ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ઈરાનમાં કઈંક મોટું થવાની શક્યતા? ચાઈનાએ પોતાના નાગરિકોને તરત દેશ છોડવા આપી સલાહ

વિશ્વ / ઈરાનમાં કઈંક મોટું થવાની શક્યતા? ચાઈનાએ પોતાના નાગરિકોને તરત દેશ છોડવા આપી સલાહ

Published By: Nirav Kumar

Last Updated: 03:08 AM, 28 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાઈનાએ શુક્રવારે તેમના નાગરિકો શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડી દેવા જણાવ્યું છે. અમેરિકા દ્વારા ઈરાન પર અટેક થઇ શકે છે આથી આ સલાહ આપવામાં આવી છે.

ADVERTISEMENT

પશ્ચિમ એશિયામાં વધતા જતા સંકટ વચ્ચે ચીને શુક્રવારે તેના નાગરિકોને "શક્ય તેટલી વહેલી તકે" ઈરાન છોડવા માટે સલાહ આપી છે. જેમાં ચીનના વિદેશ મંત્રાલયના એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે આ પ્રદેશમાં બાહ્ય સુરક્ષા જોખમો ઝડપથી વધી રહ્યા છે. જેના લીધે ત્યાં રહેલા ચાઈનીઝ નાગરિકોને સતર્ક રહેવા અને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવા માટે કહેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીચેટ પર આ સલાહ શેર કરતા, મંત્રાલયે સ્પષ્ટ કર્યું, "હાલમાં ઈરાનમાં રહેલા ચીની નાગરિકોને તેમની સુરક્ષા મજબૂત કરવા અને શક્ય તેટલી વહેલી તકે ત્યાંથી નીકળી જવા વિનંતી કરવામાં આવે છે."

  • ઈરાન પર હુમલાઓનો ભય

ચાઈનાની આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે અમેરિકાએ મધ્ય પૂર્વમાં તેની લશ્કરી તૈનાતીને વધુ મજબૂત બનાવી છે અને ઈરાન પર સંભવિત હુમલાઓનો ભય વધ્યો છે. જેમાં યુએસ વહીવટીતંત્રે પ્રદેશમાં વધતા તણાવના પ્રતિભાવમાં ઇઝરાયલમાં તેના દૂતાવાસમાંથી નોન એસેન્શીયલ કર્મચારીઓ અને તેમના પરિવારોને બહાર કાઢવાની મંજૂરી પણ આપી છે જે પરિસ્થિતિની ગંભીરતા પર ભાર મૂકે છે.

vtv app promotion

આ સિવાય કેનેડા, ભારત અને જર્મની જેવા દેશોએ પણ તેમના નાગરિકોને ઈરાન કે ઇઝરાયલની મુસાફરી કરવાનું કે ત્યાંથી બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપી છે. એવામાં ચાઈનાના વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ઈરાનની મુસાફરી સંપૂર્ણપણે ટાળવી જોઈએ અને જો જરૂર પડે તો ઈરાન અને પડોશી દેશોમાં ચાઈનીઝ દૂતાવાસો અને કોન્સ્યુલેટ નાગરિકોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડશે.

  • ઈરાનમાં બગડતી સ્થિતિ

એક્સપર્ટ અનુસાર અનેક દેશો તરફથી આવી એક સાથે સલાહ સૂચવે છે કે પ્રદેશમાં પરિસ્થિતિ ઝડપથી બગડી શકે છે અને મોટા લશ્કરી સંઘર્ષની શક્યતાને નકારી શકાય નહીં. આ દરમિયાન ઓમાન દ્વારા મધ્યસ્થી કરાયેલ ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટોનો એક રાઉન્ડ પૂર્ણ થયો છે જેને યુદ્ધ ટાળવા માટે છેલ્લા પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. પરંતુ તેહરાને સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ કરાર માટે વોશિંગ્ટનને તેની "વધુ માંગણીઓ" છોડવી પડશે.

વધુ વાંચો : પાકિસ્તાન-અફઘાનિસ્તાન કેમ એકબીજાના જાની દુશ્મન બન્યાં? સમજો 10 પોઇન્ટ્સમાં

ઈરાનના ડેપ્યુટી વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ તાજેતરના એક નિવેદનમાં કહ્યું હતું કે વાટાઘાટો ગંભીર હતી પરંતુ મતભેદની ખાઈ હજુ પણ ઊંડી છે. અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કાયમી પ્રતિબંધોની માંગ કરી રહ્યું છે જ્યારે તેહરાન તેને તેની સાર્વભૌમત્વ પર હુમલો માને છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

China Iran Crisis

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ