બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દેશનું પહેલું માઈક્રોપ્રોસેસર 'વિક્રમ-32' બનશે ગેમ ચેન્જર, જાણો ભારત માટે કેમ મહત્વપૂર્ણ

નેશનલ / દેશનું પહેલું માઈક્રોપ્રોસેસર 'વિક્રમ-32' બનશે ગેમ ચેન્જર, જાણો ભારત માટે કેમ મહત્વપૂર્ણ

Published By: Shilpa Parmar

Last Updated: 06:19 PM, 4 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indias first microprocessor : શું તમને ખબર છે કે દેશનું પહેલું માઇક્રોપ્રોસેસર ‘વિક્રમ-32’ કેવી રીતે ભારત માટે બદલાવ લાવી શકે છે અને તે ભારત માટે કેમ જરૂરી છે? ચાલો જાણીએ માઇક્રોપ્રોસેસર વિક્રમ 32 શું છે અને તેનાથી શું બદલાવ આવી શકે છે?

ભારતે પોતાનું પહેલું સ્વદેશી માઈક્રોપ્રોસેસર વિક્રમ 3201 તૈયાર કરી લીધું છે. માઈક્રોપ્રોસેસર કમ્પ્યુટર, મોબાઇલ, વાહન, ડિફેન્સ ઇક્વિપમેન્ટ, સ્માર્ટ ડિવાઇસ વગેરે ઘણું બધું નિયંત્રિત કરી શકે છે. ચાલો જાણીએ કે માઈક્રોપ્રોસેસર કેમ જરૂરી છે,

સ્વદેશી માઈક્રોપ્રોસેસર

ભારત લાંબા સમયથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સોફ્ટવેર સેવાઓમાં ગ્લોબલ સેન્ટર રહ્યું છે, પરંતુ હાર્ડવેર, ખાસ કરીને માઈક્રોપ્રોસેસર બનાવવામાં વિદેશો પર નિર્ભર રહેતું આવ્યુ છે. હવે દેશનું પહેલું સ્વદેશી માઈક્રોપ્રોસેસર વિક્રમ 3201 તૈયાર થઈ ગયું છે. આ માત્ર મોટી સિદ્ધિ જ નહીં, પરંતુ આત્મનિર્ભર ભારત તરફનું મહત્વપૂર્ણ પગલું પણ છે. હવે ભારતને વિશ્વના નકશા પર અલગ રીતે જોવામાં આવશે.

માઈક્રોપ્રોસેસર શું છે?

માઈક્રોપ્રોસેસર એ એક રીતનું મગજ છે જે કમ્પ્યુટર, મોબાઇલ, ઓટોમોબાઇલ, ડિફેન્સ ઇક્વિપમેન્ટ, સ્માર્ટ ડિવાઇસ અને ઘરેલુ ઉપકરણો સુધી ઘણું બધું નિયંત્રિત કરે છે. તે લાખો-કરોડો નાનાં ટ્રાન્ઝિસ્ટરથી બને છે. જે ડેટાની ગણતરી, નિયંત્રણ અને પ્રોસેસિંગ કરે છે.

સરળ શબ્દોમાં કહીએ તો જો હાર્ડવેર શરીર છે તો માઇક્રોપ્રોસેસર તેનું મગજ છે. તે મશીનને કહે છે કે કયું કામ કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે. આ કારણસર તે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે અત્યંત મહત્વનું છે.

ભારતનું પ્રથમ સ્વદેશી માઇક્રોપ્રોસેસર

IIT મદ્રાસ અને IIT બોમ્બેના વૈજ્ઞાનિકોએ મળીને ભારતનું પહેલું સ્વદેશી પ્રોસેસર તૈયાર કર્યું છે. તેને શક્તિ (IIT મદ્રાસ) અને મૂસિક (IIT બોમ્બે) નામે વિકસાવવામાં આવ્યુ છે. બંનેએ અલગ-અલગ ક્ષેત્રમાં ઉપયોગી એવા પ્રોસેસર ડિઝાઇન કર્યા છે.

  • શક્તિ પ્રોસેસર

લો-પાવર ડિવાઇસથી લઈને ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલર અને હાઈ-પરફોર્મન્સ સર્વર માટે બનાવવામાં આવ્યું છે. તે ઓપન-સોર્સ આર્કિટેક્ચર RISC-V પર આધારિત છે, એટલે ભારતને વિદેશી લાયસન્સ પર આધાર રાખવાની જરૂર નથી.

  • મૂસિક પ્રોસેસર

આ એક મલ્ટી-કોર પ્રોસેસર છે, જેનો ઉપયોગ હાઇ કેપેસિટી કમ્પ્યુટિંગ માટે થશે. ખાસ કરીને AI અને મશીન લર્નિંગ માટે તે ખૂબ મહત્વનું સાબિત થશે.

આ પ્રોસેસર ક્યાં કામ આવશે?

ભારતમાં બનેલા માઇક્રોપ્રોસેસરના ઉપયોગની સંભાવનાઓ અત્યંત વ્યાપક છે:

  • ડિફેન્સ ક્ષેત્રમાં: મિસાઈલ ગાઈડન્સ સિસ્ટમ, રડાર, ડ્રોન અને કોમ્યુનિકેશન સિસ્ટમમાં ઉપયોગી. વિદેશી ટેકનોલોજી પર આધાર ઘટશે અને સુરક્ષા મજબૂત થશે.
  • ઓટોમોબાઇલ ઉદ્યોગમાં: ઇલેક્ટ્રિક વાહનો અને સ્માર્ટ કારના કંટ્રોલ સિસ્ટમમાં ઉપયોગ થશે. સ્થાનિક સ્તરે ટેકનોલોજી ઉપલબ્ધ હોવાથી ખર્ચ ઘટશે.
  • સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સમાં: ભારતમાં બનેલા મોબાઇલ, ટીવી, સ્માર્ટ વૉચ, IoT ડિવાઇસ વગેરેને સ્વદેશી પ્રોસેસર મળશે.
  • સુપર કમ્પ્યુટિંગ અને ડેટા સેન્ટરમાં: ડેટા એનાલિટિક્સ, ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને AI આધારિત કામમાં મદદરૂપ. ડિજિટલ ઇન્ડિયા અને 5G/6G એપ્લિકેશનને સપોર્ટ મળશે.
  • શિક્ષણ અને સંશોધનમાં: એન્જિનિયરિંગ સંસ્થાઓમાં રિસર્ચને પ્રોત્સાહન મળશે, સ્ટાર્ટઅપ્સને નવી તક મળશે.

માઇક્રોપ્રોસેસર કેવી રીતે કામ કરે છે?

  • પ્રોસેસર ઇનપુટ (ડેટા/કમાન્ડ) લે છે.
  • અંદરના ટ્રાન્ઝિસ્ટર લોજિક અને ગણતરી આધારે ડેટા પ્રોસેસ કરે છે.
  • પરિણામ આઉટપુટ રૂપે આપે છે.
  • શક્તિ અને મૂસિક જેવા ભારતીય પ્રોસેસર આધુનિક આર્કિટેક્ચર પર આધારિત છે, જેમાં હાઈ-સ્પીડ ગણતરી, ઓછી ઊર્જા વપરાશ, સુરક્ષા સુવિધા અને કસ્ટમાઇઝેશનની ખાસિયતો છે.
made-in-india-chips

ભારત અત્યાર સુધી ક્યાંથી ખરીદતું હતું?

ભારત અત્યાર સુધી મુખ્યત્વે અમેરિકા, તાઇવાન, જાપાન અને દક્ષિણ કોરિયામાંથી પ્રોસેસર આયાત કરતું હતું, જેના પર દર વર્ષે અબજો ડૉલર ખર્ચાતા હતા.

  • અમેરિકા: Intel, AMD, Qualcomm જેવી અગ્રણી કંપનીઓ.
  • તાઇવાન: TSMC – જે Apple, Nvidia જેવા બ્રાન્ડ માટે ચિપ બનાવે છે.
  • દક્ષિણ કોરિયા: Samsung – હાઈ-પરફોર્મન્સ ચિપ્સ બનાવવામાં અગ્રણી.
  • જાપાન: ઉચ્ચ ગુણવત્તાવાળી ઇલેક્ટ્રોનિક સામગ્રી અને માઇક્રોકન્ટ્રોલર પૂરું પાડે છે.

ભારત સરકારની યોજનાઓ

  • ભારત માત્ર પ્રોસેસર ડિઝાઇન સુધી મર્યાદિત ન રહીને આખું સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
  • 2021માં સરકારે 76,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું, જેનાથી ચિપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન અને પેકેજિંગ સુધીની સંપૂર્ણ સપ્લાય ચેઇન તૈયાર થશે.
  • Make in India અને Digital India સાથે જોડાયેલી PLI યોજના, જેમાં ઇલેક્ટ્રોનિક ઘટકો અને ડિવાઇસ ઉત્પાદકોને ટેક્સમાં રાહત અને પ્રોત્સાહન આપવામાં આવે છે.
  • વેદાંતા-ફોક્સકોન, માઇક્રોન જેવી કંપનીઓ સાથે ગુજરાત અને તમિલનાડુમાં ચિપ ફેક્ટરી બનાવવા માટે સમજૂતી કરી છે.
  • Design-Link પ્રોગ્રામ દ્વારા સ્ટાર્ટઅપ્સ અને શૈક્ષણિક સંસ્થાઓને ચિપ ડિઝાઇનમાં મદદ.
  • રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક્સ નીતિ 2019 અંતર્ગત 2025 સુધી 400 બિલિયન ડૉલરની ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય.

ભારત માટે ગેમ-ચેન્જર કેવી રીતે?

  • ડિફેન્સ અને કોમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં વિદેશ પર આધાર રાખવો નહીં પડે.
  • અબજો ડૉલરનું આયાત બિલ ઘટશે.
  • સ્થાનિક ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સને મોટો ફાયદો થશે.
  • ચિપ ડિઝાઇન, ફેબ્રિકેશન, ટેસ્ટિંગ અને પેકેજિંગ ઉદ્યોગમાં નવા રોજગારના ઓપ્શન મળશે.
  • ભારત ટેકનોલોજી ક્ષેત્રમાં અગ્રણી દેશોની યાદીમાં આવશે.
  • આવનારા સમયમાં ભારતને ચીન અને તાઇવાનના વિકલ્પ તરીકે જોવામાં આવશે.

ભારત સામેના પડકારો

  • મોટા પાયે ચિપ ફાઉન્ડ્રી (Fabrication Plant)નો અભાવ.
  • કાચા માલ અને સાધનો હજી સુધી મોટા ભાગે આયાત કરવા પડે છે.
  • આંતરરાષ્ટ્રીય સ્પર્ધા ભારે છે,જ્યાં કંપનીઓ સતત નાના અને ઝડપી પ્રોસેસર બનાવી રહી છે.

વધુ વાંચો: શું નવા સ્લેબથી GST કલેક્શનમાં થશે વધારો? તાજેતરમાં જ કરેલું રેકોર્ડબ્રેક કલેક્શન

ભારતનો પહેલો સ્વદેશી માઇક્રોપ્રોસેસર આવનાર સમયમાં માત્ર ટેકનોલોજીકલ આત્મનિર્ભરતાનો આધાર જ નહીં, પરંતુ ડિફેન્સ, ઓટોમોબાઇલ, સ્માર્ટ ડિવાઇસ, શિક્ષણથી લઈને સુપર કમ્પ્યુટિંગ સુધી ક્રાંતિ લાવી શકે છે. સરકારના સેમિકન્ડક્ટર મિશન અને PLI યોજનાઓ આ દિશાને વધુ ગતિ આપશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indias first microprocessor Information Technology Vikram 3201

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ