બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / શી જિનપિંગનું ધર્મયુદ્ધ! ચીનમાં લાગુ કરવામાં આવ્યો યુનિફોર્મ સિવિલ કોડ

વિશ્વ / શી જિનપિંગનું ધર્મયુદ્ધ! ચીનમાં લાગુ કરવામાં આવ્યો યુનિફોર્મ સિવિલ કોડ

Priykant Shrimali

Last Updated: 12:22 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

China New Law : ચીનમાં નવો જાતીય એકતા કાયદો અમલમાં, 'એક દેશ-એક ઓળખ' નીતિ પર વૈશ્વિક ચર્ચા

China New Law : ચીને 1 જુલાઈથી 'એથનિક યુનિટી એન્ડ પ્રોગ્રેસ પ્રમોશન લો' અમલમાં મૂક્યો છે. ચીન સરકારના જણાવ્યા અનુસાર આ કાયદાનો મુખ્ય હેતુ દેશની વિવિધ જાતિ અને સમુદાયો વચ્ચે રાષ્ટ્રીય એકતા મજબૂત કરવાનો છે. જોકે, આ કાયદાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા અને ટીકા પણ શરૂ થઈ છે. ઘણા નિષ્ણાતોનું માનવું છે કે આ કાયદા દ્વારા ચીનમાં 'એક દેશ-એક ઓળખ'ની નીતિને વધુ મજબૂતી આપવામાં આવી રહી છે. ચીનમાં સત્તાવાર રીતે 56 જેટલા જાતિ સમુદાયો વસે છે. નવા કાયદા હેઠળ તમામ સમુદાયોને સૌપ્રથમ પોતાની ઓળખ 'ચીની રાષ્ટ્ર'ના ભાગ તરીકે સ્વીકારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે આ પગલું રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતા માટે જરૂરી છે.

નવા કાયદા હેઠળ શિક્ષણ ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. હવે સરકારી શાળાઓમાં મુખ્ય શિક્ષણ માધ્યમ તરીકે માત્ર મેન્ડરિન ભાષાને પ્રાથમિકતા આપવામાં આવશે. અભ્યાસક્રમમાં એવા વિષયોનો સમાવેશ કરવામાં આવશે જે વિદ્યાર્થીઓમાં ચીનની રાષ્ટ્રીય ઓળખ અને શાસક કમ્યુનિસ્ટ પાર્ટી પ્રત્યે વિશ્વાસ અને વફાદારી મજબૂત કરે. માતા-પિતાને પણ બાળકોમાં રાષ્ટ્રીય ભાવના વિકસાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત મ્યુઝિયમ, લાઇબ્રેરી અને અન્ય સાંસ્કૃતિક સંસ્થાઓમાં પણ એવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવામાં આવશે જે ચીનના ઇતિહાસ, રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક સમરસતાને ઉજાગર કરે. સ્થાનિક વહીવટી તંત્રને વિવિધ જાતિના લોકો વચ્ચે સામાજિક એકીકરણ વધે તે માટે જરૂરી આયોજન કરવાની સત્તા પણ આપવામાં આવી છે.

કાયદાની એક મહત્વપૂર્ણ જોગવાઈ મુજબ, જો કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા સંશોધક વિદેશમાં રહીને પણ ચીનની જાતીય એકતા સામે પ્રવૃત્તિ કરશે અથવા અલગાવવાદને પ્રોત્સાહન આપશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે. આ જોગવાઈને લઈને માનવાધિકાર સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતાના રાજ્ય અંતિમ સંસ્કાર માટે જૈન સંત આચાર્ય લોકેશ મુનિને આમંત્રણ

સંયુક્ત રાષ્ટ્રના કેટલાક માનવાધિકાર નિષ્ણાતોનું માનવું છે કે આ કાયદાથી તિબેટી, ઉઇગર અને મંગોલ જેવા લઘુમતી સમુદાયોની ભાષા, સંસ્કૃતિ અને ધાર્મિક સ્વતંત્રતા પર અસર પડી શકે છે. બીજી તરફ ચીન સરકારે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે કાયદાનો હેતુ કોઈની સંસ્કૃતિને નબળી પાડવાનો નહીં, પરંતુ રાષ્ટ્રીય એકતા અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

China Ethnic Unity and Progress Promotion Law Xi Jinping
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ