બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:53 PM, 1 July 2026
ટેરિફ વિવાદ બાદ હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોને ફરીથી પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે એક મોટી ટ્રેડ ડિલને લઈને ચાલી રહેલી વાતચીત હવે અંતિમ તબક્કામાં છે. આ મહત્ત્વપૂર્ણ જાહેરાત પહેલાં ટ્રમ્પ વહીવટીતંત્રે મોટું કદમ ઉઠાવતા ભારતની 4 પ્રતિષ્ઠિત કંપનીઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને હટાવી દીધા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમેરિકાના નાણા વિભાગ દ્વારા જે 4 કંપનીઓ પરથી બેન હટાવવામાં આવ્યો છે, તેમાં હૈદરાબાદ સ્થિત 'આરઆરજી એન્જિનિયરિંગ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ' (RRG Engineering Technologies Pvt Ltd) અને 'લોકેશ મશીન્સ લિમિટેડ' (Lokesh Machines Ltd), અમદાવાદ સ્થિત 'ગેલેક્સી બેરિંગ્સ લિમિટેડ' (Galaxy Bearings Ltd) તેમજ દિલ્હી સ્થિત 'શૌર્ય એરોનોટિક્સ પ્રાઇવેટ લિમિટેડ' (Shaurya Aeronautics Pvt Ltd) નો સમાવેશ થાય છે. અમેરિકી નાણા વિભાગે આ તમામ સંસ્થાઓને પોતાની સ્પેશિયલી ડેઝિગ્નેટેડ નેશનલ્સ લિસ્ટમાંથી સત્તાવાર રીતે બહાર કરી દીધી છે. સામાન્ય રીતે આ બ્લેકલિસ્ટમાં જે પણ કંપનીઓ કે વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે, તેમની અમેરિકી અધિકાર ક્ષેત્રમાં આવતી તમામ મિલકતોને ફ્રીઝ કરી દેવામાં આવે છે.

ADVERTISEMENT
અમેરિકાના ફોરેન એસેટ્સ કંટ્રોલ ઓફિસ દ્વારા આ ચાર કંપનીઓ વિરુદ્ધ લેવાયેલા એક્શનના લગભગ 2 વર્ષ બાદ આ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લેવાયો છે. વર્ષ 2024 માં OFAC એ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળ 21 ભારતીય સંસ્થાઓ પર પ્રતિબંધો લગાવ્યા હતા, જેમાં 19 કંપનીઓ અને 2 વ્યક્તિઓ સામેલ હતા. આ આદેશ ખાસ કરીને એવી કંપનીઓ કે લોકોને ટાર્ગેટ કરવા માટે લાવવામાં આવ્યો હતો, જેમની પર રશિયન સરકારને પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે મદદ કરવાનો આરોપ હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમેરિકાની આ કડક કાર્યવાહી વર્ષ 2022 માં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ મોસ્કો પર લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના ઉલ્લંઘનને રોકવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ હતી. આ પ્રતિબંધો બાદ ભારત સરકારે સ્પષ્ટ કર્યું હતું કે તેણે આ મુદ્દે વોશિંગ્ટન સાથે રાજદ્વારી સ્તરે વાતચીત કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે હંમેશા એ વલણ જાળવી રાખ્યું છે કે ભારત આંતરરાષ્ટ્રીય સમુદાયનું એક અત્યંત જવાબદાર સભ્ય દેશ છે.
આ પણ વાંચોઃ રજૂઆત / વડોદરા MP-MLA સંકલન બેઠકમાં બિલ્ડર સામે કાર્યવાહીનો મુદ્દો ગરમાયો
ADVERTISEMENT
પ્રતિબંધોની યાદીમાંથી મુક્ત કરાયેલી ચાર કંપનીઓમાંથી બે કંપનીઓ- ગેલેક્સી બેરિંગ્સ લિમિટેડ અને લોકેશ મશીન્સ લિમિટેડ- શેરબજારમાં પબ્લિકલી લિસ્ટેડ કંપનીઓ છે. આમાંની લોકેશ મશીન્સના ગ્રાહકોની યાદીમાં અમેરિકાની જોન ડીરે (John Deere) અને કમિન્સ (Cummins), સ્વીડનની વોલ્વો (Volvo) તેમજ જાપાનની હોન્ડા (Honda) અને સુઝુકી (Suzuki) જેવી વૈશ્વિક જાયન્ટ કંપનીઓ સામેલ છે. આ ઉપરાંત, હૈદરાબાદની આરઆરજી એન્જિનિયરિંગ ટેક્નોલોજીસ ભારતની એવિએશન (વિમાનન) ક્ષેત્રની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.