બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અલ નીનોની અસરથી ચોમાસું નબળું? દેશમાં ઓછા વરસાદની આગાહી

ચેતવણી / અલ નીનોની અસરથી ચોમાસું નબળું? દેશમાં ઓછા વરસાદની આગાહી

Nidhi Panchal

Last Updated: 09:35 AM, 17 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની આશંકાએ ખેડૂતો અને સામાન્ય લોકોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગે અલ નીનોની અસરને કારણે દેશના ઘણા ભાગોમાં ઓછા વરસાદની ચેતવણી આપી છે

દેશમાં આ વર્ષે ચોમાસા અંગે ચિંતાજનક સંકેતો સામે આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ અને હવામાન વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ, આ વખતે અલ નીનોની અસરને કારણે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહી શકે છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ભારતના વિસ્તારોમાં ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે દક્ષિણ ભારતના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

Rain-in-gujarat

ચોમાસું 26 મે આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચવાની

હવામાન વિભાગ અનુસાર, દક્ષિણપશ્ચિમ ચોમાસું 26 મે આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે, જે સામાન્ય સમય કરતાં થોડું વહેલું માનવામાં આવે છે. ચોમાસું હાલમાં દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન-નિકોબાર ટાપુઓ તરફ આગળ વધી રહ્યું છે અને પરિસ્થિતિ અનુકૂળ હોવાનું જણાવાયું છે.

ભારત માટે પડકારરૂપ

વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે પ્રશાંત મહાસાગરમાં વિકસતી અલ નીનો પરિસ્થિતિ ભારત માટે પડકારરૂપ બની શકે છે. સામાન્ય રીતે અલ નીનો સક્રિય થાય ત્યારે દક્ષિણપશ્ચિમ ચોમાસાના પવનો નબળા પડી જાય છે, જેના કારણે વરસાદમાં ઘટાડો થાય છે. આ વર્ષે પણ એવી જ સ્થિતિ સર્જાવાની શક્યતા છે. IMDના અનુમાન મુજબ, આ વર્ષે દેશભરમાં ચોમાસાનો વરસાદ લાંબા ગાળાની સરેરાશ (LPA) ના માત્ર 92 ટકા જેટલો રહી શકે છે, જે સામાન્ય કરતાં ઓછો ગણાય છે.

rain-new

ભારતનો સરેરાશ વરસાદ 870 મીમી

હવામાન વિભાગના આંકડા મુજબ, 1971 થી 2020 વચ્ચે ભારતનો સરેરાશ વરસાદ 870 મીમી રહ્યો છે, પરંતુ આ વર્ષે તેનાથી ઓછો વરસાદ થવાની શક્યતા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાવાની સંભાવના લગભગ 35 ટકા છે, જે સામાન્ય વર્ષોની તુલનામાં ઘણી વધુ છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન જેવા કૃષિ આધારિત રાજ્યો પર તેની સૌથી વધુ અસર પડી શકે છે. ઓછા વરસાદના કારણે ખેતીને મોટું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ધાન, મકાઈ અને દાળ જેવા પાકો પર અસર થવાની શક્યતા છે. સાથે જ પાણીની અછત, વીજળી ઉત્પાદન અને ગ્રામ્ય અર્થતંત્ર પર પણ અસર જોવા મળી શકે છે.

આ પણ વાંચો : ઉત્તર ભારતમાં ગરમીનો કહેર વધશે! દિલ્હી-યુપીમાં 44°C સુધી તાપમાન, IMDનું ઓરેન્જ એલર્ટ

અંતિમ મહિનાઓમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ

જોકે, હવામાન નિષ્ણાતોનું માનવું છે કે હિંદ મહાસાગર ડાયપોલ (IOD) થોડી રાહત આપી શકે છે. જો IOD સકારાત્મક સ્થિતિમાં જશે, તો ચોમાસાના અંતિમ મહિનાઓમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની સ્થિતિ સુધરી શકે છે. જોકે, હાલ માટે હવામાન વિભાગે લોકોને અને ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપી છે. આ વર્ષે ચોમાસાની અનિશ્ચિતતા વચ્ચે દેશના અનેક રાજ્યોમાં પહેલેથી જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશના બાંદામાં 44.8 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નોંધાયું છે, જ્યારે ઝાંસી, પ્રયાગરાજ અને આગ્રા જેવા વિસ્તારોમાં પણ પારો 44 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. હવામાન વિભાગ આગામી દિવસોમાં ચોમાસાની ગતિ અને અલ નીનોની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ખેડૂતો માટે આ સમય ખૂબ મહત્વનો હોવાથી સરકાર અને હવામાન વિભાગ બંને તરફથી નિયમિત અપડેટ આપવામાં આવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Forecast IMD Rain Alert El Nino Effect
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ