બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / PM નરેન્દ્ર મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી નવા વર્ષ પર પાઠવી શુભેચ્છાઓ

બેસતું વર્ષ 2025 / PM નરેન્દ્ર મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી નવા વર્ષ પર પાઠવી શુભેચ્છાઓ

Priykant Shrimali

Last Updated: 08:00 AM, 22 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Year 2025 : આજે નવા વર્ષ નિમિત્તે PM મોદી, CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજોએ X પર લોકોને શુભકામના પાઠવી છે.

New Year 2025 : આજે બેસતા વર્ષના દિવસે PM નરેન્દ્ર મોદી અને CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ દેશવાસીઓને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ લોકોને નુતન વર્ષની શુભકામના પાઠવી છે.

PM મોદીએ પાઠવી શુભકામના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દેશવાસીઓને શુભકામના પાઠવતા લખ્યું કે, નૂતન વર્ષાભિનંદન…!!! આજથી આરંભ થતું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લાવે એવી હાર્દિક શુભકામનાઓ. ગુજરાતની આ ખમતીધર માટીના મહેનતુ લોકો અને સમૃદ્ધ સંસ્કૃતિ વધુ ઓજસ્વી બને, એ જ અંતરમનથી પ્રાર્થના. નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ!

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાઠવી શુભકામનાઓ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નવા વર્ષની શુભકામના આપતા કહ્યું કે, સૌ ગુજરાતી ભાઈઓ અને બહેનોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. ભગવાનને પ્રાર્થના કરું છું કે, આ નવુ વર્ષ આપ સૌના માટે દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને અપાર સુખ-સમૃદ્ધિ લઈને આવે.

CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામનાઓ

આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શુભકામનાઓ પાઠવી છે. તેમણે લખ્યું કે, વિક્રમ સંવત ૨૦૮૨ના મંગલ પ્રારંભે ગુજરાતના નાગરિકોને અને વિશ્વભરમાં વસતા ગુજરાતી પરિવારોને નૂતન વર્ષાભિનંદન. આ નવું વર્ષ આપ સૌના જીવનમાં અને પરિવારમાં નવો ઉત્સાહ, શાંતિ, સુખ-સમૃદ્ધિ અને પરસ્પર પ્રેમનું સિંચન કરે. ગુજરાતની અસ્મિતા અને ગૌરવ સદૈવ જળવાઈ રહે અને રાજ્ય પ્રગતિના પંથે અગ્રેસર રહે તેવી મંગલ કામના.

CM ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, નવા વર્ષના શુભ અવસરે આપણે સૌ 'સ્વદેશી અભિયાન' ને વધુ બળ આપવાનો સંકલ્પ લઈએ. આવો, સ્વદેશી ઉત્પાદનો અપનાવીને ગુજરાત અને દેશને દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં સક્રિય યોગદાન આપી, સમૃદ્ધ રાજ્ય અને શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનીએ.

આ પણ વાંચો : નવા વર્ષે ભૂકંપથી ધણધણી ઉઠી ધરતી, મધરાતે આવ્યો 6.1ની તીવ્રતાનો ભૂકંપ

હર્ષ સંઘવીએ પણ પાઠવી શુભકામનાઓ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પણ નવા વર્ષ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે. નવા વર્ષના સૌને રામ રામ ! ખમીરવંતા ગુજરાતીઓને નવા વર્ષની અનેક અનેક શુભકામનાઓ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New Year CM Bhupendra Patel PM Modi
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ