ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ટ્વિશા શર્મા મોત કેસ: હવે CBI કરશે કેસની તપાસ, પરિવારની માંગ પર સરકાર એક્શનમાં

ક્રાઈમ / ટ્વિશા શર્મા મોત કેસ: હવે CBI કરશે કેસની તપાસ, પરિવારની માંગ પર સરકાર એક્શનમાં

Published By: Nidhi Panchal

Last Updated: 02:35 PM, 22 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્વિષા શર્મા મૃત્યુ કેસમાં હવે મોટો વળાંક આવ્યો છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારે CBI તપાસની ભલામણ કરતા પરિવારને ન્યાયની નવી આશા જાગી છે.

ADVERTISEMENT

ત્વિષા શર્મા મૃત્યુ કેસ હવે વધુ ગંભીર બની રહ્યો છે. સરકાર દ્વારા આ કેસમાં CBI તપાસની ભલામણ કરવામાં આવતા સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. હવે દેશની સૌથી મોટી તપાસ એજન્સી CBI આ રહસ્યમય મૃત્યુ પાછળનું સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરશે. સરકારના આ નિર્ણય બાદ ત્વિષા શર્માના પરિવાર અને તેમના વકીલો આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી વધુ કડક બનાવવા માટે તૈયારી કરી રહ્યા છે.

teishaaaa

કોર્ટ સુનાવણી દરમિયાન અનેક ગંભીર દાવાઓ

ત્વિષા શર્માના પરિવારના વકીલ આયુષ તિવારીએ કોર્ટ સુનાવણી દરમિયાન અનેક ગંભીર દાવાઓ કર્યા હતા. તેમણે ત્વિષા અને તેની સાસુ ગિરીબાલા સિંહ વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ્સનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ ચેટ્સ સ્પષ્ટ દર્શાવે છે કે ત્વિષા પર તેના સાસરિયાઓ દ્વારા સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. વકીલના જણાવ્યા અનુસાર, ત્વિષાને લાંબા સમયથી હેરાન કરવામાં આવી રહી હતી અને તે ભારે માનસિક દબાણ હેઠળ હતી.

ત્વિષાના મૃતદેહનું બીજું પોસ્ટમોર્ટમ

પરિવારે હવે કેસમાં વધુ સત્ય બહાર આવે તે માટે ત્વિષાના મૃતદેહનું બીજું પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરવાની તૈયારી શરૂ કરી છે. પરિવારનું માનવું છે કે બીજા પોસ્ટમોર્ટમથી મૃત્યુ પાછળના ઘણા સવાલોના જવાબ મળી શકે છે. સાથે જ પરિવારના વકીલે આરોપી પતિ સમર્થ સિંહને આપવામાં આવેલા આગોતરા જામીનનો કડક વિરોધ કરવાની પણ જાહેરાત કરી છે.

આગોતરા જામીન પણ રદ

માત્ર એટલું જ નહીં, પરંતુ ત્વિષાની સાસુ ગિરીબાલા સિંહને આપવામાં આવેલા આગોતરા જામીન પણ રદ કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. વકીલ આયુષ તિવારીએ ગંભીર આરોપ લગાવ્યો કે FIR નોંધાયા બાદ થોડા જ કલાકોમાં ગિરીબાલા સિંહને આગોતરા જામીન મળી જવું અનેક સવાલો ઉભા કરે છે. તેમના મતે, આ સમગ્ર પ્રક્રિયામાં પ્રભાવ અને પદનો દુરુપયોગ થયો હોવાની શંકા છે.

આ પણ વાંચો : ગુજરાત સહિત 10 રાજ્યોની 24 રાજ્યસભા સીટો પર યોજાશે ચૂંટણી, જાણો ક્યારે

ત્વિષાના પરિવારે આ મામલે હવે મધ્યપ્રદેશ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પરિવાર દ્વારા દાખલ કરાયેલી ખાસ અરજી પર શનિવારે હાઈકોર્ટમાં સુનાવણી થવાની શક્યતા છે. પરિવારને આશા છે કે કોર્ટ દ્વારા નિષ્પક્ષ તપાસ અને યોગ્ય કાર્યવાહી માટે મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવશે. CBI તપાસની ભલામણ બાદ હવે આ કેસ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો પણ આ કેસમાં સત્ય બહાર આવે અને ત્વિષા શર્માના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે. પરિવારનું કહેવું છે કે હવે તેઓ અંત સુધી લડત ચાલુ રાખશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય ત્યાં સુધી શાંત નહીં બેસે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Madhya Pradesh High Court Twisha Sharma Case CBI Investigation

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ