બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલના ઘેર EDની મોટી રેડ, રાજનીતિમાં આવ્યો મોટો ભૂકંપ

દરોડા / છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલના ઘેર EDની મોટી રેડ, રાજનીતિમાં આવ્યો મોટો ભૂકંપ

Vidhata Gothi

Last Updated: 08:31 AM, 18 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Former CM Bhupesh Baghel: EDએ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીના ઘર સહિત અન્ય ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે. ભૂપેશ બઘેલ સામે CBI પણ તપાસ કરી રહી છે.

ED Raid Bhupesh Baghel: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે (18 જુલાઈ) સવારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરે દરોડા પાડ્યા છે. EDની રેડ સવારે લગભગ 6 વાગ્યાથી ચાલુ છે. પ્રારંભિક માહિતી અનુસાર, આ કાર્યવાહી રાજ્યના પ્રખ્યાત દારૂ કૌભાંડ અને મહાદેવ બેટિંગ એપ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. માહિતી અનુસાર, EDની ટીમ 3 વાહનોમાં ભિલાઈ 3 સ્થિત ભૂપેશ બઘેલના નિવાસસ્થાને પહોંચી.

કેન્દ્રીય તપાસ એજન્સી સાથે મોટી સંખ્યામાં CRPF જવાનો પણ હાજર છે. ભૂપેશ બઘેલે આરોપ લગાવ્યો કે તેમણે આજે વિધાનસભામાં અદાણી માટે તમનારમાં કાપવામાં આવતા વૃક્ષોનો મુદ્દો ઉઠાવવાનો હતો. એટલા માટે ED તેમના ઘરે આવી છે. ભૂપેશ બઘેલે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા EDના દરોડા વિશે માહિતી આપી.

તેમણે X પર લખ્યું, "ED આવી ગઈ છે. આજે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે. અદાણી માટે તમનારમાં કાપવામાં આવતા વૃક્ષોનો મુદ્દો આજે ઉઠાવવાનો હતો. ભિલાઈ નિવાસમાં "સાહેબ"એ ED મોકલી દીધી છે." ED ની ટીમ હજુ પણ ભિલાઈમાં બઘેલના નિવાસસ્થાને દરોડાની કાર્યવાહી કરી રહી છે. ED દારૂ કૌભાંડ અને મહાદેવ બેટિંગ એપ જેવા કેસોની તપાસ કરી રહી છે.

ED એ રાયપુર તેમજ અન્ય કેટલીક જગ્યાએ દરોડા પાડ્યા છે. ED ની સાથે, ભૂપેશ બઘેલ સામે પણ CBI ની તપાસ ચાલી રહી છે. જણાવી દઈએ કે થોડા મહિના પહેલા, મહાદેવ બેટિંગ એપ કૌભાંડમાં CBIએ ભૂપેશ બઘેલને આરોપી બનાવ્યા હતા. CBI એ કહ્યું હતું કે તે પણ લાભાર્થીઓમાંના એક હતા. CBI એ કહ્યું હતું કે બઘેલ કૌભાંડના લાભાર્થીઓમાંના એક છે. FIR માં 19 નામાંકિત આરોપીઓમાંથી બઘેલને છઠ્ઠા આરોપી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. CBI એ મહાદેવ બેટિંગ એપ કૌભાંડમાં નોંધાયેલી FIRમાં છઠ્ઠા આરોપી તરીકે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલનું નામ આપ્યું હતું.

5000 કરોડથી વધુના કૌભાંડ

5000 કરોડથી વધુના આ કૌભાંડમાં છત્તીસગઢ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા નોંધાયેલી FIRમાં બાઘેલનું નામ સામેલ કરવામાં આવ્યું હતું. EOW એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આ મામલે નોંધાયેલા મની લોન્ડરિંગ કેસના આધારે FIR નોંધી હતી. FIRમાં નામ આપવામાં આવેલા 19આરોપીઓમાંથી બાઘેલ છઠ્ઠા આરોપી તરીકે સૂચિબદ્ધ છે.

ભૂપેશ બઘેલ સાથે સંકળાયેલા સ્થળો પર આ પહેલો દરોડો નથી. અગાઉ પણ, ED ટીમે ભૂપેશ બઘેલના ઘરે દરોડા પાડ્યા હતા. માર્ચ 2025 માં, ED એ દુર્ગ જિલ્લામાં 14 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આમાં તેમના પુત્ર ચૈતન્ય બઘેલનું ઘર અને તેમના નજીકના સહયોગી લક્ષ્મી નારાયણ બંસલ ઉર્ફે પપ્પુ બંસલ સાથે સંબંધિત મિલકતો પણ સામેલ હતી. આ દરોડામાં મોટી રકમ રોકડ જપ્ત કરવામાં આવી હતી. ત્યારે ઘરમાંથી રોકડ જપ્ત કર્યા પછી, નોટ ગણવાનું મશીન પણ મંગાવવામાં આવ્યું હતું, જેના કારણે ઘણો વિવાદ થયો હતો.

Vtv App Promotion 2

દારૂ કૌભાંડને કારણે છત્તીસગઢ સરકારને 2,161 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનો દાવો છે. ED અનુસાર, કૌભાંડમાંથી મળેલી રકમ સરકારી અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને વેપારીઓના નેટવર્ક દ્વારા લૂંટવામાં આવી, જેમાંથી કેટલાક રાજકીય આશ્રય હેઠળ કામ કરતા હતા. એજન્સીને શંકા છે કે એક્સાઇઝ ડ્યુટી વસૂલાતની રકમની ઉચાપત કરીને તેનો ઉપયોગ ખાનગી વ્યક્તિઓને લાભ આપવા માટે કરવામાં આવ્યો. આ કૌભાંડ પાછલી સરકારના કાર્યકાળ દરમિયાન ફૂલ્યુંફાલ્યું હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો: રશિયન તેલ ખરીદવા અંગે NATO વડાની ચેતવણી પર ભારતે આપ્યો કડક જવાબ, અમારી પ્રાથમિકતા...

કોંગ્રેસ પાર્ટીએ સત્તાવાર રીતે દરોડાની પુષ્ટિ કરી છે. ઉપરાંત, આ પગલાની આકરી ટીકા કરતા, પાર્ટીએ કેન્દ્ર સરકાર પર વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે ફેડરલ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો. પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ EDની કાર્યવાહીને સત્તાનો ખુલ્લેઆમ દુરુપયોગ ગણાવ્યો. તેમણે કહ્યું કે તેનો હેતુ શાસનના જરૂરી મુદ્દાઓ પરથી જનતાનું ધ્યાન હટાવવાનો અને રાજકીય અસંમતિને દબાવવાનો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Enforcement Directorate Raid Chhattisgarh Bhupesh Baghel
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ