બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:50 PM, 13 September 2025
Madhya Pradesh : મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લામાં ગેરકાયદેસર ડ્રગ્સના ધંધા સામે કડક કાર્યવાહી હાથ ધરતાં પોલીસ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કામગીરી કરવામાં આવી છે. પોલીસે બે કારમાંથી કુલ ₹5.08 કરોડથી વધુ કિંમતના ડ્રગ્સ, રાસાયણિક પદાર્થો અને લેબ સાધનો જપ્ત કર્યા છે. સમગ્ર ઓપરેશનમાં શંકાસ્પદ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ભાજપ મંડળના ઉપપ્રમુખ અને સરપંચ પ્રતિનિધિ રાહુલ આંજના મુખ્ય આરોપી તરીકે બહાર આવ્યા છે.
ADVERTISEMENT
બાતમીદાર પાસેથી મળી માહિતી અને પછી...
વાસ્તવમાં પોલીસને એક વિશ્વસનીય બાતમીદાર તરફથી માહિતી મળી કે, આગર-બરોડ રોડ પર ગણેશ ગૌશાળા પાસે પાર્ક કરેલી એક અર્ટિગા કાર (MP-13-CE-6055) અને એક ઇગ્નિસ કાર (MP-13-CD-4006) માં મોટા પ્રમાણમાં માદક દ્રવ્યોનો જથ્થો ભરેલો છે. માહિતી મળતાં જ તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પોલીસને જોઈ અને રાહુલ અંજના ભાગી ગયો પણ...
પોલીસને જોઈને અર્ટિગા કારનો ડ્રાઈવર રાહુલ અંજના (ભાજપ મંડળ ઉપપ્રમુખ, થડોડા) ઘટનાસ્થળેથી ભાગી ગયો. જ્યારે ઇગ્નિસ કારમાં મુસાફરી કરી રહેલા ઈશ્વર માલવિયા અને દૌલત સિંહ અંજનાને કસ્ટડીમાં લેવામાં આવ્યા. બંને વાહનોની તપાસ દરમિયાન, માદક દ્રવ્યો, રસાયણો અને લેબ સાધનો મળી આવ્યા. કોતવાલી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
आगर मालवा, मध्य प्रदेश
— काश/if Kakvi (@KashifKakvi) September 12, 2025
मध्य प्रदेश पुलिस ने भाजपा मंडल उपाध्यक्ष राहुल आंजना सहित दो आरोपियों से ₹5.5 करोड़ की एमडी ड्रग बरामद की।
सूचना के आधार पर कोतवाली पुलिस ने गणेश गौशाला, आगर–बड़ौदा रोड पर खड़ी आर्टिगा एवं इग्निस कार से एमडी ड्रग और उससे बनाने के उपकरण व सामग्री जब्त… pic.twitter.com/WmFp01D7E8
જપ્ત કરાયેલા ડ્રગ્સ અને સાધનો:
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પણ વાંચો : હોટ એર બલૂનમાં બેસતાં જ આગ લાગી, મુખ્યમંત્રી માંડ-માંડ બચ્યા, જુઓ VIDEO
શું કહ્યું SPએ ?
ADVERTISEMENT
આ સમગ્ર ઓપરેશન મધ્યપ્રદેશ પોલીસ મુખ્યાલય ભોપાલના વિશેષ અભિયાનના ભાગરૂપે હાથ ધરાયું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક વિનોદ કુમાર સિંહ, ADG ઉમેશ જોગા (ઉજ્જૈન ઝોન) અને DIG *નવનીત ભસીન (ઉજ્જૈન રેન્જ)ના માર્ગદર્શન હેઠળ આ સફળતા હાંસલ કરવામાં આવી. એસપીએ જણાવ્યુ કે, અગર માલવા જિલ્લામાં ડ્રગ્સ વિરુદ્ધની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. આપણે ડ્રગ રેકેટના મૂળ સુધી જઈને કામગીરી કરીશું. ટીમના હિમ્મતભર્યા પ્રયત્નો બદલ તેમને ઇનામ પણ અપાશે.
ઝડપાયેલ આરોપીઓ
ઈશ્વર માલવીયા (ઉ.વ.33 ) રહે. થડોડા
દૌલતસિંહ અંજના (ઉ.વ.35) ગુરડિયા બારોડ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.