બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:43 AM, 27 February 2026
Afghanistan-Pakistan News : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો સરહદી તણાવ હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. તાજેતરમાં અફઘાનિસ્તાન તરફથી થયેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે શબ્દયુદ્ધ અને સૈનિકી દાવાઓ તેજ બન્યા છે. આ બધાની વચ્ચે પાક મંત્રી ખ્વાજા આસિફનું નિવેદન સામે આવ્યું છે.
ADVERTISEMENT
કુનાર પ્રાંતમાં હુમલાના દાવા
અફઘાનિસ્તાન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, કુનાર પ્રાંતમાં કરવામાં આવેલા હુમલામાં પાકિસ્તાનના અનેક સૈનિકો મોતને ભેટ્યા છે. કેટલાક અહેવાલોમાં 55 સૈનિકોના મોતની વાત કરવામાં આવી રહી છે. સાથે જ કેટલીક ચોકીઓ અને એક મુખ્ય મથક પર કબજો જમાવ્યાનો પણ દાવો થયો છે. બીજી તરફ પાકિસ્તાન તરફથી પણ અલગ આંકડા રજૂ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની સૂત્રો મુજબ તેમના દળોએ જવાબી કાર્યવાહી શરૂ કરી છે અને અનેક અફઘાન લડવૈયાઓને ઠાર માર્યા છે.
ADVERTISEMENT
Pakistani Defense Minister Khawaja Asif:
— Clash Report (@clashreport) February 26, 2026
After NATO forces withdrew, it was expected that peace would prevail in Afghanistan and that the Taliban would focus on the interests of the Afghan people and regional stability.
However, the Taliban turned Afghanistan into a colony of… pic.twitter.com/WLTEpExV08
સંરક્ષણ પ્રધાને અફઘાન તાલિબાન પર આકરા પ્રહારો કર્યા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "પાકિસ્તાનની સેના બીજા ખંડમાંથી આવી નથી. અમે તમારા પડોશી છીએ અને અમે તમારી મર્યાદાઓ જાણીએ છીએ." પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ખૈબર પખ્તુનખ્વા સરહદ પર અફઘાનિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે પાકિસ્તાનની ધીરજ હવે ખૂટી ગઈ છે અને હવે ખુલ્લું યુદ્ધ થશે.
ADVERTISEMENT

ખ્વાજા આસિફે ભારત વિશે શું કહ્યું?
ADVERTISEMENT
આસિફે દાવો કર્યો હતો કે પાકિસ્તાનના બહાદુર સશસ્ત્ર દળો ભારત સમર્થક તાલિબાન અને અફઘાન આક્રમણનો યોગ્ય જવાબ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે દુશ્મનનો પરાજય નક્કી છે, ઇન્શાઅલ્લાહ. સંરક્ષણ મંત્રીએ એવો પણ આરોપ લગાવ્યો કે નાટોના પાછા ખેંચાયા પછી, તાલિબાને અફઘાનિસ્તાનને ભારતીય વસાહતમાં ફેરવી દીધું અને વિશ્વભરમાંથી આતંકવાદીઓને ભેગા કરીને આતંકવાદની નિકાસ કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાને સામાન્યતા જાળવવા માટે તમામ પ્રયાસો કર્યા, પરંતુ તાલિબાન શાસન ભારત માટે પ્રોક્સી બની ગયું છે.
ADVERTISEMENT
‘ઓપરેશન’ અને જવાબી કાર્યવાહી
પાકિસ્તાની મીડિયા અનુસાર, જવાબી પગલાં તરીકે એક ખાસ સૈનિકી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ અનેક હુમલાઓ કરવામાં આવ્યા હોવાનો દાવો છે. પાકિસ્તાને જણાવ્યું છે કે અફઘાન લડવૈયાઓને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અફઘાન પક્ષે આ દાવાઓને નકારી કાઢ્યા છે અને પાકિસ્તાની સેનાએ નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.