Afghanistan Pakistan Tension: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ હવે વધુ એક ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. શુક્રવારે પાકિસ્તાને કાબુલ, કંધાર અને પકતિયા પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા હતા. જેમાં પાકિસ્તાને તેના સૈન્ય અભિયાનને ઓપરેશન ' ગજબ લીલ હક ' નામ આપ્યું છે અને ખુલ્લી જંગનું એલાન કર્યું છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે આ હુમલામાં 130થી બધુ તાલિબાનોના મોત થયા છે. તો બીજી તરફ તાલિબાનોએ દાવો કર્યો છે કે તેમના હુમલામાં 55 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે એક નિવેદન આપીને પુષ્ટિ કરી છે કે આ અભિયાન હજુ ચાલુ છે અને અફઘાન તાલિબાનની આક્રમકતાનો જવાબ આપી રહ્યો છે. ત્યારે જાણો આ યુદ્ધ સાથે જોડાયેલા 10 અપડેટ:
- અફઘાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદના જણાવ્યા અનુસાર પાકિસ્તાને શુક્રવારે સવારે કાબુલ, કંધાર અને પક્તિયામાં હવાઈ હુમલા કર્યા. કાબુલમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટ સાંભળવામાં આવ્યા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે આ કાર્યવાહીમાં 130 થી વધુ તાલિબાનો માર્યા ગયા છે. પાકિસ્તાને આ લશ્કરી કાર્યવાહીને "ઓપરેશન ગઝબ લિલ હક" નામ આપ્યું છે.
- પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે દાવો કર્યો હતો કે આ કાર્યવાહીમાં બે કોર્પ્સ હેડક્વાર્ટર, ત્રણ બ્રિગેડ હેડક્વાર્ટર, બે દારૂગોળો ડેપો, એક લોજિસ્ટિક્સ બેઝ, ત્રણ બટાલિયન હેડક્વાર્ટર, બે સેક્ટર હેડક્વાર્ટર અને 80 થી વધુ ટેન્ક, આર્ટિલરી અને સશસ્ત્ર વાહનોનો નાશ કરવામાં આવ્યો હતો.
- રવિવારે અફઘાન સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની હવાઈ હુમલાના જવાબમાં અફઘાનિસ્તાને ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાન પર સરહદ પારથી હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. અફઘાનિસ્તાને દાવો કર્યો હતો કે તેણે એક ડઝનથી વધુ પાકિસ્તાની ચોકીઓ કબજે કરી છે.
- પાકિસ્તાને અફઘાન હુમલાને "બિનઉશ્કેરણી" ગણાવ્યો અને ચોકીઓ કબજે કરવાના દાવાને નકારી કાઢ્યો છે.
- યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે બંને દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને રાજદ્વારી દ્વારા વિવાદનો ઉકેલ લાવવા અપીલ કરી.
- અફઘાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ડ્યુરન્ડ લાઇન પર છ પ્રાંતોમાં જવાબી ગોળીબાર થયો હતો. અફઘાનિસ્તાને દાવો કર્યો હતો કે 55 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. 19 ચોકીઓ અને બે ઠેકાણાઓનો નાશ થયો. જ્યારે તેના આઠ સૈનિકો માર્યા ગયા અને 11 ઘાયલ થયા.
- જોકે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારએ જણાવ્યું હતું કે ફક્ત બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. જ્યારે 36 અફઘાન લડવૈયાઓ માર્યા ગયા હતા. વડા પ્રધાન શરબાઝ શરીફના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે 133 અફઘાન લડવૈયાઓ માર્યા ગયા હતા અને 200 થી વધુ ઘાયલ થયા હતા.
- પડોશી દેશ અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા બાદ શાહબાઝ શરીફે કહ્યું કે તેમના દેશની સેના આક્રમણકારોને "કચડી" શકે છે. પાકિસ્તાન સરકારના એક્સ-પેજ અનુસાર, શરીફે કહ્યું, "આપણી સેના કોઈપણ આક્રમક મહત્વાકાંક્ષાઓને કચડી નાખવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે." તેમણે ઉમેર્યું, "આખો રાષ્ટ્ર પાકિસ્તાની સશસ્ત્ર દળો સાથે ખભે ખભા મિલાવીને ઉભો છે."
- 2611 કિલોમીટર લાંબી ડ્યુરન્ડ લાઇનને અફઘાનિસ્તાન દ્વારા ઔપચારિક રીતે માન્યતા આપવામાં આવી નથી. ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ ઘાતક અથડામણો થઈ હતી. કતાર દ્વારા યુદ્ધવિરામની મધ્યસ્થી કરવામાં આવી હતી. પરંતુ નવેમ્બરમાં શાંતિ મંત્રણા કાયમી કરાર કરવામાં નિષ્ફળ ગઈ.
- તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનમાં આતંકવાદી હિંસા વધી છે. પાકિસ્તાન આ માટે TTP અને બલૂચ અલગતાવાદી જૂથોને દોષી ઠેરવે છે. ઇસ્લામાબાદ કહે છે કે TTP અફઘાનિસ્તાનથી કાર્ય કરે છે. આ આરોપ કાબુલ અને જૂથ નકારે છે. રવિવારે પાકિસ્તાને સરહદી હુમલામાં 70 આતંકવાદીઓને માર્યા હોવાનો દાવો કર્યો હતો, જે દાવાને અફઘાનિસ્તાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે મહિલાઓ અને બાળકો સહિત ઘણા નાગરિકો માર્યા ગયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ