બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનની ભારતને ધમકી, 'પાણી રોકવાનો પ્રયાસ કરશો તો હાથ કાપી નાખીશું',

વિશ્વ / સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનની ભારતને ધમકી, 'પાણી રોકવાનો પ્રયાસ કરશો તો હાથ કાપી નાખીશું',

Nidhi Panchal

Last Updated: 01:28 PM, 30 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિંધુ જળ સંધિને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે. આ દરમિયાન પાકિસ્તાનના મંત્રી મુસાદિક મલિકે ભારતને ધમકીભર્યું નિવેદન આપતાં વિવાદ વધુ ગરમાયો છે.

સિંધુ જળ સંધિને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે પાકિસ્તાનના આબોહવા પરિવર્તન મંત્રી મુસાદિક મલિકે ભારતને લઈને ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનના હિસ્સાના પાણી પર કોઈ હાથ નાખવાનો પ્રયાસ કરશે તો પાકિસ્તાન તેનો કડક જવાબ આપશે. તેમના આ નિવેદન બાદ બંને દેશો વચ્ચે ચાલી રહેલા જળ વિવાદને લઈને ચર્ચા વધુ તેજ બની છે.

pakistan-2

પાકિસ્તાન વચ્ચે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિને લઈને તણાવ

મુસાદિક મલિકનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિને લઈને તણાવ વધ્યો છે. ભારતે પહેલગામ આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિ હેઠળની કેટલીક સહયોગી પ્રક્રિયાઓને અસ્થાયી રીતે સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે.

પાકિસ્તાન પોતાના પાણીના હક્કોની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ

માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરાર સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં મુસાદિક મલિકે કહ્યું કે પાકિસ્તાન પોતાના પાણીના હક્કોની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનના પાણીમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ સ્વીકારવામાં આવશે નહીં. તેમના નિવેદન દરમિયાન તેમણે કહ્યું કે પાકિસ્તાન પોતાના હકોની રક્ષા કરવા માટે જરૂરી તમામ પગલાં ભરશે.

દેશના પાણીના પ્રવાહને રોકવાનો અધિકાર

મુસાદિક મલિકે વધુમાં જણાવ્યું કે પાકિસ્તાનનું માનવું છે કે ઉપરવાસમાં આવેલા દેશને નીચેવાસમાં આવેલા દેશના પાણીના પ્રવાહને રોકવાનો અધિકાર નથી. તેમણે દાવો કર્યો કે પાકિસ્તાન પોતાના હિસ્સાના પાણીની સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ રહેશે અને સંધિ હેઠળ મળતા પાણીના પ્રવાહમાં કોઈ અવરોધ સ્વીકારશે નહીં.

ઉપનદીઓનો પાણીનો પ્રવાહ પાકિસ્તાન તરફ યથાવત

બીજી તરફ ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેણે સિંધુ નદીનું સંપૂર્ણ પાણી રોક્યું નથી. સિંધુ નદી અને તેની ઉપનદીઓનો પાણીનો પ્રવાહ પાકિસ્તાન તરફ યથાવત ચાલુ છે. જોકે, ભારતે સિંધુ જળ સંધિ હેઠળ બંને દેશો વચ્ચે ચાલતી સહયોગ વ્યવસ્થાને સ્થગિત કરી છે. અગાઉ બંને દેશો પાણીના પ્રવાહ, બંધ, વિવિધ પ્રોજેક્ટ અને જળ વ્યવસ્થાપન અંગે નિયમિત માહિતી અને સંદેશાઓની આપ-લે કરતા હતા, જે હાલ સ્થગિત કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગણેશ ગોંડલની મુશ્કેલી વધી શકે, હાઈકોર્ટમાં CCTVને લઈ મોટો દાવો

ઉલ્લેખનીય છે કે સિંધુ જળ સંધિ વર્ષ 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ હતી, જેમાં વિશ્વ બેંકે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. આ સંધિનો મુખ્ય હેતુ સિંધુ નદી અને તેની ઉપનદીઓના પાણીની વહેંચણી માટે સ્પષ્ટ વ્યવસ્થા ઉભી કરવાનો હતો. આ કરાર હેઠળ કઈ નદીનું પાણી કયા દેશને મળશે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષો સુધી આ સંધિ બંને દેશો વચ્ચે પાણીના વિતરણનું મુખ્ય આધારસ્તંભ રહી છે, પરંતુ હાલના તણાવ વચ્ચે આ મુદ્દો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indus Water Treaty India Pakistan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ