બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પ્રિયંકા ગાંધીનાં પતિની વધી મુશ્કેલી, ED દ્વારા રોબર્ટ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ, કરોડોની મિલકતો જપ્ત

મોટા સમાચાર / પ્રિયંકા ગાંધીનાં પતિની વધી મુશ્કેલી, ED દ્વારા રોબર્ટ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ, કરોડોની મિલકતો જપ્ત

Priykant Shrimali

Last Updated: 04:02 PM, 17 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Robert Vadra Land Deal Case : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી, જાણો શું છે સમગ્ર મામલો ?

Robert Vadra Land Deal Case : કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી શકે છે. વાસ્તવમાં હરિયાણાના શિકોહપુરમાં જમીન સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. તેમની સાથે ઘણા અન્ય લોકો અને કંપનીઓના નામ પણ તેમાં સામેલ છે. આ કેસ સપ્ટેમ્બર 2018નો છે જ્યારે રોબર્ટ વાડ્રા, હરિયાણાના તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડા, રિયલ એસ્ટેટ કંપની DLF અને એક પ્રોપર્ટી ડીલર વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. FIRમાં ભ્રષ્ટાચાર, બનાવટી અને છેતરપિંડી સહિત અન્ય આરોપો લગાવવામાં આવ્યા છે.

37.64 કરોડ રૂપિયાની મિલકત જપ્ત

મીડિયા અહેવાલો મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુગ્રામમાં કથિત જમીન કૌભાંડના સંદર્ભમાં કોંગ્રેસ નેતા રોબર્ટ વાડ્રાની 37.64 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરી છે. ગુરુગ્રામ પોલીસે 1 સપ્ટેમ્બર 2018 ના રોજ FIR નંબર 288 નોંધી હતી જેમાં રોબર્ટ વાડ્રા અને તેમની કંપની સ્કાય લાઈટ હોસ્પિટાલિટીને આરોપી બનાવવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, સેક્ટર 83 ના શિકોહપુર ગામમાં 3.53 એકર જમીન 12 ફેબ્રુઆરી 2008 ના રોજ ઓંકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી ખોટા દસ્તાવેજો દ્વારા ખરીદવામાં આવી હતી. વાડ્રા પર આ જમીન માટે વાણિજ્યિક લાઇસન્સ મેળવવા માટે વ્યક્તિગત પ્રભાવનો ઉપયોગ કરવાનો પણ આરોપ છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હવે 37.64 કરોડ રૂપિયાની 43 સ્થાવર મિલકતો જપ્ત કરી છે.

એવું તે શું છે ચાર્જશીટમાં ?

ચાર્જશીટ મુજબ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટીએ 2008માં 7.5 કરોડ રૂપિયામાં 3.53 એકર જમીન ખરીદી હતી. જોકે પ્રોજેક્ટ પૂર્ણ કર્યા વિના જ એટલી જ જમીન 58 કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવી હતી. ચાર્જશીટમાં રોબર્ટ વાડ્રાને આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસમાં એજન્સીએ વાડ્રાની 18 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી. આ સાથે હરિયાણાના ઘણા અન્ય કોંગ્રેસ નેતાઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ચાર્જશીટમાં તેમના નિવેદનોનો ઉલ્લેખ છે.

રોબર્ટ વાડ્રા સામે શું છે આરોપો ?

પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા પર આરોપ છે કે, તેમની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડે ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી 3.5 એકર જમીન 7.5 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ સોદાનું પરિવર્તન પણ અસામાન્ય રીતે કરવામાં આવ્યું હતું. એવો આરોપ છે કે, હરિયાણાની તત્કાલીન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સરકારે રોબર્ટ વાડ્રાની કંપનીને લાઇસન્સ આપ્યું હતું, જેનાથી તે આ જમીનના 2.70 એકરને કોમર્શિયલ કોલોની તરીકે વિકસાવવાની મંજૂરી આપી હતી. રહેણાંક પ્રોજેક્ટ માટે લાઇસન્સ મળ્યા પછી જમીનની કિંમતમાં વધારો થયો. બાદમાં વાડ્રા સાથે સંકળાયેલી કંપનીએ આ જમીન DLFને 58 કરોડ રૂપિયામાં વેચી દીધી. બાદમાં હુડા સરકારે આવાસ પ્રોજેક્ટનું લાઇસન્સ DLF ને ટ્રાન્સફર કર્યું. આ સમગ્ર સોદામાં ઘણી ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો આરોપ છે. હરિયાણા પોલીસે 2018 માં આ સોદા સંબંધિત કેસ નોંધ્યો હતો. બાદમાં ED એ પણ આ મામલે કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

IAS અશોક ખેમકાએ ખુલાસો કર્યો

રોબર્ટ વાડ્રા સંબંધિત આ કેસમાં થયેલી ગેરરીતિઓનો ખુલાસો IAS અશોક ખેમકા દ્વારા કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2023માં ED એ આ કેસમાં UAE સ્થિત ઉદ્યોગપતિ સીસી થંપી અને યુકેના શસ્ત્ર વેપારી સંજય ભંડારીના સંબંધી સુમિત ચઢ્ઢા સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં વાડ્રા અને તેમની પત્ની પ્રિયંકા ગાંધીનું નામ આરોપી તરીકે નથી પરંતુ તેમની જમીન ખરીદી અને વેચાણની વિગતો શામેલ છે.

આ પણ વાંચો : 'તું વારે-વારે હોટલમાં કેમ ગઈ, તારે આડા-સંબંધો હતા' મહિલાની હરકતોથી સુપ્રીમ કોર્ટ શરમાઈ, લગાવી ફટકાર

શું કહ્યું EDએ ?

EDએ કહ્યું હતું કે, વાડ્રા સાથે કથિત રીતે જોડાયેલા થમ્પીએ 2005 થી 2008 દરમિયાન દિલ્હી-NCR સ્થિત રિયલ એસ્ટેટ એજન્ટ HL પાહવા દ્વારા હરિયાણાના ફરીદાબાદના અમીરપુર ગામમાં લગભગ 486 એકર જમીન ખરીદી હતી. ચાર્જશીટ અનુસાર રોબર્ટ વાડ્રાએ 2005-2006માં HL પાહવા પાસેથી અમીરપુરમાં 334 કનાલ (40.08 એકર) જમીનના ત્રણ ટુકડા ખરીદ્યા હતા અને ડિસેમ્બર 2010માં HL પાહવાને તે જ જમીન વેચી દીધી હતી. ED અનુસાર રોબર્ટ વાડ્રાની પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ એપ્રિલ 2006માં HL પાહવા પાસેથી હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના અમીરપુર ગામમાં 40 કનાલ (05 એકર) ખેતીની જમીન ખરીદી હતી અને ફેબ્રુઆરી 2010માં HL પાહવાને તે જ જમીન વેચી દીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

charge sheet Robert Vadra Enforcement Directorate
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ