બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:08 PM, 19 August 2025
સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાય વીડિયો વાયરલ થતાં હોય છે. જે જોઈને આપણે ઘણી વાર ચોંકી જઈએ છીએ તો ઘણીવાર હસી હસીને લોટપોટ થઈ જઈએ છીએ. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
વાયરલ થઈ રહેલો આ વીડિયો એક મેટ્રોની અંદરનો છે. મોટા શહેરોમાં મેટ્રોએ પ્રવાસનું મહત્વનું સાધન બની ગયું છે. દરરોજ લાખો લોકો તેમાં મુસાફરી કરે છે. આવા સમયે અહીં અનેક પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. ક્યારેક સીટ માટે ઝગડો, તો ક્યારેક ધક્કામુક્કી માટે બબાલ.
ઘણીવાર આવા ઝઘડાઓને લોકો કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર મૂકી દે છે, અને પછી એ વીડિયો વાયરલ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જે ફની અંદાજમાં શૂટ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
શું છે વાયરલ વીડિયોમાં?
વીડિયોની શરૂઆતમાં મેટ્રોના કોચમાં બે છોકરીઓ ઊભી દેખાય છે. તેમની બાજુમાં સોનેરી વાળવાળો એક છોકરો ઊભો હોય છે. જેવી મેટ્રો આગળ વધે છે, અચાનક એ યુવક એક છોકરી સાથે અથડાઈ જાય છે. પહેલી નજરે એવું લાગે છે કે તેણે જાણીજોઈને આવું કર્યું છે. આ હરકત છોકરીને પસંદ ન આવતા તે છોકરાને ગુસ્સામાં ગાલ પર જોરદાર થપ્પડ મારી દે છે. આ દ્રશ્ય જોઈને તેની ફ્રેન્ડ હસવા લાગે છે અને બન્ને છોકરીઓ મળીને યુવકનો મજાક ઉડાવે છે.
ADVERTISEMENT
થપ્પડનો બદલો
વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે છોકરીના લાફો માર્યા બાદ યુવક ગેટ પાસે ઊભો રહી જાય છે. બધુ શાંત લાગી રહ્યું હોય છે. પરંતુ થોડી જ વારમાં એક મોટો ટ્વીસ્ટ આવે છે. જેવું નેક્સ્ટ સ્ટેશન આવે છે અને મેટ્રોનો દરવાજો ખૂલે છે, તરત જ એ યુવક થપ્પડનો બદલો લઈ લે છે.
ADVERTISEMENT
કોઈ પણ જાતનો ટાઈમપાસ કર્યા વગર તે યુવક હાથ ઊંચકીને એ જ છોકરીને જોરદાર લાફો મારી દે છે અને તરત જ બહાર દોડીને જતો રહે છે. આ અચાનક થયેલા હુમલાથી છોકરી ચોંકી જાય છે. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે લાફો ખાધા પછી પણ તે છોકરી અને તેની ફ્રેન્ડ જોરથી હસવા લાગે છે.
અહીં જુઓ વાયરલ વીડિયો
ADVERTISEMENT
भाई ने तो बदला ले लिया 🤣 , बताओ इसने सही किया या गलत ..😋 pic.twitter.com/Tl8MVqsDp1
— Choudhary_ (@Miss_Choudhary0) August 13, 2025
વીડિયો પર યુઝર્સની કમેન્ટ્સ
ADVERTISEMENT
લોકોએ આ વીડિયો જોઈને કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે કમેન્ટ કરી– “આને જ કહેવામાં આવે છે જેસે કો તેસા, હવે કોઈ ગિલા-શિકવા નથી.” જ્યારે બીજા યુઝરે લખ્યું છે – “યુવકે સાચો બદલો લીધો.” જ્યારે કેટલાક દર્શકોએ તેને સંપૂર્ણ રીતે સ્ક્રિપ્ટેડ ગણાવ્યો. તેમનું કહેવું છે કે આવી ઘટનાઓ ખરેખર નથી થતી, પણ માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે.
વીડિયો રેકોર્ડ કરનાર શખ્સે મેટ્રોમાં બેઠેલા મુસાફરોનું રિએક્શન પણ કેમેરામાં કેદ કર્યું છે. મુસાફરો પણ આ બધું જોઈને હસવા લાગે છે. આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર @Miss_Choudhary0 નામના યુઝરે શેર કર્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ વ્યુઝ મળ્યા છે. હજારો લોકોએ તેને લાઈક અને શેર પણ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.