બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / માઉન્ટ એવરેસ્ટ પર સફળ ચઢાણ બાદ પરત ફરતી વેળાએ 2 ભારતીય પર્વતારોહકે જીવ ગુમાવ્યો

National / માઉન્ટ એવરેસ્ટ પર સફળ ચઢાણ બાદ પરત ફરતી વેળાએ 2 ભારતીય પર્વતારોહકે જીવ ગુમાવ્યો

Nidhi Panchal

Last Updated: 03:18 PM, 22 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એવરેસ્ટ સફળતાપૂર્વક સર કરનાર બે ભારતીય પર્વતારોહકોનું ઉતરતી વખતે મોત થતાં સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાયો છે.

વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરનારા બે ભારતીય પર્વતારોહકોના મોતની દુઃખદ ઘટના સામે આવી છે. નેપાળ તરફથી સફળતાપૂર્વક એવરેસ્ટ સર કર્યા બાદ પરત ફરતી વખતે બંને પર્વતારોહકોનું મૃત્યુ થયું હતું.

10

પર્વતારોહકોની ઓળખ

મૃતક પર્વતારોહકોની ઓળખ અરુણ કુમાર તિવારી અને સંદીપ આરે તરીકે થઈ છે. નેપાળના એક્સપિડિશન ઓપરેટર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી ઋષિ ભંડારીએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, બંને પર્વતારોહકો શિખર પરથી ઉતરતી વખતે અત્યંત થાકી ગયા હતા. માર્ગદર્શકોએ તેમને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ અંતે તેઓ સફળ રહ્યા નહોતા

માહિતી અનુસાર સંદીપ બુઘવારે પહોંચ્યા

માહિતી અનુસાર, સંદીપ આરે બુધવારે માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચ્યા હતા, જ્યારે અરુણ કુમાર તિવારી ગુરુવારે સાંજે આશરે 5:30 વાગ્યે શિખર સુધી પહોંચ્યા હતા. સંદીપ આરેનું મૃત્યુ ગુરુવારે થયું હોવાનું જણાવાયું છે, જ્યારે અરુણ તિવારીના મૃત્યુનો ચોક્કસ સમય હજુ સ્પષ્ટ થયો નથી.

માઉન્ટ એવરેસ્ટ પર કુલ 274 પર્વતારોહકો

બુધવારે માઉન્ટ એવરેસ્ટ પર કુલ 274 પર્વતારોહકોએ સફળતાપૂર્વક ચઢાણ કર્યું હતું. આ સાથે જ એક જ દિવસમાં સૌથી વધુ લોકો એવરેસ્ટના શિખર પર પહોંચવાનો નવો વિશ્વ રેકોર્ડ પણ નોંધાયો હતો. આ રેકોર્ડબ્રેકિંગ ગ્રુપમાં સંદીપ આરે ઉપરાંત ભારતીય પર્વતારોહકો તુલસી રેડ્ડી પાલપુનુરી અને અજય પાલ સિંહ ધાલીવાલ પણ સામેલ હતા. ત્યારબાદ ગુરુવારે ભારતના લક્ષ્મીકાંત મંડલે પણ સફળતાપૂર્વક વિશ્વના સૌથી ઊંચા શિખર પર પહોંચ્યા હતા.

આ પણ વાંચો : ટ્વિશા શર્મા મોત કેસ: હવે CBI કરશે કેસની તપાસ, પરિવારની માંગ પર સરકાર એક્શનમાં

274 પર્વતારોહકોમાં આશરે 150 નેપાળી

ઋષિ ભંડારીએ જણાવ્યું હતું કે આ 274 પર્વતારોહકોમાં આશરે 150 નેપાળી શેરપાઓનો સમાવેશ થતો હતો. તેમણે વધુમાં કહ્યું કે 2026 ની વસંત ઋતુ દરમિયાન એવરેસ્ટ સર કરવા માટે કુલ 502 પર્વતારોહકોને મંજૂરી આપવામાં આવી હતી, જે પોતે એક નવો રેકોર્ડ છે. માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરવું વિશ્વના સૌથી જોખમી સાહસોમાંથી એક માનવામાં આવે છે. અત્યંત ઓક્સિજનની અછત, બરફીલા તોફાનો અને કઠિન હવામાન વચ્ચે પર્વતારોહકોને જીવનના મોટા જોખમોનો સામનો કરવો પડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal Expedition Mount Everest Indian Climbers
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ