બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ઉદ્ધવ-ફડણવીસની બંધ રૂમમાં 20 મિનિટ સુધી મુલાકાત... CMએ ગઈકાલે જ સાથે જોડાવાની કરી હતી ઓફર
Last Updated: 05:48 PM, 17 July 2025
Maharashtra Politics : મહારાષ્ટ્રથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં મહત્વપૂર્ણ રાજકીય હલચલ જોવા મળી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરેએ બંધ રૂમમાં મુલાકાત કરી. આ મુલાકાત વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેના ચેમ્બરમાં લગભગ 20 મિનિટ ચાલી હતી. આ બેઠકમાં આદિત્ય ઠાકરે પણ હાજર હતા. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે એક દિવસ પહેલા જ દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને સરકારમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું.
ADVERTISEMENT
આ મુદ્દાઓ પર ચર્ચા થઈ
સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ, રાજ્યમાં ત્રિભાષા નીતિ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
ADVERTISEMENT
શું રાજ્યમાં નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે?
જોકે આ મુલાકાત અંગે બંને નેતાઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી પરંતુ આ મુલાકાતને મહારાષ્ટ્રના રાજકારણમાં સંભવિત નવા સમીકરણોના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
ADVERTISEMENT

ફડણવીસે ગઈકાલે જ ઓફર આપી હતી
ADVERTISEMENT
નોંધનીય છે કે બુધવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમના જૂના સાથી ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદમાં શાસક પક્ષમાં જોડાવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે આખા ગૃહે આ પ્રસ્તાવની ટીકા કરી હતી, પરંતુ શિવસેના (UBT)ના વડા ચૂપ રહ્યા.
ઉદ્ધવે શું કહ્યું?
ADVERTISEMENT
જોકે ફડણવીસની આ ઓફર પર ઉદ્ધવ ઠાકરેએ પાછળથી મીડિયાને કહ્યું કે, કેટલીક બાબતોને મજાક તરીકે લેવી જોઈએ.
ADVERTISEMENT
'ઈચ્છો તો સાથે આવી જાઓ', વિધાન પરિષદમાં મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસની ઉદ્ધવ ઠાકરેને ખુલ્લી ઓફર
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 17, 2025
((વિધાન પરિષદ સત્રમાં બોલતી વખતે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું 'જુઓ ઉદ્ધવજી, ઓછોમાં ઓછા 2029 સુધીમાં અમારા ત્યાં (વિપક્ષ)માં જવાની કોઈ સંભાવના નથી. જો તમે (ઉદ્વવ ઠાકરે) ઈચ્છો તો આ તરફ… pic.twitter.com/gXHLH6SgQ1
શું હતું ફડણવીસનું આખું નિવેદન ?
દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેના કાર્યકાળના અંત પ્રસંગે આયોજિત વિદાય સમારંભ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. ઉદ્ધવને શાસક પક્ષમાં જોડાવાનો પ્રસ્તાવ મૂકતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 'જુઓ ઉદ્ધવ જી, 2029 સુધી અમારા માટે ત્યાં (વિપક્ષમાં) આવવાની કોઈ તક નથી... પરંતુ તમે અહીં (શાસક પક્ષમાં) આવી શકો છો, આનો વિચાર કરી શકાય છે. અમે આનો અલગ રીતે વિચાર કરી શકીએ છીએ. પરંતુ અમારા માટે ત્યાં જવાનો કોઈ વિકલ્પ બચ્યો નથી.' તેમણે એમ પણ કહ્યું કે અંબાદાસ દાનવે જ્યાં પણ (શાસક પક્ષમાં કે વિપક્ષમાં) છે, તેમના વાસ્તવિક વિચારો રાષ્ટ્રવાદી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.