદદથી અકસ્માતનું સાચું કારણ બહાર આવશે.
PM મોદી સમીક્ષા બેઠક કરશે
June 13, 2025 08:35
અમદાવાદ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદી એક સમીક્ષા બેઠક પણ કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પણ તેમાં ભાગ લઈ શકે છે. અકસ્માત સ્થળને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું છે. પોલીસની સાથે NDRFની ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે.
#WATCH | PM Modi arrives in Ahmedabad, in the wake of the deadly AI-171 flight crash that claimed the lives of 241 people, including 12 crew members, onboard pic.twitter.com/L8BuOQMljk
— ANI (@ANI) June 13, 2025
વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
June 13, 2025 08:33
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. તેઓ ટૂંક સમયમાં ઘાયલોને મળવા જશે. પીએમ મોદીના આગમન પહેલા, સ્નિફર ડોગ્સની એક ટુકડીને અકસ્માત સ્થળે બોલાવવામાં આવી હતી. અહીં કડક સુરક્ષા વ્યવસ્થા છે.
રિલાયન્સ પરિવારે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
June 13, 2025 08:16
ગુરુવારે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં કુલ 265 લોકોના મોત થયા છે. રિલાયન્સ પરિવારે આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ એક નિવેદન બહાર પાડીને અકસ્માત પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
#AirIndiaPlaneCrash | Nita and I, along with the entire Reliance family, are deeply pained and anguished by the grave loss of life caused by the tragic plane crash in Ahmedabad. We extend our sincere and heartfelt condolences to all those affected by this tragic incident. In this… pic.twitter.com/hlaBLas1H0
— ANI (@ANI) June 13, 2025
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અમદાવાદ પહોંચ્યા
June 13, 2025 08:03
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અમદાવાદ પહોંચી ગયા છે. તેઓ હાલમાં એરપોર્ટ પર હાજર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ થોડીવારમાં આવવાના છે.
PM મોદી ટ્રોમા સેન્ટર જશે
June 13, 2025 08:03
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાત લેશે. તેઓ પહેલા અકસ્માત સ્થળની મુલાકાત લેશે અને પછી ટ્રોમા સેન્ટર જશે. ઘાયલ ડોકટરોની અહીં સારવાર કરવામાં આવી રહી છે. પીએમ મોદી વિશ્વાસને પણ મળી શકે છે. વિશ્વાસ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર હતા, પરંતુ ચમત્કારિક રીતે બચી ગયા.
વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી અમદાવાદ પહોંચ્યા
June 13, 2025 07:43
ભાજપ નેતા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી અમદાવાદ પહોંચ્યા છે. ગઈકાલે એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનામાં ભાજપ નેતા વિજય રૂપાણીનું અવસાન થયું.
#WATCH | Anjali Rupani, BJP leader Vijay Rupani's wife, arrives in Ahmedabad, received by Gujarat Home Minister Harsh Sanghvi
— ANI (@ANI) June 13, 2025
BJP leader Vijay Rupani died in the Air India AI-171 plane crash yesterday pic.twitter.com/yiMNWoGGJ3
200 મુસાફરોના સંબંધીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા
June 13, 2025 07:34
આ દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા છે. મૃતકોના મૃતદેહ બળી ગયા છે. જેના કારણે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. અત્યાર સુધીમાં 200 મુસાફરોના સંબંધીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા છે જેથી મૃતદેહોની ઓળખ થઈ શકે. મૃતદેહોના ફોરેન્સિક રિપોર્ટ સાથે તેમને મેચ કરવાની પ્રક્રિયા 72 કલાકમાં પૂર્ણ થશે. આ પછી, મૃતદેહોને સંબંધીઓને સોંપવામાં આવશે.
ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે
June 13, 2025 07:19
NDRF ડોગ સ્ક્વોડની ટીમ ફરી એકવાર ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. શરીરના ઘણા ભાગો બળી ગયા છે. તેમને ઓળખવા મુશ્કેલ છે. ડોગ સ્ક્વોડની મદદથી તે શરીરના ભાગો શોધવામાં આવી રહ્યા છે.
PM મોદીની અમદાવાદ મુલાકાત પહેલા હર્ષ સંઘવી અને રત્નાકર એરપોર્ટ પહોંચ્યા
June 13, 2025 06:50
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ મહામંત્રી રત્નાકર અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) સવારે લગભગ 8.30 વાગ્યે અમદાવાદ પહોંચી શકે છે.
#WATCH | Gujarat Home Minister Harsh Sanghavi and BJP's State General Secretary (Org.) Ratnakar arrives at the Ahmedabad airport.#AhmedabadPlaneCrash pic.twitter.com/G9w0ngjvf7
— ANI (@ANI) June 13, 2025
વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 265 લોકોના મોતની પુષ્ટિ
June 13, 2025 06:31
ગુરુવારે બપોરે લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના ભયાનક અકસ્માત બાદ અમદાવાદની સ્થિતિ અત્યંત પીડાદાયક છે. અમદાવાદ પોલીસના ડેપ્યુટી કમિશનર કાનન દેસાઈએ મીડિયાને જણાવ્યું હતું કે, અકસ્માત બાદ અત્યાર સુધીમાં 265 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું, અમને મળેલા સંદેશ મુજબ, 265 મૃતદેહો હોસ્પિટલમાં પહોંચ્યા છે. આ અકસ્માતને તાજેતરના વર્ષોમાં ભારતમાં થયેલા સૌથી ભયાનક વિમાન અકસ્માતોમાં ગણવામાં આવી રહ્યો છે, જેના કારણે સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો છે.
જયશંકરે વિશ્વભરમાંથી આવેલા શોક બદલ આભાર વ્યક્ત કર્યો
June 13, 2025 06:31
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર વિશ્વભરમાંથી મળેલા શોક સંદેશાઓ માટે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તમામ વૈશ્વિક નેતાઓ અને સરકારોનો આભાર માન્યો છે. જયશંકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ સંદેશ શેર કર્યો છે.
PM મોદી સવારે 8:30 વાગ્યે અમદાવાદ પહોંચશે
June 13, 2025 06:31
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તેમની મુલાકાત લગભગ 2 કલાકની રહેશે અને તેઓ સવારે 10:30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. આ દરમિયાન PM મોદી પહેલા એરપોર્ટથી સીધા જ ક્રેશ સ્થળની મુલાકાત લેશે, ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલ જઈને ઘાયલોને મળી શકશે. અંતે તેઓ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને પરિસ્થિતિનો તાગ મેળવશે.
વિમાન દુર્ઘટનાની તપાસમાં સહયોગ કરશે US ટીમ
June 13, 2025 06:31
ગુરુવારે અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા બોઇંગ 787 વિમાન દુર્ઘટનાની તપાસમાં અમેરિકા હવે ભારતને પણ મદદ કરશે. અમેરિકન નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ જાહેરાત કરી છે કે, તે એક નિષ્ણાત તપાસ ટીમ ભારત મોકલી રહ્યું છે જે ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) સાથે મળીને આ અકસ્માતની તપાસમાં સહયોગ કરશે. NTSB એ કહ્યું કે, તેની ટીમ એરક્રાફ્ટ ટેકનોલોજી, ફ્લાઇટ ડેટા રેકોર્ડર, બ્લેક બોક્સ વિશ્લેષણ અને માળખાકીય તપાસમાં નિષ્ણાત છે. અમેરિકન તપાસકર્તાઓની સંડોવણી સાથે આ ભયાનક અકસ્માત પાછળની તકનીકી અને સંભવિત માનવ ભૂલ અંગે સંપૂર્ણ તપાસની અપેક્ષા છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના પર IMA એ દુઃખ વ્યક્ત કર્યું
June 13, 2025 06:31
અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. IMA એ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે. IMA ગુજરાત શાખાના ડોકટરોની એક ખાસ ટીમ અને IMA MSN ના સહયોગથી ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક તબીબી સહાય માટે તૈનાત કરવામાં આવી છે. IMA એ કહ્યું કે, તે આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારો સાથે ઉભું છે અને શક્ય તેટલી બધી તબીબી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત
June 13, 2025 06:31
ગઇકાલે એટલે કે 12 જૂન અને ગુરુવારે અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા હતા. એરલાઇને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને પુષ્ટિ આપી છે કે, વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો છે. PM મોદી આજે સવારે 8:30 વાગ્યે અમદાવાદ પહોંચશે. PM ઘટનાસ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ ઘાયલોને પણ મળશે. અકસ્માત સ્થળે રાહત અને બચાવ કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે. વિમાન લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી જ ક્રેશ થઈ ગયું. શરૂઆતના અહેવાલો અનુસાર વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું. ઘટનાસ્થળે કટોકટી સેવાઓ તૈનાત કરવામાં આવી છે.
UPDATE: Air India confirms that flight AI171, operating from Ahmedabad to London Gatwick on 12 June 2025, was involved in an accident.
— Air India (@airindia) June 12, 2025
The 12-year-old Boeing 787-8 aircraft departed from Ahmedabad at 1338 hrs, carrying 230 passengers and 12 crew.
The aircraft crashed shortly…