બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:11 AM, 28 February 2026
India-EU Free Trade Agreement : ભારત અને European Union વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓને અંતે મુક્ત વેપાર કરાર (FTA)નો માર્ગ સાફ થયો છે. વાસ્તવમાં લગભગ બે દાયકાની ચર્ચા બાદ તૈયાર થયેલો આ કરાર બંને અર્થતંત્રો માટે એક મહત્વપૂર્ણ મોર્ચો માનવામાં આવે છે. કરાર અમલમાં આવ્યા પછી બંને પક્ષો એકબીજાને “મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)” નો દરજ્જો આપશે, એટલે કે વેપાર બાબતે સમાન અને પારદર્શક નિયમો લાગુ રહેશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમજૂતીને સંયુક્ત સમૃદ્ધિ માટે નવી દિશા ગણાવી છે. જ્યારે યુરોપિયન કમિશનની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેનએ તેને વિશ્વની આર્થિક સ્થિરતા માટે મોટું પગલું ગણાવ્યું છે.
ADVERTISEMENT
A wide ranging and productive conversation with EU HRVP @kajakallas.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 25, 2026
Reflected the growing comfort and strong convergences of the India-European Union partnership. Agreed on intensifying our exchanges and taking forward our cooperative agenda.
🇮🇳 🇪🇺 pic.twitter.com/LhgYCaX9lX
યુરોપિયન બજારો લગભગ સંપૂર્ણ ખુલ્લા
ADVERTISEMENT
આ કરાર મુજબ વેપાર મૂલ્યના અંદાજે 96–97 ટકા ઉત્પાદનો પર ટેરિફ તબક્કાવાર ઘટાડવામાં આવશે અથવા સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. EU પોતાના બજારનો લગભગ 99.5 ટકા હિસ્સો ભારત માટે ખુલ્લો કરશે. ઘણા ઉત્પાદનો પર ટેરિફ તરત જ શૂન્ય થઈ જશે, જ્યારે કેટલાક પર મહત્તમ સાત વર્ષમાં ઘટાડો થશે. ભારત પણ લગભગ 96 ટકા માલ પર ટેરિફ દૂર કરશે. આ પગલાંથી બંને તરફના ઉદ્યોગોને નવો બજાર અને વધારાની સ્પર્ધાત્મકતા મળશે.

ADVERTISEMENT
કૃષિ ક્ષેત્રને ખાસ સુરક્ષા
કરારમાં કૃષિ ક્ષેત્રને સંપૂર્ણ રીતે સામેલ કરવામાં આવ્યું નથી. ડેરી, ચોખા, ખાંડ અને બીફ જેવા સંવેદનશીલ ઉત્પાદનોને બહાર રાખવામાં આવ્યા છે જેથી સ્થાનિક ખેડૂતોના હિતો સુરક્ષિત રહી શકે. આ પ્રક્રિયા આગામી દાયકામાં તબક્કાવાર અમલમાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ચલણી નોટો ભરીને જતું પ્લેન હાઇવે પર ક્રેશ,15 લોકોના કરુણ મોત, લોકોએ પૈસાની લૂંટ ચલાવી
કયા ક્ષેત્રોને તાત્કાલિક ફાયદો?
ADVERTISEMENT
ભારતના કાપડ, ચામડું, રત્ન-ઝવેરાત અને સીફૂડ ઉદ્યોગોને યુરોપમાં શૂન્ય-ટેરિફ ઍક્સેસ મળશે, જે નિકાસમાં મોટો વધારો લાવી શકે છે. બીજી તરફ, યુરોપિયન કાર અને વાઇન ઉત્પાદકોને ભારતીય બજારમાં ટેરિફ ઘટાડાનો સીધો લાભ મળશે. અંદાજ મુજબ 2032 સુધીમાં યુરોપથી ભારતમાં નિકાસ બમણી થઈ શકે છે. યુરોપિયન કંપનીઓને દર વર્ષે અબજો યુરોની બચત થવાની શક્યતા છે. આ કરાર માત્ર માલસામાન પૂરતો સીમિત નથી. ડિજિટલ વેપાર, ડેટા સુરક્ષા અને ગોપનીયતા મુદ્દે પણ સહયોગ વધારવાની સહમતિ થઈ છે. બંને પક્ષોએ ગોપનીયતાને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપી છે, પરંતુ સાથે જ પોતાના કાયદાકીય અધિકારો જાળવી રાખશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.