બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હેલિકોપ્ટરને થયો એક્સિડન્ટ, વીડિયોમાં સામે આવ્યું ખૌફનાક દ્રશ્ય

કેરળ / VIDEO : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હેલિકોપ્ટરને થયો એક્સિડન્ટ, વીડિયોમાં સામે આવ્યું ખૌફનાક દ્રશ્ય

Priykant Shrimali

Last Updated: 10:16 AM, 22 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

President Draupadi Murmu Helicopter : કેરળના હેલિપેડ પર ઘટના, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હેલિકોપ્ટર લેન્ડ થતાં હેલિપેડ તૂટી પડ્યું, તાત્કાલિક કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી

President Draupadi Murmu Helicopter : કેરળના પઠાણમથિટ્ટા જિલ્લાના પ્રમદમ સ્ટેડિયમ ખાતે એક અનોખી ઘટના સામે આવી છે. વાસ્તવમાં અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લઈ આવતા હેલિકોપ્ટરનું લેન્ડિંગ દરમિયાન હેલિપેડનો એક ભાગ તૂટી પડ્યો. હેલિકોપ્ટરના વજનથી હેલિપેડની સપાટી દબાઈ ગઈ જોકે તાત્કાલિક ક્રૂ ટીમે હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે અન્ય સ્થાન પર ખસેડી દીધું. પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓએ ત્વરિત કામગીરી કરતા મોટી અકસ્માત ટળી ગયો.

સબરીમાલા યાત્રા અને સત્તાવાર કાર્યક્રમો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલમાં દક્ષિણ ભારતીય રાજ્ય કેરળની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે છે. તેઓ મંગળવારે સાંજે તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. બુધવારે તેઓ પઠાણમથિટ્ટા જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ હિન્દુ તીર્થધામ સબરીમાલા દર્શન માટે રવાના થયા હતા. સવારે 7:25 વાગ્યે રાજભવનથી રવાના થયેલો રાષ્ટ્રપતિનો કાફલો એરપોર્ટ પહોંચ્યો હતો, જ્યાંથી હેલિકોપ્ટર દ્વારા તેઓ પ્રમદમ ખાતે પહોંચ્યા. ત્યારબાદ પમ્બા અને ત્યાંથી ફોર-વ્હીલ ડ્રાઈવ વાહનો તથા પરંપરાગત ટ્રેક પાથ મારફતે તેઓ સબરીમાલાના સ્વામી અય્યપ્પાના દર્શન માટે સન્નિધાનમ જવાના હતા.

ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB)ના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિના પ્રવાસ માટે તમામ તૈયારીઓ પુર્ણ કરવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાજેતરમાં આખા કાફલાનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી નવા વર્ષ પર પાઠવી શુભેચ્છાઓ

દિવસના અંતે રાષ્ટ્રપતિ તિરુવનંતપુરમ પરત ફરશે. ગુરુવારે તેઓ રાજભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનની પ્રતિમાનું અનાવરણ કરશે. ત્યારબાદ તેઓ વર્કલાના શિવગીરી મઠ ખાતે શ્રી નારાયણ ગુરુની મહાસમાધિ શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ કોટ્ટયમ જિલ્લાના પાલામાં આવેલા સેન્ટ થોમસ કોલેજના પ્લેટિનમ જયંતી સમારોહના સમાપન કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

President Draupadi Murmu Kerala Draupadi Murmu helicopter
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ