ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : 'ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચુકવવા પણ તૈયાર', ટેરિફ વોરની વચ્ચે PM મોદીનું મોટું એલાન

જવાબ / VIDEO : 'ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચુકવવા પણ તૈયાર', ટેરિફ વોરની વચ્ચે PM મોદીનું મોટું એલાન

Published By: Jay Bhatt

Last Updated: 10:52 AM, 7 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે (06 ઓગસ્ટ 2025) વધારાનો 25 ટકા ટેરિફ ભારત પર લગાડ્યો હતો. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે.

ADVERTISEMENT

PM Modi on Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ભારત પર એક પછી એક ટેરિફ બોમ્બ ફોડી રહ્યાં છે. ભારત પર કુલ 50 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. ત્યારે હવે ટ્રમ્પના ટેરિફ પર વડાપ્રધાન મોદીએ જડબાતોડ જવાબ આપ્યો છે.

PM મોદીનું દેશના ખેડૂતોના પક્ષમાં મોટું નિવેદન

અમેરિકા સાથેના ટેરિફ વોર વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોના પક્ષમાં એક મોટું નિવેદન આપ્યું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે, 'ખેડૂતોના હિતોનું રક્ષણ કરવું એ અમારી ટોચની પ્રાથમિકતા છે. ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. હું જાણું છું કે આપણે આની ભારે કિંમત ચૂકવવી પડશે અને હું તેના માટે તૈયાર છું. ભારત આ માટે તૈયાર છે'.

ટ્રમ્પે ગઈકાલે વધારાનો ટેરિફ લગાવ્યો હતો

નોંધનીય છે કે, ગઈકાલે (06 ઓગસ્ટ 2025)ના રોજ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારત પર કડક વલણ અપનાવતા એક ખાસ કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીને ભારતથી અમેરિકા આવતા તમામ માલસામાન પર 25%નો વધારાનો ટેરિફ લગાવ્યો હતો. આ નવા ટેરિફને કારણે ભારતમાંથી નિકાસ થતા અનેક માલસમાન પર કુલ ડ્યુટી હવે 50 ટકા સુધી પહોંચી જશે. ત્યારે આજે નવી દિલ્હીમાં એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા કરતા સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતી પરનો ખર્ચ ઘટાડવા માટે સતત કામ કરી રહી છે'.

વધુ વાંચો : 'ટેરિફ તો બહાનું, યુદ્ધવિરામનો જશ ન મળતાં ટ્રમ્પ કાઢી રહ્યાં છે ખુન્નસ', બોલ્યાં મોટા ઉદ્યોગપતિ

તમને હજુ ઘણું બધુ જોવા મળશે

આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારત પર વધુ 'સેકેન્ડરી સેકશન' લગાવવાના સંકેત આપ્યા હતા. પત્રકારે જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે ચીન જેવા અન્ય દેશ પણ રશિયાનું તેલ ઇમ્પોર્ટ કરે છે, આમ છતાં ભારત પર વધારાનો ટેરિફ કેમ લગાવવમાં આવ્યો? આનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું હતું કે, 'અત્યારે તો માત્ર 8 કલાક થયા છે. જુઓ આગળ શું થાય છે. તમને હજુ ઘણું બધુ જોવા મળશે, તમારે ઘણા સેકેન્ડરી ટેરિફ જોવા મળશે.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Terrif war National

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ