બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટનો વધુ એક મોટો ઝટકો, અમેરિકામાં જન્મજાત નાગરિકતાનો અધિકાર નાબૂદ નહીં થાય

વિશ્વ / ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટનો વધુ એક મોટો ઝટકો, અમેરિકામાં જન્મજાત નાગરિકતાનો અધિકાર નાબૂદ નહીં થાય

Pravin Joshi

Last Updated: 09:59 PM, 30 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બે દિવસની અંદર બીજા બે મોટા ઝટકા લાગ્યા છે. એક દિવસ પહેલા જ અમેરિકી સુપ્રીમ કોર્ટે ફેડરલ રિઝર્વ ગવર્નર લિસા કુક (Lisa Cook) મામલામાં ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો હતો.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બે દિવસની અંદર બીજા બે મોટા ઝટકા લાગ્યા છે. એક દિવસ પહેલા જ અમેરિકી સુપ્રીમ કોર્ટે ફેડરલ રિઝર્વ ગવર્નર લિસા કુક મામલામાં ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો હતો. ત્યારે હવે, મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના જન્મજાત નાગરિકતાને મર્યાદિત કરવાના ઐતિહાસિક પ્રયાસને 6-3 ના બહુમતથી ફગાવી દીધો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાની ધરતી પર જન્મ લેનારા લગભગ તમામ બાળકોને 14મા સુધારા હેઠળ જન્મથી જ અમેરિકી નાગરિકતાનો અધિકાર મળતો રહેશે.

trump-normal

ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સુપ્રીમ કોર્ટની રોક

ટ્રમ્પે ગયા વર્ષે પોતાના બીજા કાર્યકાળના પ્રથમ દિવસે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આ આદેશમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અથવા અસ્થાયી વિઝા પર આવેલા માતા-પિતાના બાળકોને અમેરિકી નાગરિકતા મળશે નહીં. જો કે, નીચલી અદાલતોએ આ આદેશ પર રોક લગાવી દીધી હતી અને 14મા સુધારાના નાગરિકતા ખંડનો હવાલો આપતા કહ્યું હતું કે અમેરિકાની ધરતી પર જન્મ લેનારી દરેક વ્યક્તિ ત્યાંની નાગરિક છે.

US SUPRIME COURT

ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે બહુમતીનો લેખિત ચુકાદો વાંચતા કહ્યું કે, સંયુક્ત રાજ્ય અમેરિકામાં ગેરકાયદે કે અસ્થાયી રૂપે રહેતા માતા-પિતાથી જન્મેલા બાળકો પણ દેશના અધિકાર ક્ષેત્રને આધીન છે અને તેથી 14મા સુધારા હેઠળ તેઓ જન્મથી જ અમેરિકી નાગરિક ગણાશે. નોંધનીય છે કે, ટ્રમ્પે આ મામલે પોતે સુપ્રીમ કોર્ટમાં મૌખિક ચર્ચામાં ભાગ લીધો હતો, જે કોઈ રાષ્ટ્રપતિ માટે અસામાન્ય પગલું છે. તેઓ પોતાના સોલિસિટર જનરલ જોન સોયરની દલીલો દરમિયાન કોર્ટમાં હાજર રહ્યા હતા, પરંતુ ACLU ના વકીલ સેસિલિયા વાંગની બહેસ દરમિયાન રોકાયા નહોતા.

'બર્થ ટૂરિઝમ' અંગે ટ્રમ્પ સરકારની દલીલ

સુનાવણી દરમિયાન ટ્રમ્પ વહીવટીતંત્રે એવી દલીલ કરી હતી કે મર્યાદિત વગરની જન્મસિદ્ધ નાગરિકતા ગેરકાયદેસર ઇમિગ્રેશન અને 'બર્થ ટૂરિઝમ' ને પ્રોત્સાહન આપે છે, જેમાં વિદેશી યુગલો માત્ર પોતાના બાળકને અમેરિકી નાગરિકતા અપાવવા માટે જ અમેરિકા આવે છે. સરકારનું કહેવું હતું કે 14મો સુધારો, જે ગૃહયુદ્ધ પછી ભૂતપૂર્વ ગુલામોના અધિકારો માટે લાવવામાં આવ્યો હતો, તે ગેરકાયદે પ્રવાસીઓ અથવા અસ્થાયી વિઝા ધારકો પર લાગુ પડતો નથી.

આ પણ વાંચો : IPL ક્રિકેટર અને તેના IPS પિતા સામે ફરિયાદ, "મારો મોબાઈલ ઝૂંટવી લીધો, ગાળો આપી, મારીને ફેંકી દેવાની ધમકી આપી"

1898 ના ઐતિહાસિક ચુકાદાનો હવાલો

જો કે, અદાલતે 1898 ના ઐતિહાસિક 'વોંગ કિમ આર્ક' કેસનો હવાલો આપીને ટ્રમ્પ સરકારની આ વ્યાખ્યાને નકારી કાઢી હતી. તે સમયે સુપ્રીમ કોર્ટે ચાઈનીઝ માતા-પિતાના અમેરિકામાં જન્મેલા બાળકને અમેરિકી નાગરિક માન્યું હતું. ટ્રમ્પના આ પ્રયાસને ફગાવી દેવો એ તેમના બીજા કાર્યકાળની ત્રીજી મોટી અદાલતી હાર છે. આ પહેલા અદાલતે તેમના મોટાભાગના વૈશ્વિક ટેરિફ અને ફેડરલ રિઝર્વ ગવર્નર લિસા કુકને બરખાસ્ત કરવાના પ્રસ્તાવ પર પણ રોક લગાવી દીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

USSupremeCourt DonaldTrump BirthrightCitizenship
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ