બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જમ્મુના ઉધમપુરમાં CRPFની ગાડી 200 ફૂટ ઊંડી ખીણમાં 3 જવાન શહીદ, 5 ગંભીર, મોટી દુર્ઘટના

દુખદ / જમ્મુના ઉધમપુરમાં CRPFની ગાડી 200 ફૂટ ઊંડી ખીણમાં 3 જવાન શહીદ, 5 ગંભીર, મોટી દુર્ઘટના

Published By: Jay Bhatt

Last Updated: 01:01 PM, 7 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ અને કાશ્મીરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જ્યાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)થી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી છે.

CRPF Bus Accident: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક દુ:ખદ અકસ્માતની ઘટના બની છે, જ્યાં 23 CRPF જવાનોને લઈ જતી એક બસ કાબૂ ગુમાવતા ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટના બસંતગઢ વિસ્તારમાં કંડવા નજીક બની હોવાનું કહેવાય છે.

ત્રણ જવાનો શહીદ થયાના અહેવાલ

આ ગંભીર દુર્ઘટનામાં 3 જવાનો શહીદ થયા છે જ્યારે 12 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 5ની હાલત જણાવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તેમજ સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.

જવાનો ઓપરેશનમાંથી પરત ફરી રહ્યા હતા

આ ઘટના સવારે લગભગ 10:30 વાગ્યે બની હોવાનું કહેવાય રહ્યું છે. આ જવાનો બસંતગઢથી એક ઓપરેશન પાર પાડીને પરત ફરી રહ્યા હતા. વાહનમાં અર્ધલશ્કરી દળની 187મી બટાલિયનના જવાનો સવાર હતા. અકસ્માત કેટલો ભયાનક હશે એ વાતનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શક્શો કે વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા બુકડો બોલી ગયો હતો.

ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા

હાલ ઈજાગ્રસ્ત સૈનિકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઉધમપુરના અધિક પોલીસ અધિક્ષક સંદીપ ભટ્ટે આ દુર્ઘટના વિશે જણાવ્યું હતું કે, 'તમામ ઈજાગ્રસ્તોને યોગ્ય તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે'.

Vtv App Promotion 2

વધુ વાંચો : VIDEO : 'ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચુકવવા પણ તૈયાર', ટેરિફ વોરની વચ્ચે PM મોદીનું મોટું એલાન

કેન્દ્રીય મંત્રીએ અકસ્મતાની જાણકારી આપી

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, 'ઉધમપુરના કંડવા-બસંતગઢ વિસ્તારમાં CRPFના બસનો અકસ્માત થયો છે. જેમાં કેટલાક સૈનિકો શહીદ થયાના સમાચાર સાંભળીને મને દુઃખ થયું છે. વાહનમાં ઘણા બહાદુર CRPF સૈનિકો મુસાફરી કરી રહ્યા હતા. મેં હમણાં જ DC સલોની રાય સાથે વાત કરી છે, જેઓ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે અને મને માહિતી આપી રહ્યા છે. રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. શક્ય તેટલી દરેક મદદ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે'.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jammu kashmir CRPF bus falls into Ditch National

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ