ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ડીઝલની અછત વચ્ચે સરકારનું મોટું નિવેદન, દેશભરમાં પૂરતો જથ્થો હોવાનો દાવો

National / ડીઝલની અછત વચ્ચે સરકારનું મોટું નિવેદન, દેશભરમાં પૂરતો જથ્થો હોવાનો દાવો

Published By: Nidhi Panchal

Last Updated: 07:56 AM, 22 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના ઘણા વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો અને ડીઝલની અછતની ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે મોટું નિવેદન બહાર પાડ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકો અફવાઓથી દૂર રહે.

ADVERTISEMENT

દેશના અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ પંપ પર ભારે ભીડ અને ડીઝલ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં લોકો દ્વારા ડીઝલની અછત હોવાના દાવા કરવામાં આવ્યા હતા, જેના કારણે સામાન્ય નાગરિકોમાં ચિંતા ફેલાઈ હતી. આ સમગ્ર સ્થિતિ વચ્ચે હવે ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડી લોકોને વિશ્વાસ આપ્યો છે કે દેશમાં ઇંધણની કોઈ અછત નથી અને ગભરાટમાં જરૂરિયાત કરતાં વધુ ખરીદી કરવાની જરૂર નથી.

petrol-achat-vav

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ ડીઝલ ઉત્પાદન અને વપરાશના તાજા આંકડા જાહેર કર્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિનામાં ભારતમાં કુલ 10 મિલિયન મેટ્રિક ટન ડીઝલનું ઉત્પાદન થયું હતું, જ્યારે દેશની માસિક જરૂરિયાત આશરે 8 મિલિયન મેટ્રિક ટન જેટલી રહી હતી. એટલે કે ઉત્પાદન માંગ કરતાં લગભગ 2 મિલિયન મેટ્રિક ટન વધારે છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે દેશમાં ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અછત જેવી કોઈ સ્થિતિ નથી.

ડીઝલ અને પેટ્રોલનો સામાન્ય રીતે 2 થી 3 દિવસનો સ્ટોક

સરકારે વધુમાં જણાવ્યું કે દેશભરના મોટાભાગના પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલનો સામાન્ય રીતે 2 થી 3 દિવસનો સ્ટોક રાખવામાં આવે છે. જોકે છેલ્લા કેટલાક દિવસોમાં લોકો ગભરાઈને વધારે પ્રમાણમાં ઇંધણ ભરાવી રહ્યા હોવાથી માંગમાં અચાનક 20 થી 25 ટકા સુધીનો વધારો નોંધાયો છે. આ વધેલી માંગને કારણે કેટલાક વિસ્તારોમાં સપ્લાય ચેઇન પર દબાણ આવ્યું અને કામચલાઉ મુશ્કેલીઓ ઊભી થઈ. પરંતુ આ માત્ર સમયસરનો દબાણ છે, અછત નહીં.

નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ

સુજાતા શર્માએ નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સરકાર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દેશભરમાં સતત ઇંધણ પુરવઠો જળવાઈ રહે તે માટે સંકલન કરીને કામ કરી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તમામ રિટેલ ઇંધણ આઉટલેટ્સ પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને સામાન્ય રીતે ખરીદી ચાલુ રાખવી જોઈએ.

petrol-pump-simplw-2

રાંધણ ગેસ એટલે કે LPG અંગે પણ સરકારે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. સરકારે સ્વીકાર્યું કે ભારત તેની લગભગ 60 ટકા LPG જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે, છતાં સ્થાનિક ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે દેશની ઉર્જા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે અને ઇંધણ પુરવઠામાં કોઈ ખલેલ ન પડે તેની સતત દેખરેખ રાખી રહી છે.

આ પણ વાંચો : આકાશમાં એર ઈન્ડિયાના વિમાનના એન્જિનમાં આગની આશંકા, 171 મુસાફરોનો આબાદ બચાવ

છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓ અને ડીઝલ અછતની ચર્ચાઓને કારણે ઘણા વિસ્તારોમાં લોકો ગભરાઈ ગયા હતા. જોકે સરકારના આ સત્તાવાર નિવેદન બાદ હવે સ્થિતિ સામાન્ય થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારે લોકોને શાંતિ જાળવવા અને જરૂર મુજબ જ ઇંધણ ખરીદવાની અપીલ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diesel News Fuel Supply Petrol Diesel Update

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ