ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / હોર્મુઝ કટોકટી વચ્ચે મોદી સરકાર એલર્ટ, LPGના વિકલ્પ તરીકે બાયોગેસ પર ભાર

National / હોર્મુઝ કટોકટી વચ્ચે મોદી સરકાર એલર્ટ, LPGના વિકલ્પ તરીકે બાયોગેસ પર ભાર

Published By: Nidhi Panchal

Last Updated: 09:15 AM, 22 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની કટોકટી વચ્ચે ભારત સરકાર હવે ઉર્જા સુરક્ષાને લઈને વધુ સતર્ક બની છે. PM નરેન્દ્ર મોદીએ મંત્રીઓને LPGના વિકલ્પ તરીકે બાયોગેસ અને અન્ય વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોને ઝડપથી પ્રોત્સાહન આપવા સૂચના આપી છે.

ADVERTISEMENT

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ પર ઉભી થયેલી અનિશ્ચિતતાની અસર હવે વૈશ્વિક ઉર્જા પુરવઠા પર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગોમાંનો એક માનવામાં આવે છે અને ભારત સહિત અનેક દેશો માટે તેલ તથા LPG સપ્લાય માટે આ માર્ગ અત્યંત મહત્વનો છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારતમાં પણ પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે LPG સિલિન્ડરની ઉપલબ્ધતા અંગે લોકોમાં ચિંતા વધી રહી છે.

PM-Modi-On-Iran-Israel-War

PM નરેન્દ્ર મોદીએ ઉર્જા સુરક્ષા

આ ગંભીર સ્થિતિ વચ્ચે PM નરેન્દ્ર મોદીએ ઉર્જા સુરક્ષા મુદ્દે મોટી બેઠક યોજી હતી. પાંચ દેશોના પ્રવાસ પરથી પરત ફર્યા બાદ PM મોદીએ લગભગ ચાર કલાકથી વધુ સમય સુધી મેરેથોન કેબિનેટ બેઠક કરી હતી. આ બેઠકમાં પશ્ચિમ એશિયાની કટોકટી, તેલ પુરવઠા પર અસર અને ભવિષ્યમાં ઊભા થઈ શકે તેવા પડકારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. PM મોદીએ મંત્રીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારતને હવે ઉર્જા આત્મનિર્ભરતા તરફ વધુ ઝડપથી આગળ વધવું પડશે.

LPGના વિકલ્પ તરીકે બાયોગેસને

સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન PM મોદીએ ખાસ કરીને LPGના વિકલ્પ તરીકે બાયોગેસને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે પરંપરાગત ઇંધણ પર વધુ નિર્ભરતા લાંબા ગાળે જોખમી બની શકે છે અને હવે દેશે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો તરફ ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. બાયોગેસ, ગ્રીન એનર્જી અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ ઉર્જા સાધનોને પ્રોત્સાહન આપીને ભારત ઊર્જા સુરક્ષા મજબૂત બનાવી શકે છે.

lpg-simple

હોર્મુઝ સ્ટ્રેટના મહત્વ અંગે પણ બેઠક

હોર્મુઝ સ્ટ્રેટના મહત્વ અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. આ દરિયાઈ માર્ગથી વિશ્વના મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ અને ગેસનું પરિવહન થાય છે. જો અહીં કોઈ અવરોધ ઊભો થાય તો તે સીધી અસર વૈશ્વિક તેલ બજાર અને ઇંધણના ભાવ પર કરે છે. ભારત જેવા દેશો, જે મોટા પ્રમાણમાં તેલ આયાત કરે છે, તેમના માટે આ પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર હવે લાંબા ગાળાની વ્યૂહરચના પર કામ કરી રહી છે.

મંત્રીઓને બાકી રહેલા તમામ કાર્યો ઝડપથી પૂર્ણ

બેઠક દરમિયાન PM મોદીએ મંત્રીઓને બાકી રહેલા તમામ કાર્યો ઝડપથી પૂર્ણ કરવાની પણ સૂચના આપી હતી. તેમણે કહ્યું કે હવે ભૂતકાળની ચર્ચા કરતાં ભવિષ્ય માટે શું કરી શકાય તે પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. PMને મંત્રીઓને બિનજરૂરી વિવાદોથી દૂર રહીને લોકો માટે કામ કરવાની સલાહ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે “વિકસિત ભારત 2047” માત્ર રાજકીય સૂત્ર નથી પરંતુ દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા છે.

આ પણ વાંચો : ડીઝલની અછત વચ્ચે સરકારનું મોટું નિવેદન, દેશભરમાં પૂરતો જથ્થો હોવાનો દાવો

આ બેઠકમાં કૃષિ, વન, મજૂરી, માર્ગ પરિવહન, કોર્પોરેટ, વિદેશ, વાણિજ્ય અને ઉર્જા વિભાગો દ્વારા પણ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા હતા. PM મોદીએ સ્પષ્ટ કર્યું કે સરકારનો મુખ્ય હેતુ સામાન્ય લોકોનું જીવન સરળ બનાવવાનો છે અને દરેક સુધારા લોકો માટે ફાયદાકારક હોવા જોઈએ. તેમણે મંત્રીઓને કહ્યું કે ફાઇલો ઝડપથી આગળ વધવી જોઈએ, ઓછા સમયમાં વધુ કામ થવું જોઈએ અને દરેક કાર્યમાં સરળતા લાવવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LPG Crisis Hormuz Strait Biogas India,

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ