બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ચલણી નોટો ભરીને જતું પ્લેન હાઇવે પર ક્રેશ,15 લોકોના કરુણ મોત, લોકોએ પૈસાની લૂંટ ચલાવી

વિશ્વ / ચલણી નોટો ભરીને જતું પ્લેન હાઇવે પર ક્રેશ,15 લોકોના કરુણ મોત, લોકોએ પૈસાની લૂંટ ચલાવી

Priykant Shrimali

Last Updated: 08:46 AM, 28 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Plane Crash : સોશિયલ મીડિયા પર પ્રસરી રહેલી તસવીરોમાં હાઇવે પર વિખરાયેલો કાટમાળ, બળી ગયેલા વાહનો અને રસ્તા પર છૂટા પડેલા નોટોના બંડલ દેખાઈ રહ્યા છે

Plane Crash : દક્ષિણ અમેરિકાના દેશ બોલિવિયામાં એક હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે. વાસ્તવમાં રાજધાની લા પાઝ નજીક એક કાર્ગો વિમાન ટેકઓફ બાદ થોડા જ સમયમાં નિયંત્રણ ગુમાવી બેઠું અને હાઇવે પર જઈને ક્રેશ થયું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવે છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

શું હતી સમગ્ર ઘટના ?

વિમાન રનવે પરથી લપસી ગયું અને નજીકના શહેર એલ અલ્ટો વિસ્તારમાં હાઇવે પર ઉતરી ગયું. ક્રેશ સમયે વિમાન ઘણા વાહનો સાથે અથડાયું હતું. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ અકસ્માતમાં લગભગ 15 જેટલા વાહનોને ભારે નુકસાન થયું છે. હજી સુધી સ્પષ્ટ નથી થયું કે મૃતકોમાં કેટલા લોકો વિમાનમાં હતા અને કેટલા લોકો રસ્તા પરના વાહનોમાં સવાર હતા.

અહેવાલો મુજબ, આ બોલિવિયન એરફોર્સનું હર્ક્યુલસ વિમાન હતું, જે દેશની સેન્ટ્રલ બેંકમાંથી નવી છાપેલી ચલણી નોટો અન્ય શહેરોમાં પહોંચાડવા માટે જતું હતું. દુર્ઘટના બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી. અગ્નિશામક દળે ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ પણ વાંચો : ઈરાનમાં કઈંક મોટું થવાની શક્યતા? ચાઈનાએ પોતાના નાગરિકોને તરત દેશ છોડવા આપી સલાહ

સોશિયલ મીડિયા પર પ્રસરી રહેલી તસવીરોમાં હાઇવે પર વિખરાયેલો કાટમાળ, બળી ગયેલા વાહનો અને રસ્તા પર છૂટા પડેલા નોટોના બંડલ દેખાઈ રહ્યા છે. અકસ્માત પછી મોટી સંખ્યામાં લોકો સ્થળ પર દોડી આવ્યા અને રસ્તા પર પડેલી નોટો એકત્રિત કરવાની દોડ લાગી ગઈ. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ભીડને હટાવવા ખાસ પગલાં લીધા હતા.

આ ગંભીર ઘટનાના પગલે સાવચેતીરૂપે એરપોર્ટની આવન-જાવન કરતી ફ્લાઇટ્સ અસ્થાયી રીતે રોકી દેવામાં આવી છે. અકસ્માતના સાચા કારણની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે વિગતવાર તપાસ અહેવાલ બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bolivia Hercules Aircraft Plane Crash
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ