ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / મુંબઈમાં રેડ એલર્ટ, અનેક વિસ્તારો થશે જળમગ્ન, હવાઇ સેવા પણ થશે પ્રભાવિત, IMDએ આપી અપડેટ

મેઘો મંડાશે / મુંબઈમાં રેડ એલર્ટ, અનેક વિસ્તારો થશે જળમગ્ન, હવાઇ સેવા પણ થશે પ્રભાવિત, IMDએ આપી અપડેટ

Published By: Nidhi Panchal

Last Updated: 09:04 AM, 16 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ અને થાણેમાં મંગળવારેથી શરૂ થયેલા ભારે વરસાદે શહેરના જીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. પાણી ભરાવા, ટ્રાફિક જામ અને મુસાફરીમાં વિઘ્ન જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે.

ADVERTISEMENT

મંગળવારે મુંબઈ અને થાણે શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને અંધેરી, વિલે પાર્લે, સાંતાક્રુઝ, ખાર અને બાંદ્રા જેવા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બીજી તરફ બીકેસી, કુર્લા, ચેમ્બુર, ઘાટકોપર અને ભાંડુપમાં પણ વરસાદ સતત ચાલુ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધી ગઈ છે.

mumbai-2

આ ભારે વરસાદના કારણે શહેરના સામાન્ય જીવન પર ઊંડો પ્રભાવ પાડ્યો છે. લોકોને ઓફિસ પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનવ્યવહાર પણ ભારે ધીમા પડી ગયા છે અને અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય રહી છે. મુંબઈનું જનજીવન માટે મહત્વપૂર્ણ લોકલ ટ્રેન સેવા પણ અસરગ્રસ્ત થઈ છે. ટ્રેનો સામાન્ય કરતા ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે મુસાફરોને કલાકો સુધી પ્લેટફોર્મ પર રાહ જોવી પડી રહી છે. આ ઉપરાંત, શહેરના રિકશા, બસ અને ટેક્સી વ્યવહાર પણ વિક્ષિપ્ત થયો છે.

હવાઇ સેવા પર અસર

હવાઈ સેવા પર પણ વરસાદનો અસરકારક પ્રભાવ પડ્યો છે. ઈન્ડિગો એરલાઈન્સે જાહેર કર્યું છે કે ભારે વરસાદને કારણે તેની કેટલીક ફ્લાઈટ્સના સમયપત્રકમાં બદલાવ થયો છે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ મુસાફરી પહેલાં ફ્લાઈટ સ્ટેટસ તપાસી લે.

app promo3

આજની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 15 જુલાઈના રોજ બપોરે 12:30 વાગ્યે “મુંબઈ મેટ્રોપોલિટન રિજન” અને થાણે જિલ્લામાં આગામી 3થી 4 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ચેતવણી અનુસાર, કલાકે 15 મીમીથી વધુ વરસાદ પડી શકે છે અને કેટલાક વિસ્તારોમાં તીવ્ર પવન અને વાવાઝોડા પણ આવી શકે છે.

આ પણ વાંચો : એકનાથ શિંદેના પુત્ર અને મંત્રી સંજય શિરસાટને આઇટીએ ફટકારી નોટિસ

હવામાન વિભાગ અને વહીવટી તંત્રે નાગરિકોને સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે. લોકો સામે અપીલ કરવામાં આવી છે કે તેઓ બહાર નીકળતી વખતે હવામાન પર નજર રાખે અને નીચાણવાળા વિસ્તારો તથા દરિયાકાંઠા પર જવાનું ટાળે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શાળાના વિદ્યાર્થીઓ માટે સાવધાની રાખવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai waterlogging Thane heavy rainfall Mumbai rain

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ