ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / મુંબઈ / મુંબઈમાં 24 મૂક-બધિર મહિલાઓ સાથે દુષ્કર્મ, રેપિસ્ટ અશ્લીલ વીડિયો બનાવી યુવતીઓને ન્યૂડ કોલ કરતો
Last Updated: 08:16 PM, 21 December 2025
ADVERTISEMENT
Mumbai Crime : મુંબઈમાં મૂક-બધિર મહિલાઓ સાથે થયેલા એક અત્યંત ગંભીર અને ચોંકાવનારા ગુનાનો હવે ખુલાસો થયો છે. વાસ્તવમાં આ કેસમાં પોલીસે મહેશ પવાર નામના આરોપીની 13 ડિસેમ્બરે ધરપકડ કરી છે. આ આરોપી છેલ્લા ઘણા વર્ષોથી એવી મહિલાઓને નિશાન બનાવતો હતો, જે સાંભળી કે બોલી શકતી નથી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ ગુનાઓની શરૂઆત વર્ષ 2009થી થઈ હતી. એક પીડિતા તે સમયે નાબાલિક હતી. હાલમાં તે પરણી ગઈ છે અને મુંબઈના પશ્ચિમ ઉપનગરમાં રહે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી માત્ર એક જ મહિલાનો નહીં, પરંતુ અનેક મૂક-બધિર મહિલાઓનો શોષણ કરતો રહ્યો હતો.
ADVERTISEMENT
પીડિતાની હિંમતથી થયો ખુલાસો
આ કેસ ત્યારે બહાર આવ્યો જ્યારે તાજેતરમાં એક મૂક-બધિર મહિલા આરોપીના સતત શોષણથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કરવા પહોંચી ગઈ. આ ઘટના જોઈને એક પીડિતા માનસિક રીતે તૂટી પડી. તેણે નક્કી કર્યું કે હવે ચુપ નહીં રહેવું. પીડિતાએ પોતાના મિત્રો અને સહકર્મીઓને એક વોટ્સએપ વીડિયો કોલમાં જોડ્યા. સાઇન લેંગ્વેજ દ્વારા તેણે જણાવ્યું કે, તે છેલ્લા 16 વર્ષથી આ ભયાનક આઘાત સાથે જીવી રહી છે. તેની વાત સાંભળીને અન્ય લોકો પણ આગળ આવ્યા અને મામલો પોલીસ સુધી પહોંચ્યો.
ADVERTISEMENT
કેવી રીતે શરૂ થયો હતો ગુનો ?
પીડિતાના કહેવા મુજબ જુલાઈ 2009માં તેની એક મહિલા મિત્ર તેને મુંબઈ ફરાવવાના બહાને સાન્તાક્રુઝ વિસ્તારમાં આવેલા આરોપીના ઘરે લઈ ગઈ હતી. ત્યાં જન્મદિવસની વાત કરી તેને ખાવાનું અને એક ડ્રિંક આપવામાં આવી. આરોપ છે કે તે ડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવેલો હતો. થોડી જ વારમાં તેની મિત્ર ત્યાંથી નીકળી ગઈ. ત્યારબાદ આરોપીએ પીડિતાનો શોષણ કર્યો અને ઘટનાનો વીડિયો પણ બનાવ્યો. પછી આ વીડિયાના આધારે તેને ધમકાવી વર્ષો સુધી ચૂપ રાખી.
ADVERTISEMENT

વીડિયો દ્વારા બ્લેકમેલિંગ
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી આવી જ રીતે અનેક મૂક-બધિર મહિલાઓને ફસાવતો હતો. તે પહેલા તેમનો વિશ્વાસ જીતતો પછી નશીલો પદાર્થ આપીને શોષણ કરતો. ત્યારબાદ અશ્લીલ વીડિયો અને ફોટાઓના આધારે મહિલાઓને ધમકાવતો. આ વીડિયોનો ઉપયોગ કરીને તે મહિલાઓ પાસેથી પૈસા, સોનું, મોબાઈલ ફોન પણ પડાવતો હતો. કેટલાક કેસમાં મહિલાઓને ન્યૂડ વીડિયો કોલ કરવા માટે પણ મજબૂર કરાતી હતી અને તે કોલને રેકોર્ડ કરવામાં આવતો હતો.
આ પણ વાંચો : 'જી રામ જી', બિલ બન્યું કાયદો, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, હવે 125 દિવસની રોજગારી
ADVERTISEMENT
પતિ અને સામાજિક કાર્યકરોની મદદથી પહોંચ્યા પોલીસ સુધી
પીડિતાએ અંતે પોતાના પતિને આ સમગ્ર ઘટના વિશે જણાવ્યું. ત્યારબાદ થાણે ડેફ એસોસિએશનના અધ્યક્ષ વૈભવ ઘાઈસિસ, સાઇન લેંગ્વેજ ઇન્ટરપ્રિટર મધુ કેની અને અન્ય સામાજિક કાર્યકરોની મદદથી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને હાલ તે કસ્ટડીમાં છે. પ્રારંભિક તપાસમાં ઓછામાં ઓછા સાત મહિલાઓના શોષણના પુરાવા મળ્યા છે, જ્યારે પીડિતાની સંખ્યા 24થી વધુ હોઈ શકે છે. પોલીસનું કહેવું છે કે હજી અન્ય પીડિતાઓ પણ આગળ આવી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT