બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હોટ એર બલૂનમાં બેસતાં જ આગ લાગી, મુખ્યમંત્રી માંડ-માંડ બચ્યા, જુઓ VIDEO

મોટા સમાચાર / હોટ એર બલૂનમાં બેસતાં જ આગ લાગી, મુખ્યમંત્રી માંડ-માંડ બચ્યા, જુઓ VIDEO

Published By: Priykant Shrimali

Last Updated: 12:58 PM, 13 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM Mohan Yadav Hot Air Balloon : મુખ્યમંત્રી પહોંચ્યા હોટ એર બલૂન પ્રવૃત્તિમાં ભાગ લેવા પહોંચ્યા અને ભારે પવન વચ્ચે હોટ એર બલૂનના નીચેના ભાગમાં અચાનક આગ લાગી, જાણો પછી શું થયું ?

CM Mohan Yadav Hot Air Balloon : મધ્યપ્રદેશથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સાથે શનિવારે મંદસૌરમાં એક ગંભીર દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક વિગતો મુજબ મોહન યાદવ હોટ એર બલૂન પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે ગાંધી સાગર અભયારણ્ય ગયા હતા ત્યારે હોટ એર બલૂનના નીચેના ભાગમાં અચાનક આગ લાગી ગઈ. ઘટનાની ગંભીરતા વચ્ચે ચેતી જ ગયા સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્યમંત્રીને સુરક્ષિત બહાર કાઢ્યા અને ત્યારબાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો.

જાણો શું થયું હતું ?

શનિવારે સવારે મુખ્યમંત્રી મંદિર દર્શન અને પ્રવાસન પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે મંદસૌરના ગાંધી સાગર અભયારણ્ય ખાતે પહોંચ્યા હતા. એ સમય દરમિયાન તેઓ હોટ એર બલૂન માટે બનાવેલા મંચ પાસે હાજર હતા અને બલૂનમાં પ્રવેશ કર્યો હતો. જોકે આ દરમિયાન ભારે પવનના કારણે બલૂન સ્થિર રહી ન શક્યું અને તેની નીચેની બર્નર સિસ્ટમ આસપાસના ફેબ્રિક સાથે સંપર્કમાં આવી જવાથી આગ લાગી ગઈ. અધિકારીઓના જણાવ્યા મુજબ, પવનની ઝડપ લગભગ 20 કિલોમીટર પ્રતિ કલાક હતી જેના કારણે હોટ એર બલૂન યોગ્ય રીતે ઉડી શક્યું નહોતું અને તેનો તળિયાનો ભાગ હીટિંગ સિસ્ટમના સંપર્કમાં આવી જતા આગ લાગી.

સુરક્ષા કર્મચારીઓની સતર્કતાથી બચી દુર્ઘટના

જોકે આ ઘટના બની ત્યારે મુખ્યમંત્રીએ તેમનું ધૈર્ય જાળવી રાખ્યું અને ઘટનાસ્થળે હાજર સુરક્ષા કર્મચારીઓએ ઝડપી કાર્યવાહી કરીને તેમને તરત જ બલૂનમાંથી બહાર કાઢ્યા. આગ પર તરત કાબૂ મેળવવામાં આવ્યો અને કોઈ જાનહાની થવાની ઘટના બની નહોતી.

એર બલૂનમાં કોઈ ખામી નહોતી: અધિકારીઓ

મંદસૌરના કલેક્ટર અદિતિ ગર્ગે ઘટનાને લઈ સ્પષ્ટતા કરી હતી કે, કેટલાક મીડિયાએ ઘટનાને લઇને ભ્રામક અને અયોગ્ય માહિતી ફેલાવી છે. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી માત્ર હોટ એર બલૂનને નિહાળવા ગયા હતા. એમાં કોઈ ત્રુટિ નહોતી. તમામ સલામતીના ધોરણોનું પાલન થયું છે. અધિકારીઓએ જણાવ્યું કે, હોટ એર બલૂનની કામગીરી માટે જરૂરી તકેદારી અને સલામતીના નિયમોનું કડક પાલન કરાયું હતું. આગ લાગવાની ઘટના એક અનિચ્છનીય દુરસંમજુતીના કારણે ઘટી હતી અને સમયસર નિયંત્રણમાં લઇ લેવાઈ હતી. પ્રશાસને લોકો અને મીડિયા પાસેથી અપેક્ષા રાખી છે કે તેઓ ફક્ત સત્તાવાર માહિતી પર જ આધાર રાખે અને અસત્ય, ખોટા અથવા વધારાની અફવાઓથી દૂર રહે.

આ પણ વાંચો : હિમાચલના બિલાસપુર-મંડીમાં ફરી આભ ફાટ્યું, અત્યાર સુધીમાં મોતનો આંકડો 350ને પાર, 400થી વધુ ઘાયલ

મુખ્યમંત્રીની ઝાબુઆ મુલાકાત અને મોટી જાહેરાત

હોટ એર બલૂન ઘટનાના એક દિવસ પૂર્વે મુખ્યમંત્રી મોહન યાદવ ઝાબુઆ ખાતે એક જાહેર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યાં તેમણે લાડલી બહેના યોજના અંતર્ગત મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, દિવાળી પછી મહિલાઓને આપવામાં આવતી માસિક નાણાકીય સહાયની રકમ ₹1250 થી વધારીને ₹1500 કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Madhya Pradesh Fire in hot air balloon CM Mohan Yadav

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ