બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતાના રાજ્ય અંતિમ સંસ્કાર માટે જૈન સંત આચાર્ય લોકેશ મુનિને આમંત્રણ
Last Updated: 09:30 AM, 2 July 2026
Iran Funeral : ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતાના રાજ્ય અંતિમ સંસ્કાર કાર્યક્રમને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રસંગે ભારતના જાણીતા જૈન સંત અને આધ્યાત્મિક નેતા આચાર્ય લોકેશ મુનિને પણ વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અહિંસા, વૈશ્વિક શાંતિ અને આંતરધર્મીય સંવાદ માટે લાંબા સમયથી કાર્યરત રહેલા આચાર્ય લોકેશ મુનિને આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
ઈરાનના સર્વોચ્ચ નેતાના કાર્યાલયના આંતરરાષ્ટ્રીય સંબંધ વિભાગ તરફથી સત્તાવાર રીતે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આમંત્રણમાં બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધો, સાંસ્કૃતિક નજીકતા અને પરસ્પર સન્માનને વિશેષ રીતે ઉજાગર કરવામાં આવ્યા હતા. સાથે જ ભારત અને ઈરાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના દૃષ્ટિકોણથી આ ઉપસ્થિતિને મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે.
Jain Saint Acharya Lokesh has been invited to attend the state funeral ceremony of Supreme Leader Ayatollah Seyyed Ali Khamenei in Iran
— ANI (@ANI) July 1, 2026
ADVERTISEMENT
ભારત સરકાર તરફથી પણ આ કાર્યક્રમમાં સત્તાવાર પ્રતિનિધિત્વ રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતના પ્રતિનિધિઓ ઈરાનમાં યોજાનારી વિધિઓમાં હાજરી આપશે, જે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને દર્શાવતું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં તાજેતરના તણાવ અને અથડામણો બાદ રાજકીય પરિસ્થિતિમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. નવા નેતૃત્વ હેઠળ ઈરાનમાં આગામી દિશા અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર વિશ્વભરમાં નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : હવે રશિયા ભારત પાસેથી ખરીદશે પેટ્રોલ! યુક્રેનના હુમલા બાદ પુતિનના દેશમાં ઓઇલ કટોકટી
ADVERTISEMENT
અહેવાલો અનુસાર ઈરાનમાં યોજાનારી જાહેર શ્રદ્ધાંજલિ અને અંતિમ સંસ્કાર વિધિઓ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. લાખો લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ વચ્ચે સુરક્ષા, પરિવહન, આરોગ્ય અને જાહેર સેવાઓ માટે વિશાળ સ્તરે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજધાનીના વિવિધ વિસ્તારોમાં જાહેર પરિવહન વ્યવસ્થા સક્રિય રાખવામાં આવશે તેમજ લોકોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ માત્ર શોક અને શ્રદ્ધાંજલિ પૂરતો મર્યાદિત નથી પરંતુ તે વૈશ્વિક રાજદ્વારી સંબંધો, ધાર્મિક સહઅસ્તિત્વ અને આંતરરાષ્ટ્રીય સહયોગના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.