ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / મુંબઈમાં ભયાનક દુર્ઘટના, ત્રણ માળની ચાલ ધરાશાયી, અનેક લોકો દટાયાની આશંકા

અરેરાટી / મુંબઈમાં ભયાનક દુર્ઘટના, ત્રણ માળની ચાલ ધરાશાયી, અનેક લોકો દટાયાની આશંકા

Published By: Jay Bhatt

Last Updated: 10:19 AM, 18 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બાંદ્રા વિસ્તારમાં ત્રણ માળની ચાલ ધરાશાયી થઈ ગઈ. કાટમાળ નીચે ઓછામાં ઓછા ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.

ADVERTISEMENT

Chawl Collapses: આજે (18 જુલાઈ 2025)ના રોજ મુંબઈના પશ્ચિમ ઉપનગર બાંદ્રામાં ત્રણ માળની ચાલ ધરાશાયી થઈ હોવાના અહેવાલ છે. આ પાછળનું કારણ સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું કહેવાય છે. કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કાટમાળમાંથી 10થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રાહત અને બચાવ કાર્ય ચાલુ

પ્રાથમિક માહિતી મુજબ, બાંદ્રા પૂર્વના ભારત નગર વિસ્તારમાં ચાલ નંબર 37 સવારે 5.56 વાગ્યે ધરાશાયી થઈ હતી. ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'મુંબઈ પોલીસ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાનિક વોર્ડ મશીનરી સાથે આઠ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.'

vtv app promotion

વઘુ વાંચો : છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલના ઘેર EDની મોટી રેડ, રાજનીતિમાં આવ્યો મોટો ભૂકંપ

મુંબઈ પોલીસનું નિવેદન

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૧૨ લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. શરૂઆતની તપાસ મુજબ, ઈમારતમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેના પછી ઈમારતનો અમુક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો.

સ્થાનિક લોકો પણ મદદમાં જોડાયા

અધિકારીએ જણાવ્યું હતું કે, 'બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે અને ટૂંક સમયમાં વધુ માહિતી બહાર આવશે. અકસ્માતની ગંભીરતાને જોતા, વહીવટીતંત્રે તમામ જરૂરી પગલાં લીધાં છે. હવે સૌથી મોટી પ્રાથમિકતા કાટમાળમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની છે. આ મુશ્કેલ સમયમાં સ્થાનિક લોકો પણ એકબીજાને મદદ કરવા આગળ આવી રહ્યા છે.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chawl Collapses Mumbai Bandra

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ