બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હિમાચલના બિલાસપુર-મંડીમાં ફરી આભ ફાટ્યું, અત્યાર સુધીમાં મોતનો આંકડો 350ને પાર, 400થી વધુ ઘાયલ

તબાહી / હિમાચલના બિલાસપુર-મંડીમાં ફરી આભ ફાટ્યું, અત્યાર સુધીમાં મોતનો આંકડો 350ને પાર, 400થી વધુ ઘાયલ

Published By: Nidhi Panchal

Last Updated: 12:34 PM, 13 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે વિનાશ થયો છે. રાજ્યભરના લોકોને ભારે ચિંતામાં મૂક્યું છે.

હિમાચલ પ્રદેશ છેલ્લા ત્રણ મહિનાથી ભારે વરસાદ અને ભૂસ્ખલનથી પરેશાન છે. 2025 ની ચોમાસાની ઋતુમાં રાજ્યભરમાં પ્રકૃતિએ એટલી તબાહી મચાવી છે કે લોકોના જીવન અને સંપત્તિ પર ગંભીર અસર થઈ રહી છે. SDMA દ્વારા જાહેર થયેલી માહિતી પ્રમાણે, 20 જૂનથી અત્યાર સુધીમાં 386 લોકોની આફતોમાં મોત થઈ છે. આ દરમિયાન આર્થિક નુકસાન લગભગ રૂ. 4,465 કરોડની ગણના સુધી પહોંચ્યું છે. રાજ્યભરમાં અત્યાર સુધી ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત લગભગ 500 રસ્તા બ્લોક થઈ ગયા છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે.

himachal-2

શુક્રવારે મોડી રાત્રે હિમાચલ પ્રદેશના બિલાસપુરના નામહોલમાં વાદળ ફાટ્યું. તેના કારણે 10થી વધુ વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા. આ તબાહીના કારણે રસ્તાઓ પણ ધોવાઈ ગયા, ઘણા ઘરોને પણ નુકસાન થયું. તે જ સમયે, શનિવારે સવારે 4 વાગ્યે મંડી જિલ્લાના ધરમપુરના સપડી રોહ ગામમાં ભૂસ્ખલન થયું. ઘણા ઘરો કાટમાળથી ઘેરાયેલા છે. 8 ઘરોને ખાલી કરાવવામાં આવ્યા છે.

Himalayas-cloudburst-1

અહેવાલ મુજબ 218 લોકોનું મૃત્યુ

અહેવાલ મુજબ, વરસાદ, ભૂસ્ખલન, અચાનક પૂર, વાદળ ફાટવા, ડૂબવાની ઘટનાઓ, વીજળી પડવી, સાપના હુમલા અને ઘરો ધરાશાયી થવું જેવી પરિસ્થિતિઓમાં 218 લોકોનું મૃત્યુ થયું છે. સાથે જ માર્ગ અકસ્માતોમાં 168 લોકોના મોત થયા છે, જેના કારણે કુલ મૃત્યુઆંક 386 પર પહોંચી ગયો છે.

app promo5

2,083 પ્રાણીઓના મોત

આ સીઝનમાં પ્રાણીઓ પણ ભારે પ્રભાવિત થયા છે. SDMAના અહેવાલ મુજબ, 2,083 પ્રાણીઓના મોત થયા છે અને 26,955થી વધુ પક્ષીઓ પણ મૃત્યુ પામ્યા છે. 451થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘરોની તબાહી પણ મોટી છે: 1,544 ઘરો સંપૂર્ણપણે ધ્વસ્ત થયા છે, જ્યારે 41 દુકાનો, 38 ગૌશાળાઓ, 66 મજૂરોની ઝૂંપડીઓ અને સૈંકડો ઘરોને આંશિક નુકસાન થયું છે.

આ પણ વાંચો : ગ્રેડ-પેના હિસાબથી કેટલી વધી શકે તમારી સેલરી? જુઓ Level 1થી 7 સુધીનું કેલ્ક્યુલેશન

જિલ્લાઓ પ્રમાણે, મંડીમાં સૌથી વધુ 37 લોકોના મોત થયા છે. બાદમાં કાંગડા (33), કુલ્લુ (31) અને ચંબા (21) છે. માર્ગ અકસ્માતોમાં મંડી (24), કાંગડા (21), ચંબા (22) અને શિમલા (18) સૌથી વધુ પ્રભાવિત થયા છે. રાજ્ય સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે, પરંતુ હવામાન અને ભૂસ્ખલનની સ્થિતિને કારણે મદદ પહોંચાડવી મુશ્કેલ બની રહી છે. નાગરિકોને સલામતીના તમામ પગલાં લેવા માટે SDMA દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે. હાલના પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો ચાલી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

landslides Himachal Pradesh floods monsoon 2025

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ